________________
૩૭૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૭૭
પેલા ભાઈને ના ગમીએ એવું કરીએ તો કેટલો અવિનય થાય ? એ શુદ્ધાત્મા જ કહેવાય. દુશ્મન હોય તોય ગમાડવું પડે. તે દુશ્મન તો નહોતો ને ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આમાં થોડીઘણી સમજવા જેવી વાત હશે ? પ્રશ્નકર્તા : બધી જ.
દાદાશ્રી : અમને એવું થાય કે આ પ્રમાણે વલણથી તારું ચિતરામણ કેવું હશે ? હોય નહિ આવું વલણ ! પરંતુ ઘડીકમાં ન ગમે, ઘડીકમાં ગમે, અરે, અહીં રહ્યા પછી ? પાછું એનું પ્રોટેક્શન ? શી રીતે બધું રાગે પડે છે ?
ગૂંચાયો હો તો ઉકેલ લાવે ખરો કે, ગમે તેવી ગૂંચામણમાં ? પ્રશ્નકર્તા : પ્રયત્ન કરું. દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે કેટલું ચાલો છો ? પ્રશ્નકર્તા : એવું કંઈ ખબર ના પડે.
દાદાશ્રી : મને કહે કે આ મમ્મી બરાબર નથી, સારી નથી, તો શું કરો ?
પ્રશ્નકર્તા : પછી શુદ્ધાત્માને નમસ્કાર કરું. દાદાશ્રી : આવું શીખવાનું હોય કે ના હોય ?
સંયોગોને પતાવો મનનું હઉ માનતો હોઈશ ને ? તું મનનું માને છે ? અમે તો એક અક્ષરેય મનનું માનીએ તો તો આ બધાંની જોડે વીતરાગતા શી રીતે રહે ? રહે ખરી વીતરાગતા ? અમારેય મન બૂમ ના પાડે ?
પ્રશ્નકર્તા : બૂમ પાડે ને.
દાદાશ્રી : જે સંજોગો આવે એ સંજોગોને પતાવવાની જરૂર છે. નહિ તો આગળ જતાં ઊલટાં વધતા જાય. માટે ‘આવો’ કહીએ. ‘જે આવવું હોય તે આવો.' એ પછી મોકળા થતા જાય. તો એ છૂટે, નહીં તો આ તો જિંદગીભર ના છોડે ને, આપણે એનાથી ભાગીએ તો ? ભાગીએ તો એ છોડે ? કારણ કે એ તિરસ્કારેલી વસ્તુ જો રહે તો એ સામી ઊભી રહેવાની. પતાવટ ના કરવી પડે ?
પૈણવું નથી’ એ વાત જુદી છે અને નોકરી નથી ગમતી એ વાત જુદી છે. નોકરી નથી ગમતી તો એક ધંધો કરવો જોઈએ. મનને કંઈક ખોરાક જોઈએ કે ના જોઈએ ? કે ચાલે ?
પ્રશ્નકર્તા : જોઈએ ને, નહીં તો બીજું ચરવા માંડે.
દાદાશ્રી : ગમે તેટલો આધ્યાત્મિક ખોરાક આપો તોય પણ મનને બીજો ખોરાક આપવો પડે. કારણ કે તમારું ગજું નથી એટલું.
કંઈ ઉપદેશનું કારણ થાય છે આ બધી વાતો ? આનેય નોકરી ન હતી ગમતી. જ્યારે અહીં આવે ત્યારે મને કહે, ‘નોકરી નથી ગમતી. મારે છોડી દેવી છે.' મેં કહ્યું, ‘અલ્યા, ના છોડીશ. નહીં તો સાઠ વર્ષે નોકરી કરવા જવું પડે. જે કામ અધૂરું મૂકીને ભાગી ગયા, ભાગેડુ થયા, તે પાછો ત્યાં સાઠ વર્ષે કરવા જવાનું.’
એડજસ્ટ થવું પડશે. એ છૂટકો નહીં થાય. એ લોક મારી-ઠોકીને કરાવશે. એ કર્મ છોડે નહીં ને ? છોડે ખરું ? કર્મ તો પાછળ પાછળ ભમ્યા કરે, ભૂત પાછળ પડ્યું હોય એવું.
વિષયની વિજ્ઞાનથી પતાવટ ! પ્રશ્નકર્તા : આ કર્મનો સિદ્ધાંત, બ્રહ્મચર્યની બાબતમાં એવો ખરો ?
દાદાશ્રી : બ્રહ્મચર્ય એટલું તમે એક નભાવી શકો કે આ તમે નક્કી કર્યું હોય કે નથી પૈણવું. તે તમારું જો મનોબળ હોય તો નભાવી