________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
શકો. આપણું જ્ઞાન એવું છે. નભાવી શકાય એવું જ્ઞાન છે. બીજાં કર્મ તો છોડે જ નહીં ને ? શી રીતે છોડે કર્મ ?
૩૭૮
પ્રશ્નકર્તા : લગ્નવાળું કર્મ પાછળ ના પડે ?
દાદાશ્રી : બહુ ચીકણું હોય તો પાછળ પડે. અને તે ચીકણું હોય તો આપણને પહેલેથી ખબર પડે, એની ગંધ આવી જાય.
પ્રશ્નકર્તા અને જ્ઞાનથી ઉદીરણા થઈ શકે એવું છે ?
દાદાશ્રી : એ તો જ્ઞાનથી રાગે પડી જાય. આપણું આ જ્ઞાન એવું છે કે એ કર્મને પતાવી શકે (લગ્ન થવાનું ઉડી જાય). પણ આ
બીજાં કર્મ તો ના પતે ને !
મતતું સાંભળવું નહીં !
ડરે નહીં તો બધા ઈનામ મળે. ડર્યો એની પાછળ બધાં ભૂતાં ફરી વળે. તને સમજાઈ આ વાત ?
પ્રશ્નકર્તા : સમજાઈ ને.
દાદાશ્રી : તો તું શું નિશ્ચય લાવ્યો ?
પ્રશ્નકર્તા : નિશ્ચય તો નથી લાવ્યો.
દાદાશ્રી : નિશ્ચય ના આવે ત્યાં પછી મહીં કોણ બોલે છે ? પાર્લામેન્ટમાં કોણ બોલે છે ? પાછું કોનું કહેલું બોલે છે ? મનનું કહેલું ? મનનું તો મનાય જ શી રીતે ? જ્ઞાની થયા પછી મનનું માને કોણ ? મનનું માનવાનું હવે થોડું છૂટતું જાય છે ને ? પણ તે બધું બંધાઈ ગયેલું જ છે ને ? મનનું જ બંધાયેલું. આ જ્ઞાનથી છોડી શકાય એવું છે. પણ એને શું ટેસ્ટ પડે છે કે મનનું કબૂલ કરે છે.
હું આપણા મહાત્માઓને શું કહું છું ? મનનું એક અક્ષરેય માનશો નહિ. મનનું સાંભળવાનું જ છોડી દેવું. મનને ને તારે શું એટલો બધો સંબંધ છે ? એવી ભૂલો હોય ખરી ?
મન કા ચલતા તેન ચલે...
૩૭૯
‘વ્યવસ્થિત'તી સમજણે....
પુણ્યે હતી ત્યારે તો આ મળ્યું. હવે પાછી પુણ્યે પૂરી થાય પછી બીજું આવશે. પછી એ બીજુંય પૂરું થશે. પાછી પુછ્યું આવશે. એમ ચાલ્યા કરશે....
આપણું વિજ્ઞાન જ મજબૂત છે ને ! દાદાનો સંયોગ બાઝે તો ‘વ્યવસ્થિત’, ના બાઝે તો ‘વ્યવસ્થિત’. ત્યારે કંઈ મૂંજી થઈને મરી જવાય ? કર્મના ઉદય નાય હોય. પછી લોકો શું કહે ? મૂંજી છે આ માણસ. મોઢાં ઉપરથી મૂંજી તેં જોયેલા ?
ના ગમતું ને ગમતું હોય, તે (ભાવ)ને બાજુએ મૂકી દો. પછી (ક્રિયા) એ તો ‘વ્યવસ્થિત’ અને ‘વ્યવસ્થિત’ પાછું એવું કરશે. ના ગમતું હોય એ બાજુએ મૂકી દો તોય ‘વ્યવસ્થિત' છોડે નહીં ને ! એવું છે ને, દુનિયામાં બે વસ્તુ, ગમતું ને ના ગમતું. તે ગમતું તો ઊંઘમાંય ગમે. એ ના ગમતાને ગમતું કરી નાખ્યું એટલે બધુંય ગમ્યું. પછી બીજી કશી નવી જાતની કોઈ વસ્તુ આવે જ નહીં. માત્ર 'અ' તો 'સ' !
પ્રશ્નકર્તા : ના ગમતાને ગમતું કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : અગવડનો ‘અ’ કાઢીને સ’ મૂકી દીધું. ગમતું ને ના ગમતું છૂટી ગયું એટલે અંતરાય તૂટ્યા. અમારી પાસે બધા અંતરાય તૂટી જાય ને પછી ! પછી તો ભોગના અંતરાય તૂટે. પછી ઉપભોગના અંતરાય તૂટે. જમવા બેસે તો સારી ચીજો લોક મૂકી જાય.
પ્રશ્નકર્તા ઃ ગમતું, ના ગમતું છૂટી ગયું એટલે ? દાદાશ્રી : ના ગમતાને ગમતું કર્યું તે. છૂટી ગયું નહિ પણ ના ગમતાને ગમતું કર્યું, તે પછી અંતરાય તૂટે ને !
અમે એક મંદિરમાં ગયા હતા. સાથે પચાસ માણસો હતા. અમે ગયા ત્યારે મંદિરનો દરવાજો ઊઘાડો જ હતો. તે અમને પેસતાં દીઠાં