________________
મન કા ચલતા તન ચલે...
૩૮૯
૩૮૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : એ બધું ખરું. એ અભિપ્રાયવાળું મન થઈ જાય તો સારું, પણ મન જ્યારે સામું પડશે તે ઘડીએ તને ડુબાડી દેશે.
મતની વાતો કાપો.. મન તો ક્યારે જીતી શકે ? એની આંખ ખેંચાય, તે મનના આધારે આંખ ખેંચાય છે. એ સમજી જાય. પછી તરત જ મનની બધી વાતો કાપી જ નાખે. અહીં આવવાનું મન ચરબી કરે છે, પણ તે આમાં કાપી નાખે. મન છટકબારી ખોળે, જ્યાં આગળ મહેનત ના પડે ને, ત્યાં મન પેસી જવા ફરે. મનના કહ્યામાં ના ચાલે તો રાગે પડે. એને ભણવાનું બિલકુલેય ગમતું નહતું. મેં કહ્યું કે ભણ્યા વગર ચાલે નહીં. તરત એણે મનને મારી-ઠોકીને સીધું કરી નાખ્યું.
પ્રશ્નકર્તા : મને બહુ પહેલેથી જ આવે છે. જ્ઞાન પહેલાંય મને કશું ગમતું જ નહોતું.
દાદાશ્રી : આ છટકબારી ખોળે, જે પોતાને ગમે. કશી મહેનત ના હોય, ભાંજગડ ના હોય, ત્યાં આગળ હલકું હોય, ત્યારે ગમે. ખૂબ મહેનતનું કામ કરવાનું આવે કે એવું તેવું હોય કે માથાફોડ કરવાની હોય તો ના ગમે.
પ્રશ્નકર્તા : અહીં સત્સંગમાં કંઈ મહેનત કરવાની હોય કે માથાકૂટ કરવાની હોય તો બધું કરું.
દાદાશ્રી : એ વાત જુદી છે. પ્રશ્નકર્તા: બહાર શેના માટે મજૂરી કરવાની ? હવે જરૂર શી
માથાકૂટ કરે તોય મહીં કશું હાલે નહીં મને.
દાદાશ્રી : કો'કથી ના હાલે પણ તારા મનથી હાલી જાઉં. કો'કના માટે તો તું ગાંઠે જ નહિ. કોઈનેય ગાંઠે નહિ.
પ્રશ્નકર્તા : હવે એવું થઈ જવું છે કે મનનેય હું ના ગાંઠું. મનનું સાંભળ્યું નહીં. મન પ્રમાણે ના કરું.
દાદાશ્રી : એવું થઈ જાય ત્યાર પછી એ સેફસાઈડ થયો કહેવાય.
સાસરું ના ગમે, છતાંયે... | ગમે, ના ગમે, એ રહેવું ના જોઈએ. ના ગમતી સ્થિતિમાં ગયા હોઈએ ત્યાંય ‘ગમે' એવું કરી નાખવું જોઈએ. અને ગમતી સ્થિતિમાંય ગમે એવું કરી નાખવું જોઈએ. ‘ના ગમે' એ શબ્દ બોલ્યો ને ત્યાંથી જ અમે જાણીએ કે આ મનના આધારે ચાલે છે.
પ્રશ્નકર્તા : ખરું છે, એ કરેક્ટ છે.
દાદાશ્રી : આ છોડીઓય સાસરે જાય ને સાસરે એને ના ગમે મહીં. તે ઘેર જઈને, પિયરમાં જઈને વાત કરે કે મને ગમતું ન હતું
ત્યાં આગળ. ત્યારે ઘરવાળા કહે છે, “ના, ત્યાં રહેવું જ પડે. ચાલે જ નહીં”. અને કેટલીક પિયરે જાય ત્યારે ના ગમતું હોય એને. હા, તે પિયરવાળા કહે કે એવું ના રાખીએ ! ના ગમતું તે હોતું હશે ?
અભિપ્રાય પ્રમાણે ચાલતાસં !
રહી ?
દાદાશ્રી : જરૂર શી ને ના જરૂર શી ? એવું ના હોય. એ આપણો અભિપ્રાય થઈ ગયો કે આપણે આ આમ જ કરવું છે. ‘જરૂર શી’ એ ના બોલાય.
પ્રશ્નકર્તા ઃ બ્રહ્મચર્યની બાબતમાં કોઈ ગમે તેટલી મારી પાછળ
‘આમને’ (નીરુબેનને) છે તે ના ગમતું કશું નહીં, બધું જ ગમે. આટલા વર્ષોથી નિરંતર અમારી જોડે ને જોડે જ રહ્યાં છે પણ એમને કશી ભાંજગડ નહીં ને ! કારણ કે એ એમના (ધ્યયના) અભિપ્રાય પ્રમાણે ચાલનારાં ! એ મનને ગાંઠે જ નહીં. તે અમે એમની જોડે એક શર્ત કરેલી. મેં એમને કહેલું, ‘આ બ્રહ્મચર્ય તમારે પાળવું પડશે, તે આવી રીતે ચાલશો તો જ પળાશે.”