________________
૩૯૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે ?
દાદાશ્રી : પોતાના અભિપ્રાય ઉપર સ્ટ્રોંગ રહેવું જોઈએ. બીજું શું કરવાનું ? તે એમ જ રહે છે. અને તું તો મહીં મન કંઈ બોલવાનું ચાલુ કરે તે સાંભળ સાંભળ કરે. પછી હમણે તો કલાક સુધી કાઢી મેલે, બે કલાક સુધી કાઢી મેલે, ચાર કલાક કાઢી મેલે. પણ પછી એક્સેપ્ટ તું કરી લઉં. એ ચાલે નહિ.
પ્રશ્નકર્તા : આમ તો અમે અભિપ્રાયમાં સ્ટ્રોંગ છીએ ને ? દાદાશ્રી : તે અભિપ્રાય સ્ટ્રોંગ છે, પણ મન જ્યારે સામું થાય ને, અત્યારે વખતે થોડીવાર સામું થયું હોય તોય છે તે તમે કાઢી નાખો એને. પણ ચાર-ચાર, છ-છ મહિના જો એ માલ નીકળ્યો તો બગડી જાય !
પ્રશ્નકર્તા ઃ મન સામું થાય ત્યારે પોતે પોતાના અભિપ્રાયમાં સ્ટ્રોંગ રહેવું અને જે મન બતાવે એને ‘જોયા’ કરવું ?
દાદાશ્રી : હા, એને જોયા કરવું. ત્યાં અમને પૂછે કે આવું થયા કરે છે. હવે શું કરવું ? અમે એને સ્ટ્રોંગ કરી આપીએ, કે ભઈ, સાંભળીશ જ નહીં. તું એને જોયા કર. જોયા જ કરવાનું છે. પછી આપણને ગમતું હોય, આપણા અભિપ્રાયમાં હોય તો એ પ્રમાણે તો મન ભલે ને એડજસ્ટ થતું હોય, એનો કશો વાંધો નહીં. આપણને ગમતું હોય ને એને ના ગમતું હોય, એને ગમતું હોય ને આપણને ના ગમતું હોય. કારણ કે આ મન એ જુદી વસ્તુ થઈ ગઈ ને, એટલે અમે જીતીને બેઠેલા.
જ્ઞાતીના અભિપ્રાયો તે મત !
પ્રશ્નકર્તા ઃ તમારે એવું થાય કે તમારા અભિપ્રાયથી મન જુદું બતાવે ?
દાદાશ્રી : ના, જુદું ના બતાવે. કો'ક વખત જુદું બતાવે એટલે
મન કા ચલતા તેન ચલે...
બતાવે તે કેવું ? આમ આંગળી ઊંચી કર્યા જેવું. બાકી, ના બતાવે. તમારેય આવું થાય તો તમારું કામ નીકળી જાય ને !
૩૯૧
પ્રશ્નકર્તા : અમે પહેલાનું મન એવું લઈને આવેલા એટલે આવું થયા કરે ? એટલે મન આવું ઊંધું બતાવે ?
દાદાશ્રી : મનનો શો સવાલ ? તમારું ઠેકાણું નથી. મન તો બિચારું ન્યુટ્રલ વસ્તુ છે.
પ્રશ્નકર્તા ઃ મારું એટલે ? દાદાશ્રી : તમે પોતે.
પ્રશ્નકર્તા ઃ અહંકારનું ?
દાદાશ્રી : તમારા અભિપ્રાયનું ઠેકાણું નહીં ને એ બદલાઈ જાય તો તમે બદલાઈ જાવ. મન તમને ફેરવી નાખે. તમારે મનને ફેરવવું જોઈએ.
જમવાતું, મત મુજબ !
પ્રશ્નકર્તા : એક વખત અમે એકલો ભાત જમતા હતા, તે આપે છોડી દેવાનું કહ્યું હતું.
દાદાશ્રી : હા, તે છોડી દેવાનું કહ્યું હતું. આ તો પોતાને ફાવે એવું વર્તે છે. આ કંઈ પૂછી પૂછીને ઓછાં કરે છે ? પોતાને ફાવે એવું. આજે મનમાં ધૂન આમ આવી તો આમ કરે અને કાલે ધૂનમાં આમ આવ્યું તો આમ કરે. એવું કરો એનો અર્થ એવો નહિ કે તારું શરીર નિર્બળ થતું હોય તોય કરવું. એટલે અમે કહીએ, આ આનાથી થતું નથી, શરીર દુર્બળ થઈ જાય છે માટે ના કરીશ, છોડી દે. બાકી, સાધુઓને તો એક જ વખત આહાર કરવાનો કહ્યો છે. કારણ કે એમને ફાંકા ના પડે, શક્તિ વધારે હોય.
પ્રશ્નકર્તા : સાધુઓને એક વખત આહાર કરે ને ચાલે એટલી શક્તિ મળી રહે ?