________________
મન કા ચલતા તન ચલે...
૩૮૧
૩૮૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) એટલે એણે ધીમે રહીને દરવાજો બંધ કરવા માંડ્યો. અમે દરવાજા આગળ પહોંચ્યા. મહીં પેસવાનો જ વખત. ત્યારે પેલો માણસ શું કહે છે? ‘વખત થઈ ગયો છે.” મેં કહ્યું, ‘ભાઈ, તારી ઘડિયાળમાં અગિયાર વાગ્યા, પણ મારી ઘડિયાળમાં તો પાંચ મિનિટ બાકી છે.” ત્યારે એ કહે, ‘એવું તેવું અમારે નહિ જોવાનું.’ હું સમજી ગયો કે આ બનાવટ કરી છે. આ લોકોએ. પછી અમે પાછા ગયા. બીજી જગ્યાએ ગયા ત્યારે ખબર આવી કે હવે બારણું ઉઘાડ્યું છે એટલે અમે ફરી પાછા મંદિરમાં આવ્યા. ના ગમતાને ગમતું એવું કર્યું ! રોફભેર પાછા આવ્યા. કોઈના મોઢા પર જરાય ફરક નહિ. અને વિજય પતાકા લઈને આવ્યા. એ હાર્યા ને આપણે જીત્યા. એના ફળરૂપે શું આવ્યું ? બેત્રણ કલાક પછી જે માણસ બંધ કરતો હતો કે, તેને જ પેલા શેઠે મોકલ્યો કે જા, કહી આવ, ‘દાદા ભગવાન' માટે દરવાજા ચોવીસેય કલાક ખુલ્લા છે. પછી દર્શન કરી આવ્યા.
ચાલે મત પ્રમાણે ફોરેનર્સ ! મનના કહ્યા પ્રમાણે હિન્દુસ્તાનના લોક ના ચાલે. મનના કહ્યા પ્રમાણે કોણ ચાલે ? ફોરેનમાં લેડીના મનમાં વિચાર આવ્યો, ‘સાલો, ધણી બહુ જ ખરાબ છે. આજ હવે એની જોડે છૂટા જ થઈ જવું છે.” એ મનમાં વિચાર આવ્યો તે તરત અમલમાં અને આપણી લેડી(સ્ત્રી)ના મનમાં વિચાર તો લાખ આવેલા હોય પણ અમલમાં ના આવે. આપણી લેડીઓને (સ્ત્રીઓને) વિચાર નહીં આવતા હોય એવા ?
મનનું તો સંભળાય જ નહીં. મનનું સાંભળે એનું સર્વસ્વ જાય. આ હિન્દુસ્તાનને માટે વાક્ય છે, હું કે ! ફોરેનમાં તો બધાં મન કા ચલાવ્યા જ ચાલવાનાં. કારણ કે એમની પાસે થર્મોમીટર છે, મન.
તમે વિચાર્યું છે એની પર ? મારા કહેલાની પર વિચાર્યું છે કે ત્યાંની લેડીઓ કેમ જતી રહે છે એકદમ ? અને આપણે ત્યાં એંશી વર્ષ સુધી શાથી નભે છે ? વિચારને ગાંઠે નહીં. ઉપરથી આવા વિચાર આવ્યા તે માફી માગી લે કે હવે મને કેમ થાય છે આવું ?
ન થવું જોઈએ, ક્ષમાપના લે.
એટલે મનના ચલાવ્યા કોને ચાલવાનું છે ? એક ફોરેનવાળાને. ઈન્ડિયનોને મનનાં ચલાવ્યું ના ચલાય. જે લોકો પુનર્જન્મને સમજતાં થયાં છે એમણે મનનું ચલાવ્યું ના ચલાય. એટલે ફોરેનવાળાને વાંધો નહીં. ફોરેનવાળાને તો એને ગમી એ લેડી. પછી ભલેને બીજે દહાડે જતી રહે, ડાઈવોર્સ કરીને. આપણે ત્યાં એવું ના ચાલે.
ત ચૂકાય, સારાસારતો વિવેક ! આપણો વિવેક પહેલો કે મને પહેલું ? પ્રશ્નકર્તા : વિવેક પહેલો.
દાદાશ્રી : તો તું તો મનના કહ્યા પ્રમાણે ચાલે છે. (ધ્યેય માટે) સારાસારનો વિવેક પહેલો હોય. હવે પાછું એનું મન, ‘હવે આવે તો વાંધો નહીં’ કહેશે. તો ‘ના’ કોણ કહેતું હતું, ‘હા’ કોણ કહે છે, એને ખોળી કાઢને ! પકડ એને. એનું એ જ ‘ના’ કહે છે, એનું એ જ ‘હા’ કહે.
પ્રશ્નકર્તા : સમજ પડે કે આવું છે, એટલે પછી ફરી જાય.
દાદાશ્રી : ત્યારે શી સમજથી અવળું થઈ ગયું હતું ? તે નથી ગમતું, એ શી રીતે એનું ગમતું થઈ ગયું ? પહેલાં ગમતો હતો શા આધારે ? એ જેના આધારે ચાલે છે ને, એના આધારે ચલાય નહીં. એની પર વિવેક જોઈએ.
તેથી આ નોકરી બધું છોડી દેવાનું કારણ જ આ છે કે મનના કહેવાના આધારે ચાલ ચાલ કરે છે. વિવેક, સવિવેક તો હોવો જોઈએને ! મન તો ફિઝિકલ છે, એવું તું ના જાણે ?
પ્રશ્નકર્તા : એવું ઘણીવાર સાંભળેલું દાદા પાસે, કે મન ફિઝિકલ
દાદાશ્રી : સાંભળેલું ને, પછી ? તારે પાંસરું રહે છે કે નથી