________________
૩
%
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૭૧
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે મનના કહ્યા પ્રમાણે નહિ ચાલવાનું. એટલે રાત્રે નક્કી કર્યું કે હવે નથી ચગાવવી.
દાદાશ્રી : પહેલાં ચગાવતો હતો ? પ્રશ્નકર્તા : બહુ ચગાવતો હતો. દાદાશ્રી : દર સાલ ? પ્રશ્નકર્તા : અઠવાડિયું ચગાવતો હતો. સવારથી સાંજ સુધી. દાદાશ્રી : કેમ અઠવાડિયું જ ? સીઝન તો આવડી મોટી છે ને? પ્રશ્નકર્તા : પછી તો કોઈ ચગાવનારું હોય જ નહીં ને !
દાદાશ્રી : આ તો કોઈ હોય તો જ, એટલે બીજા લોકોની જરૂરિયાત છે આમાં.
પ્રશ્નકર્તા : અગાશીમાં ઉપર પેલી બૂમો પડે ને કે, ‘પતંગ કપાયો, પતંગ કપાયો', એટલે મન થાય કે ચાલો જઈએ હવે.
દાદાશ્રી : પણ આપણે શું લેવાદેવા ? બૂમો તો આપણે અહીં આગળ મસ્જિદ હોય છે ત્યાં મહીં બાંગ પોકારતા હોય, બૂમો પાડતા હોય તો આપણે શું ત્યાં દોડવું ?
પ્રશ્નકર્તા : ત્યાં કંઈ લેવાદેવા નથી. દાદાશ્રી : તો પછી ? પ્રશ્નકર્તા : હવે એવું નહીં થાય.
દાદાશ્રી : પતંગ-બતંગ હોય નહિ આપણને. હોતા હશે ? એ જો પતંગોમાં સો રૂપિયા ખર્ચાતા હોય તો આઠ પુસ્તકો ના આપણે છપાવીએ ? લોકોને હિતકારી થઈ પડે. પેલું કંઈ આવશ્યક છે ? એના વગર મરી જવાય ? મરી જવાય એ જ ચીજ કરવી પડે. અને છતાંય કહેશે, ‘મને હજુ ખાવાનો શોખ રહી ગયો છે? તો હું કહું કે છો રહ્યો. તેથી સંતોષ થાય છે, એક જાતનો. શરીરનેય પણ સંતોષ થાય છે.
બુદ્ધિનેય સંતોષ થાય છે. એનો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : મારે કેવા પ્રકારનું આવરણ આવ્યું ? દાદાશ્રી : એ હવે પૂછીને શું કામ છે તે ? પ્રશ્નકર્તા : કાઢવું તો પડશે જ ને ?
દાદાશ્રી : આ જેટલું કહીએ એટલું કાઢતો જશે એટલે એક દહાડો એનો આરો આવી જશે, કે ભઈ, મનના કહ્યા પ્રમાણે તારે ચાલવું નહિ. મન પતંગ ચગાવવાનું કહે તો ના કહી દઈએ. ફક્ત મન એટલું કહે, અંદર એક લાડવો છે, તે અડધો ખઈ લઈએ, તો અડધો ખઈ જજે.
મત એટલે ગતજ્ઞાત... મન એટલે પાછલા અવતારનો માલ, તે અવતારમાં આપણે ગાંડા હોય કે ઘેલા હોય, જેવો ભરેલો એ આ ફેરે નીકળે છે. તેથી આપણે એના પ્રમાણે ચાલવું ?
પ્રશ્નકર્તા: ના જ ચલાય.
દાદાશ્રી : તેય ચાલે જ છે ને ! ના ચલાય. આપણે પાછલા અવતારનો માલ ભરેલો અને તે વખતે જે સ્થિતિ હશે તે પ્રમાણે ભરેલો. અત્યારનું જ્ઞાન આપણને મોક્ષે લઈ જવાની વાત કરે તો આપણે એનું, આ જ્ઞાનનું એક્સેપ્ટ કરવું કે પેલું કરવું ?
પ્રશ્નકર્તા : આ જ્ઞાનનું એક્સેપ્ટ કરવું.
દાદાશ્રી : તે તો કરતા છે નહિ અને બોલે છે મોટી મોટી વાતો ! તે અણગમો તો ના જ રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા : મનના ચલાવ્યા ચાલે છે એનું કારણ શું ?
દાદાશ્રી : પોતાની નબળાઈ. અનંત અવતારથી નબળાઈ પેસી ગયેલી, તે નીકળતી નથી. હવે પોતાનો એવો અહમ્ નહીં, એવી