________________
૩૯૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૯૯
પ્રશ્નકર્તા : પણ એ તો પછી નોકરીએ જવાનું ના થાય ને ?
દાદાશ્રી : એ જ છટકબારી ને ! ભાગી છૂટવાનું. આ તો મહિના સુધી રહે પણ પોતાનો પુરુષાર્થ જાગ્યો નથી. આ તો મન જ પાછું વળ્યું છે. એટલે એ જાણે કે હું વળ્યો છું. બધું મનના કહ્યા પ્રમાણે ચાલ ચાલ કરે છે. છટકબારી છે એવી ખબર પડે ? તમે સાચા રસ્તે ચઢ્યા હોય ને તો બધાય સંજોગો સારા આવતા જાય. રસ્તો ઊંધો હોય તો બધા જ સંજોગો ધીમે ધીમે વિકટ થતા જાય. પછી સંઘર્ષ કરી કરીને જીવો, એનો શો અર્થ ?
તમામ ખેંચો તોડ્યા પછી “આ' પદપ્રાતિ ! ખેંચ છે, તે તારી છે કે પેલા મનની છે ? પ્રશ્નકર્તા : એ એમાં મનની હોય કે અહંકારની હોય ?
દાદાશ્રી : અહંકારેય તું નથી ને ખેંચેય તું નથી, મનેય તું નથી. તું જુદો છે એનાથી, પછી તારે શું લેવાદેવા ?
પ્રશ્નકર્તા : ના, એ ખેંચ વખતે એ દેખાય છે કે આ ખેંચ છે, આ ખોટી છે, છતાં એ વખતે પાછું આવું ચાલ્યા જ કરે છે.
દાદાશ્રી : મહીં દેખાડે. તું એક દહાડો મને કહેતો હતો કે ‘નીચે જઈ આવું.” પછી તું નીચે ગયો એટલે મારા મનમાં વિચાર આવ્યો કે હવે આના કરતાં આપઘાત કરવો સારો, કોઈ સુધરતું ના હોય તેના કરતાં. એટલા માટે શું મારે એ કરવું ? આવું નહીં દેખાડે તેથી આપણે કરવું ?
પ્રશ્નકર્તા : એ દહાડે વિચાર હતો ને આ તો ખેંચ છે. ખેંચ બહુ જુદી વસ્તુ છે. વિચાર હોય તો તો વિચારને ના ગાંઠું. પણ આ ખેંચ થાય ત્યાં ખેંચાઈ જવાય છે પછી.
દાદાશ્રી : અરે, આ બધી ખેંચો તોડીને હું આ ‘દાદો' થયો . અને તમને શીખવાડું છું, ખેંચ તોડો. જો હું માથે છું તો તૂટશે, નહીં
તો નહીં તૂટે. ખેંચ તૂટે એવી નથી. પણ હું છું તો તૂટશે. ગમે એવા પહાડના પહાડ તૂટી જશે, હું છું તો ! નહીં તો નહીં તૂટે. માટે તોડી નાખવું છે કે રાખી મૂકવું છે ? આપણા મહાત્માઓ જે માંગે તે આશીર્વાદ આપું છું ને, અને એને ફળિભૂત થાય છે એનું શું કારણ હશે ? અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે ! ભગવાન પ્રગટ થયા ત્યાં બાકી શું રહે ? એટલે અત્યારે તમારે ખેંચો-બેંચો બધુંય નીકળી જાય એવું છે. ના નીકળી જાય ?
પ્રશ્નકર્તા: નીકળી જાય. દાદાશ્રી : તારે ખેંચી કાઢવી છે ? પ્રશ્નકર્તા : કાઢી જ નાખવાની છે. દાદાશ્રી : ખેંચ ગયા પછી શાંતિ વધારે રહેશે કે ઓછી રહેશે? પ્રશ્નકર્તા : વધારે રહે. દાદાશ્રી : ત્યારે પછી હવે કાઢી નાખે તો શું ખોટું ?
પ્રશ્નકર્તા : દાદા, એને મહીંથી સપોર્ટ (આધાર) હોય છે. એટલે પછી જતી નથી.
દાદાશ્રી : હા, પણ તું અંદર મારી રૂમમાં બેસવાનું કહેતો'તો. તે અમે કહ્યું કે ડીસમીસ કરીશું એટલે તે બંધ કરી દીધું કે ના બંધ કરી દીધું ? આ ખેંચ કરવી સારી કે આ ખેંચ ના કરવી સારી ? આ ખેંચ કરીશું તો ડીસમીસ થઈશું. તો પછી તે કયું છોડી દીધું ?
પ્રશ્નકર્તા : અંદર બેસવાનું.
દાદાશ્રી : હા, બેસવાનું છોડી દીધું. કારણ કે, જાણે કે મારા હિતમાં છે આ. એવું આને તું હિત માનું છું, સમજું, તો ખેંચ નીકળી
જાય.
પ્રશ્નકર્તા : દાદાનું કહેલું કડવું હોય જ નહીં.