________________
૩૮૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૮૩
રહેતું? મન તો કહેશે, ‘આ મને ગમે છે.” આપણે કહીએ, “ના, જેવો ભરેલો માલ હોય તેવો નીકળે.’ પણ આજનું આપણું જ્ઞાન ના કહે છે, કે એ સ્વીકારશો નહીં. તુંય એવું કરે છે કે થોડો વિવેક રાખે ?
પ્રશ્નકર્તા : રાખું છું. દાદાશ્રી : ત્યારે સારું. ધ્યાનમાં લઈશ કે બધી વાતો ? પ્રશ્નકર્તા : લેવાની જ ને.
દાદાશ્રી : આવતી સાલ લઈશ ? થોડા અનુભવો થયા પછી, નહીં ?
પ્રશ્નકર્તા : ના, એવું નહીં દાદા, અત્યારથી જ.
દાદાશ્રી : ત્યારે ખરું. ભૂલ થાય તો કહી દઈએ કે આપણી ભૂલ થઈ ગઈ છે. આપણે અહીં તો બધી ભૂલો માફ જ હોય છે ને ! આપણે અહીં કંઈ ઓછાં ગુનેગાર ઠરાવવાનાં ? શાથી ભૂલ થઈ, એ અમે સમજી ગયા કે ‘વ્યવસ્થિત'. તારી ઇચ્છા હોય નહીં. તું તો એમ કહેતો હતો કે હવે મને ગમતાં જ નથી એવા વિચાર આવ્યા ને પછી ગમે છે તેવા વિચાર આવ્યા. શા ઉપરથી તું કહે છે ?
પ્રશ્નકર્તા : બીજી બધી વસ્તુ જુદી છે પણ ના પૈણવામાં તો આમ ડિસિઝન (નિર્ણય) આવી ગયેલું ને !
દાદાશ્રી : તું શેના આધારે ચાલે છે, શેના ઉપર આધાર રાખે છે ? આ મનના આધારે ચાલતો હોય તો તું પૈણ્યા વગર રહેવાનો નથી. આ તને કહી દઉં. આ મન તો બોલ્યા વગર રહેવાનું નથી. એક દહાડો ખૂબ બોલશે, ‘પૈણ, પૈણ, પૈણ, પૈણ. પેલી જ પૈણ, તે જે જોઈ તે જ !” હવે શું સમજણ પડે આમાં છોકરાઓને, આ બેભાન છોકરાઓને ? તું સમજજે, હં. મહીંથી તારામાંય બોલશે, પૈણો. માટે અક્ષરેય માનીએ નહીં. આપણે વિવેક રાખવો પડે.
મનનો ચાલ્યો તું ચાલું છું. ‘હવે મને નથી ગમતું, હવે મને
ગમે છે, આમ થાય છે, તેમ...' કેવી રીતે ના ગમતું થયું ? ના ગમતો મહેમાન આવે તોય ગમતો કહેવાય. શેના ઉપર ચાલે છે એ આધાર રાખે છે ? તું શેના ઉપર ચાલે છે.
પ્રશ્નકર્તા : મન પર ખરું ?
દાદાશ્રી : આજે મહીંથી વિચાર કોણ કરતું'તું ? એને કોણે મોકલ્યો ? પણ એ કહ્યું કોણે ? એ ખોળી કાઢને ! કોઈના કહ્યા વગર તું કશું કરતો નથી. તારો પોતાનો તો અભિપ્રાય છે જ નહીં તારી પાસે. એ ખોળી કાઢ્યું તે ? કોણ કહેતું હતું ?
પ્રશ્નકર્તા : એ બહુ ખબર ના પડે. દાદાશ્રી : મહીંથી નહોતું બોલતું ?
પ્રશ્નકર્તા : એટલે મહીંથી વિચાર આવે, ચાર-પાંચ વખત ને પછી જતો રહ્યો.
દાદાશ્રી : તો જો એને. એક સેકન્ડ વારેય નહીં ચાલે ત્યાં, એ જ પૈણાવી દેશે.
પોતાનો અભિપ્રાય ના જોઈએ ? સારાસાર વિવેકપૂર્વકનો અભિપ્રાય પોતાનો ના જોઈએ ? બીજું છે એ તો ગયા અવતારે ભરેલો માલ છે, જેવો સમજેલો એવો ભર્યો હતો.
મનના કહ્યા પ્રમાણે આપણે ના ચાલવું જોઈએ. આપણા ધ્યેય પ્રમાણે મનને ચલાવવું જોઈએ. અને ધ્યેય પ્રમાણે ના ચાલે તો ટકોર કરવી જોઈએ, બસ. મનના કહ્યા પ્રમાણે ચાલીએ તો વાંધો નથી, પણ આપણા ધ્યેય મુજબ હોય તો. નહીં તો ધ્યેય વિરુદ્ધ હશે તો ફસાવી મારશે, તો મારી નાખશે. એટલે ધ્યેય પ્રમાણે હોવું જોઈએ.
એટલે આપણે અહીંથી સ્ટેશને જવું છે, તો એની મેળે છે તે અહીંથી કોઠીના ચાર રસ્તા ભણી જાય, તે ભલે જતું, આપણને વાંધો નથી. અને વઢવા-કરવાની જરૂર નથી. અને ચાર રસ્તા પછી રાજમહલ