________________
૩૯૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૯૫
પ્રશ્નકર્તા : તો સમજણ ઊભી થવા કંઈ રસ્તો તો હશે ને ?
દાદાશ્રી : એ તો એની મેળે અથડાશો, કૂટાશો પછી થશે ને ! દરેક વસ્તુ અથડાવાથી, કુટાવાથી ગોળ થઈ જાય. તેય અહીં ને અહીં (બ્રહ્મચારીના ટોળામાં રહીને), નહીં તો તેય ના થાય.
પ્રશ્નકર્તા : મને લાગે છે કે અમારી પુર્વે જ છે, સમજણ નથી.
દાદાશ્રી : સમજણ હતી જ ક્યાં છે ? ક્યાંથી લાવે ? આ તો જેમ તેમ કરીને. બીજી સમજણ હતી જ ક્યાં છે ?
પ્રશ્નકર્તા : આ બધાથી છૂટકારો કરવો પડશે ને ?
દાદાશ્રી : એ તો એની મેળે અથડાઈ અથડાઈને નીકળી જશે. મૂર્તિનું ભાંગશે, તારું શું ભાંગવાનું છે ? પથરા ભાંગશે તો મૂર્તિના ભાંગશે. પહેલાં તું મૂર્તિ હતો ત્યાં સુધી મારું નુકસાન થયું એમ કહેતો હતો.
કૉમનસેન્સ ખીલેલી હોય તો રસ્તો કાઢે. તમે ગૂંચવીને આવો ને કૉમનસેન્સવાળો ગૂંચાયેલું ઊકેલીને આવે. ગૂંચ કાઢી નાખે તરત જ.
પ્રશ્નકર્તા : એટલે અથડાવું ખરું પણ પકડ પકડવી નહીં.
દાદાશ્રી : પકડ પકડે એટલે વધારે નુકસાન થાય. એનાથી તો આ બધું ઊભું થયું. એને જક્કી કહેવાય. તેથી આ બધું બહુ નુકસાન કરી નાખે. ગમે એટલી લાતો વાગે પણ નહીં છોડું, કહેશે. એટલે બધું છોડવું પડશે ને આ ?'
એ પ્રકૃતિ સ્વભાવ બધો, એ જાય નહીં ને ! આમ બહુ સારા, ચોખ્ખા તેથી આવા દુર્ગણ પેસી જાય ને. ચોખ્ખા માણસને જક્કીપણું બહુ પેસી જાય. મેલાને જક્કીપણુંય ના હોય. વધારે જક્કીપણાથી નુકસાન બહુ થાય. કારણ કે જક્કી માણસ પ્રોટેક્શન (બચાવ) કરવા જાતજાતના, ગમે તેવા ખરાબમાં ખરાબ નુસખા કરે. હલકી કોટીના નુસખા હઉ કરે. પોતાની વાત ખરી કરાવવા માટે નક્કે ચઢે.
આ તો બહુ ઊંડું છે. આપણે મોક્ષે જવાની વાત કરો ને, બીજી બધી ભાંજગડો કરવા કરતાં !
પ્રશ્નકર્તા: પોતાનો અભિપ્રાય જુદો હોય અને મન જુદું દેખાડે.
દાદાશ્રી : મન તો ગયા અવતારનો અભિપ્રાય છે અને આજના જ્ઞાનના આધારે આ અભિપ્રાય છે.
પ્રશ્નકર્તા : એટલે મહીં વિરોધાભાસ ઊભા થયેલા.
દાદાશ્રી : સંઘર્ષણથી છે, તેથી જ આ જગત બધું ચાલી રહ્યું છે. મન કહે છે કે નોંધ લેવાની અને તમને આજનું જ્ઞાન કહે કે નોંધ લેવાની નથી. તે એમનું સંઘર્ષણ ચાલ્યા જ કરે.
મતમાં તન્મયાકાર કોણ ? પ્રશ્નકર્તા : હવે એમાં ડિમાર્કશન કેવી રીતે થાય કે આ મન દેખાડે છે અને આ પોતાનો અભિપ્રાય છે. ઘણી વખત મન એવું ફરી વળે કે અભિપ્રાય બધાંને ફેંકી દે.
દાદાશ્રી : આખા જગતને મન ખાઈ જાય છે. સારો વિચાર આવ્યો કે તરત એની અંદર એકાકાર થઈ જાય, ના થવું હોય તોય. એને ગમતો વિચાર છે માટે. હવે પોતાનો અભિપ્રાય તો ક્યાંયે રહ્યો !
પ્રશ્નકર્તા : મન એક વિચાર બતાડે છે એમાં ગમતું, ના ગમતું કોને છે ?
દાદાશ્રી : “અહંકાર’ને ‘ના ગમતા’ વિચાર આવે તેમાં અહંકાર એકાકાર ના થાય.
પ્રશ્નકર્તા : એટલે મૂળ ભાંજગડ તો અહંકારની જ રહી ને, મન કરતાંય ?
દાદાશ્રી : આ મનને લઈને તો છે આ બધું. અહંકાર મનમાં કશું તન્મયાકાર ના થાય તો આખો દહાડો બધુંય સારું દેખાય.