________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
રોડ ઉપર ફરવા માંડ્યું, એટલે આપણે મારી-ઠોકીને, સીધા કરીને સીધા રસ્તે લઈ જવાના. કારણ કે ધ્યેય ચૂકાવડાવે છે એ.
અભિપ્રાય, ગમતાતો જ !
૩૮૪
પ્રશ્નકર્તા ઃ એવો મારો અભિપ્રાય હોય કે સત્સંગમાં જવું છે, દાદાની સાથે જ રહેવું છે. એ પોતાનો અભિપ્રાય જ હોય છે ને ?
દાદાશ્રી : એ અભિપ્રાય હોય પણ મન નહીં રહેવા દે. તું મનના કહ્યા પ્રમાણે ચાલે તો એ બ્રહ્મચર્ય નહીં પાળવા દે. એ તો તને પૈણાવશે.
પ્રશ્નકર્તા : પણ એ કઈ રીતે, મને સમજાતું નથી.
દાદાશ્રી : તું મનનું માનું. મનના કહ્યા પ્રમાણે ચાલે તું, તારા અભિપ્રાયનું ઠેકાણું જ નથી. તારું સ્ટ્રોંગ નથી.
પ્રશ્નકર્તા : આપની પાસે આવ્યો ને, ત્યારથી જ એવું હતું કે દાદાની સાથે જ રહેવું છે એમ.
દાદાશ્રી : એ બધું હોય. એ તો આ મન કહે છે પછી.
પ્રશ્નકર્તા : મન કહેતું હોય તો આ પાંચ વર્ષ થયાં. આ પાંચ વર્ષમાં એવું બતાવેને કે હવે નથી જવું, પણ એવુ ક્યારેય નથી બતાવ્યું.
દાદાશ્રી : એ મન જ કહે છે. મન આડું નથી થયું એટલે રહ્યું છે. બાકી આ નોકરી છોડવાનું કોણ કહે છે ? એ બધું મન જ કહે
છે.
પ્રશ્નકર્તા : એકચ્યુઅલી (ખરેખર) કેવું છે કે પહેલેથી જ નોકરી કરવા જવું જ નહોતું. પણ આમ સંજોગ એવા હતા એટલે છૂટકો નહોતો એટલે જતો'તો. પણ જેમ જેમ સંજોગ બાઝતો ગયો એમ પેલું છૂટતું ગયું.
મન કા ચલતા તન ચલે...
દાદાશ્રી : એ મન જ ના પાડે છે. તું કહેતો'તોય ખરો કે નોકરીમાં ત્યાં જઉં તોય મને ગમતું નથી. તે તું કહું અને જનાર તું, ‘ગમે નહીં’ એનું શું કારણ ? પેલું મન ના પાડે એટલે.
૩૮૫
પ્રશ્નકર્તા : એ તો મને ક્યાંય ગમતું નથી, કોઈ જગ્યાએ ગમતું જ નથી મને.
દાદાશ્રી : એટલે તારું આ મન જ એવું છે. તને તો આ પગાર આપતા હતા તોય નહોતું ગમતું. ત્યાંથી ના સમજી જઉં કે આ કોના આધીન ચાલે છે ? બ્રહ્મચર્ય પાળવાની વાતો આ મનને આધીન ચાલે છે.
પ્રશ્નકર્તા : દાદાનો સત્સંગ છોડીને ત્યાં નોકરીએ જવાનું થાય તો ના જ ગમે ને !
દાદાશ્રી : ના ગમે એ વસ્તુ જુદી છે. પણ પહેલાં આપણે સંસારી કાર્યો છોડી ના દેવાય. તું નોકરી છોડી દઉં તે ચાલે ?
પ્રશ્નકર્તા : નોકરી કરવાની ઇચ્છા જ નથી થતી.
દાદાશ્રી : કોઈ પણ માણસ નોકરી-ધંધા વગર ભાગ્યે જ રહી શકે. ના રહી શકે.
પ્રશ્નકર્તા : અત્યારે પછી મારે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એ થાય તો બહુ સારું.
પ્રશ્નકર્તા ઃ તમારા આશીર્વાદ હોય ને ?
દાદાશ્રી : આશીર્વાદ હોય.
આખી દુનિયાના મોટામાં મોટા માણસો, સંતોય મનના ચલાવ્યા ચાલે, તો ગબડી જાય છે. આ તો આપણે જ્ઞાન આપીએ એટલે થોડું મન ઉપર વિજય મેળવે છે, તોય મન ચાર-પાંચ કલાક માથાકૂટ કરે ને, તો પછી ગબડી જાય માણસ.