________________
૩૮૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૩૮૭
પ્રશ્નકર્તા: એ તો પહેલેથી જ એવું છે. મને કશું જ ગમતું
નથી,
પ્રશ્નકર્તા : છેલ્લા ત્રણ-ચાર દિવસથી મન એકદમ આમ સવળીએ ચઢી ગયું છે.
દાદાશ્રી : એ તો સીધું જ બતાવે. એ તો ક્યારેક ગાંડું કાઢે તો છ-છ મહિના સુધી જંપીને બેસવા જ ના દે તો તારો અભિપ્રાય ઊડાડી મેલે !
પ્રશ્નકર્તા : અત્યારનો મારો અભિપ્રાય સત્સંગમાં રહેવાનો છે, બ્રહ્મચર્ય પાળવાનો છે. મન એની સાથે સહમત થાય છે. તો અત્યારના સંજોગોમાં તો કશો પ્રોબ્લેમ નથી. તો મન ક્યારે ઊભું થાય ?
દાદાશ્રી : ‘નથી ગમતું થયું એટલે ત્યાં મન કહેવાય. ત્યાં મનના આધારે ચાલે છે. કોઈ પણ પ્રસંગ નથી ગમતો એ મનનો આધાર છે.
પ્રશ્નકર્તા : મનનો આધાર છે, પણ સાથે અભિપ્રાય છે ને ? દાદાશ્રી : અભિપ્રાયમાં ‘ના ગમતું હોય નહિ ને !
પ્રશ્નકર્તા : નોકરી નથી ગમતી. આ સત્સંગમાં રહેવું છે એટલે નથી ગમતી.
દાદાશ્રી : ના, એમ નહિ. ‘ના ગમતો’ અભિપ્રાય ના હોય. સત્સંગમાં રહેવું ભલે, સત્સંગમાં રહેવાનો અભિપ્રાય હોય, પણ ના ગમતું ના હોય. પછી જે બન્યું એ કરેક્ટ. એ જ મનની બધી બનાવટ ને ? ‘નથી ગમતું' થાય એ મનની બનાવટ બધી.
અભિપ્રાયતે વળગવું ! પ્રશ્નકર્તા : અત્યારે મારો અભિપ્રાય છે કે દાદાના સાંનિધ્યમાં રહેવું છે.
દાદાશ્રી : આ તો મન છે, તે તને સહમત થયું છે. તે છટકબારી ખોળે છે. ‘ના ગમતું સહન થાય ત્યારે જાણવું કે મન
દાદાશ્રી : પણ મારું કહેવાનું કે તેથી હું તને ચેતવું છું ને આ !
પ્રશ્નકર્તા : એટલે અત્યારના સંજોગોમાં મારે ગોઠવણી શી કરવાની ?
દાદાશ્રી : મનને ના ગમે એવી વસ્તુ ના રહેવી જોઈએ, ‘ના ગમતું' હોવું ના જોઈએ. ‘મને નથી ગમતું, મને નથી ગમતું' એ કહ્યું એટલે પોતે થઈ ગયો નિર્બળ. પોતે આમાં ન્યુટ્રલ થઈ ગયો. એટલે પછી પોતાનું ચલણ જ ના થયું કહેવાય.
અમને દરેક ચીજોમાં ગમે છે ને તબિયત બગડી હોય તોય ગમે ને આમ થયું હોય તોય ગમે. આ તો પેલા નાનાં નાનાં છોકરાઓએ નક્કી કર્યું છે ને કે “અમારે પૈણવું નથી' એના જેવી વાતો. કેટલુંક સમજ્યા વગર હાંક્ય રાખે.
નહીં પણ તેનો વાંધો નથી. ‘વ્યવસ્થિત'માં હોય અને ના પણે તો અમને વાંધો નથી. પણ ‘વ્યવસ્થિત'માં ના હોય અને પાછળ મોટી ઉંમરે બૂમાબૂમ કરે કે હું પૈણ્યા વગર રહી ગયો, તો કોણ કન્યા આપે ? પેલો છે તે બ્રહ્મચર્ય પાળી શકે. કારણ કે એ મનનું માનતો જ નથી. બિલકુલેય નહીં ને ! મનનું કશુંય માનવું ના જોઈએ. આપણો અભિપ્રાય જ માનવાનો ને મનનું થોડુંક માનીએ એટલે બીજી વખત ચઢી બેસે પછી તો.
પ્રશ્નકર્તા : મારું મન આવું બધું બતાવે કે સત્સંગમાં બેસવું છે, દાદા પાસે જવું છે.
દાદાશ્રી : મારે કહેવાનું કે આપણા અભિપ્રાય પ્રમાણે જો મન થતું હોય તો આપણે એક્સેપ્ટ છે.
પ્રશ્નકર્તા : મારે એ તો અભિપ્રાય છે જ અંદર પડેલો કે જ્ઞાની પુરુષના સત્સંગમાં જ પડી રહેવું છે.
જીત્યું.