________________
૩૯૨
મન કા ચલતા તન ચલે..
૩૯૩
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : એ બધા નિયમવાળા. તમે ઠોકાઠોક કરો. સારું લાગે એ ઠોકાઠોક કરો. તમને કોઈ જાતનો નિયમ નહીં, ભાન નહીં, કશું જ નહીં ને ! એ તો લેવલવાળા, નૉર્માલિટીવાળા. બધું પદ્ધતિસરનું. તમે તો સારું લાગે તો દસ ડીશ આઇસ્ક્રીમ ખાઈ જાવ.
પ્રશ્નકર્તા : પહેલાં એવું બધું કરતો હતો.
દાદાશ્રી : મન તો એવું જ ને ? તું કરતો કે નહતો કરતો, પણ આજેય મન તો એવું જ ને ?
પ્રશ્નકર્તા : હવે મન એવું બતાવે નહીં. આઈસ્ક્રીમ ખાવાનુંય ના બતાવે.
દાદાશ્રી : એ નહીં ને બીજું પેસી જાય. હું કહું તેનું તારણ કાઢતાં ના આવડે ? અમને મને કહે કે એક મઠીયું વધારે ખાવ, તો અમે ના પાડીએ. મને કહે કે ચાલશે, તોય કાઢી નાખીએ.
ફોડ પડે ત્યાં ઉલ ! પ્રશ્નકર્તા : આવા ફોડ પાડો ત્યારે સમજાય. ત્યાં સુધી વાત પહોંચતી પણ નથી.
દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! ફોડ પાડવો પડે છે, એ જ આ જમાનાની અજાયબી જ કહેવાય. હું તો લેટ ગો કરું કે આમને સમજણ જ નથી ત્યાં શું થાય !
આપણા આજના જ્ઞાનને મળતું આવે, તો એને લેટ ગો કરવાનું. જે નથી મળતું આવતું, તેને નહીં ચાલવા દેવાનું.
પ્રશ્નકર્તા : આપ આવો ફોડ પાડો છો ને સ્પષ્ટીકરણ કરો છો, પછી સમજાય. ત્યાં સુધી સમજાતું નથી.
દાદાશ્રી : ફોડ પડે તોય સમજણ ના પડે ને ! એ તો કહેતાં કહેતાં કહેતાં, એમ કરતાં કરતાં કરતાં બધું કો'ક દહાડે સમજાશે તને !
તને એકલાને જ નહીં, આ બધાંનેય એવું, મોટા મોટાઓનેય ઘણે દહાડે સમજણ પડે.
પ્રશ્નકર્તા : આ મન ઉપરની જે વાત કાઢી ને તેમાં મનેય કેટલીક સમજણ નથી પડતી.
દાદાશ્રી : તે શી રીતે સમજણ પડે ? એ તો જોયેલું જ નહીં ને ! સાંભળેલું જ નહીં ને ! આ કંઈ દાળ-ભાત, રોટલી જેવી ચીજ છે કે તરત સમજણ પડી જાય ?
પ્રશ્નકર્તા ઃ આમ લાચારી જેવું લાગે છે કે દાદા, આપણો રોગ કાઢવા કહે છે પણ આપણને સમજણ પહોંચતી નથી.
દાદાશ્રી : શી રીતે પહોંચે પણ તે ? એ તો પહોંચતું નથી. એ તો સારા છે હજુ, વિરોધ નથી કરતા એટલા સારા છે હજુ. બાકી, પહોંચે નહીં, એને તમે શું કરો ? હુંય સમજું કે પહોંચતું નથી.
પ્રશ્નકર્તા : આ તો પુણ્યથી ચોંટી ગયા હોઈએ ને એવું છે.
દાદાશ્રી : ત્યારે પુર્વે જ ને ! બીજું શું છે ? નહીં તોય પુણ્ય જ હોય.
પ્રશ્નકર્તા : દાદા કહે છે એ તો સમજ પડવી જોઈએ ને ?
દાદાશ્રી : ના પડે. આ તો જ્ઞાન આપ્યું છે તો થોડી સમજણ પડે. થોડીઘણી, તેય ઉપર ઉપરનો સ્થૂળ ભાગ જ. સૂક્ષ્મ, સૂક્ષ્મતર એવું કશું નહિ. આ કંઈ લાડવા ખાવાના ખેલ છે ? આ જેટલું લાંબું દેખાય છે ને, એટલું જગત નથી લાંબું. બહુ વિશાળ લાંબું છે.
સમજણતી સિલક ખપે... પ્રશ્નકર્તા : આમ થોડુંઘણુંય સમજાવું જોઈએ ને ?
દાદાશ્રી : એ કૉમનસેન્સ હોય તો સમજાય. કૉમનસેન્સ થવા માટે સરળતા જોઈએ. સરળતા ને મૃદુતા-બે, એ બધું તમારામાં હોય નહીં ને !