________________
મન કા ચલતા તન ચલે...
૩૭૩
૩૭૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) નબળાઈ જ છે ખાલી. મનના કહ્યા પ્રમાણે ચલાય જ કેમ ? એક અક્ષરેય મનનો માનવો નહિ. “ચલે જાવ’ કહીએ. પછી બીજું કશું નહિ. આવે ખરું મનમાં, પણ તે ગાંઠે નહિ. એક અક્ષરેય ગાંઠતો નથી.
ઉકેલ લાવી નાખ ને ! તું તારા મનમાં માની બેઠો હોય કે સાવ સોનું છે પણ નકામું જશે. ધૂળમાં જતું રહેશે. સાવ સોનું પણ શું કરે ? જ્યાં ધણી જ નહિ. જે મકાનમાં ધણી નહિ, એ મકાનમાં સોનું પછી કામનું જ શું છે ?
કરવાથી નહિ, સમજવાથી છૂટાય... પ્રશ્નકર્તા : હવે ફાઈનલી મારે આ મનના કહ્યા પ્રમાણે ચલાય છે, તેમાંથી છૂટવા માટે શું કરવું ?
દાદાશ્રી : કરવાનું હોતું હશે ત્યાં ? પ્રશ્નકર્તા : અમુક સ્ટેપ તો લેવાનાં ને ?
દાદાશ્રી : શાનાં સ્ટેપ લેવાનાં ? એ તો સમજવાનું છે. સમજીને ચોકડી મૂકી દેવાની. આપણો અનિશ્ચય છે એની ઉપર ચોકડી મૂકી દેવાની અને નિશ્ચયનો સ્વીકાર કરી લેવાનો.
પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાનું નહિ. મન બતાવે એટલે ‘નથી ચાલવું' એમ શરૂ જ કરી દેવાનું.
દાદાશ્રી : નાપાસ જ કરી દેવાનું. આપણા ધ્યેયને ચૂકવે એ ભાગ બધો ઊડાડી દેવો. આમાં કરવાનું શું છે ? નિશ્ચય ફક્ત. તે નિશ્ચય ડગે નહીં એવો કર્યો છે કે નથી કર્યો ?
પ્રશ્નકર્તા : નિશ્ચય ડગે નહિ એવો કર્યો છે. દાદાશ્રી : સો ટકા ડગે નહીં એવો ? પ્રશ્નકર્તા : એવું લાગે છે. દાદાશ્રી : પણ થોડો કાચો ખરો તું અને તે છતાંય અમે કહીએ
કે ભઈ, હજુ મન છે તે સાચી વસ્તુમાં કૂદાકૂદ કરતું હોય તો કર ! અમે લેટ ગો કરીએ, કે ભઈ, એ સાચી વસ્તુ છે. કંઈ આ ગાયનો (ગીતો) સાંભળવા એ કંઈ સાચી વસ્તુ નથી. આ ખાવાનું એ સાચી વસ્તુ છે. તે એને અમે લેટ ગો કરીએ. સૂવાની વસ્તુ સાચી છે, તે એને અમે લેટ ગો કરીએ કે ભઈ, અમુક ચાર કલાક સુધી સૂજે કે પાંચ-છ કલાક સૂઈ જજે. આ પતંગ ઉડાડું એની જરૂરિયાત કેટલી ? કેટલાય લોક, જેને જ્ઞાન ના હોય તેય કહે કે આની શી જરૂરિયાત છે ? આ તો વગર કામની, અનાવશ્યક પીડા ! એવું જ્ઞાન ના હોય તોય કહેનારા હોય કે ના હોય?
પ્રશ્નકર્તા : હોય ને.
દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચાલવું એટલે મિકેનિકલ કહેવાય. આ બુદ્ધિજીવીઓ છે તે મનના કહ્યા પ્રમાણે નહિ ચાલવાના, બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલવાના. પણ તેય ખોટું. એ બુદ્ધ બનાવે, છેવટે.
આપણે પુરુષ થયા પછી, પુરુષ અને પ્રકૃતિ બે જુદાં પડ્યા પછી, નિશ્ચય ના હોય તો એ કામનું જ શું છે ? અને મન તો ‘રિલેટિવ'માં ગયું. એનો તો સ્વીકાર જ ના હોય ને !
બધું જ “ગમતું રાખવું ! અને વ્યવહારમાં પાંચ માણસો શું કહે છે એ આપણે કરવું. આપણે લોકોને પૂછીએ કે ‘ભાઈ, મારે હવે શું કરવું ?” ત્યાં હજુ (બ્રહ્મચારીઓને સાથે રહેવાનું) મકાન તૈયાર ના હોય તો કંઈ નોકરી કશું કરે ?
પ્રશ્નકર્તા : પણ વ્યવહારના લોકો તો વ્યવહારની સલાહ આપે ને બધી ?
દાદાશ્રી : એ બધાય ના આપે. એ તો પાંચ જણને પૂછીએ, બધાંને. જ્યાં પંચ બોલે ત્યાં પરમેશ્વર આપણે ત્યાં કહેવાય છે. અને તે આપણને સમજણ પડે એવી બાબત છે. આમાં બીજું શું હોય ?