________________
મન કા ચલતા તન ચલે...
૩૬૯
૩૬૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એક બાજુ તમે ગમતું કરવાનું કહો છો અને બીજી બાજુ ના ગમતું કરવાનું કહો છો.’
દાદાશ્રી : આ પતંગ ચગાવવાની ઇચ્છા થાય એ ક્યારે બ્રહ્મચર્ય પાળી શકે ? આવા માણસને પેસવા દેવાતા હશે કંઈ ?
પ્રશ્નકર્તા : મેં રાત્રે નક્કી કરેલું કે હવે આપણે પતંગ નથી ચગાવવી અને સવારે ઊઠ્યો ત્યારથી જ મહીં થયા કરે કે, ‘ચગાવવી તો જોઈએ જ ને !'
દાદાશ્રી : તે તો વળી બ્રહ્મચર્ય ક્યારે પળાય ? પીસ્તાલીસ વર્ષ પછી કહેશે કે ‘હવે મારે પૈણવું છે.’ તો ત્યારે વહુ ના મળે. રાહ જોઈએ તોય ના મળે. એટલે નિશ્ચયબળ જોઈએ.
પતંગની બાબતમાં તો બે મહિનાથી મન પાછળ નથી પડ્યું ને ? કેટલા કલાકથી પાછળ પડ્યું હતું ?
પ્રશ્નકર્તા : ચાર-પાંચ કલાકથી.
દાદાશ્રી : તે ચાર-પાંચ કલાક પર જ ઢીલું થઈ ગયું, તો છે મહિના સુધી પાછળ પડશે, ‘પૈણો, પૈણો.’ તે એમાં પુરાવા સહિત દેખાડશે બધું. તો શું થાય પછી ? મન કહેશે, પતંગ ઉડાડો, એટલે પતંગ ઉડાડે. થોડીવાર પછી મન કહેશે કે બ્રહ્મચર્ય પાળ ! અલ્યા, બ્રહ્મચર્ય તો નિશ્ચયવાળાનું કામ છે. કંઈ તમારા લોકોનું કામ છે આ ? એ તો પુરુષાર્થી માણસ, પુરુષ થયેલો હોય ! આ પ્યાદાનું શું કામ
હું જોઉં છું.’ કિંમત જોવાની છે ! ઉડાડનાર તો મૂરખ માણસો હોય તે ઉડાડે. તે એને સમજણ નહીં હોવાથી આવું બધું ચાલ્યા કરે છે.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું, કિંમત જોવાની છે એ કેવી રીતે ?
દાદાશ્રી : આ પતંગ જોઈએ ને, એટલે સૂર્યનારાયણેય આપણી આંખમાં થોડા થોડા દેખાય. એટલે બહુ ઉત્તમ ફળ આપે એવું છે, આ મકરસક્રાંતિના ટાઈમમાં. તે આ સૂર્યને જોવા માટેનું જ છે, આ પતંગ ઉડાડવા માટે નથી. ઉડાડવી હોય તો ગમે તેમ બાંધી દો અને શક્તિ હોય તો ચઢ્યા કરે એની મેળે, દોરી ઉકલ્યા કરે. તેને આપણા લોકો બેભાનપણે ઉડાડવા જાય બિચારા ! ભાન જ નહીં ને કશું !
પ્રશ્નકર્તા : પછી ફટાકડાનું હતું ને એવું. તમે ફટાકડા ફોડતા ન હતા ને ?
દાદાશ્રી : એ દારૂખાનું ફોડનાર, મજૂરો ફોડે અને રાજા જુએ. કોઈ રાજાએ ફોડેલું નહીં. બધા રાજા ખુરશીમાં બેસીને જોયા કરે. નોકરો ફોડે પછી. તને ન્યાય શું લાગે છે ? તું રાજા હોઉં તો તું જાતે ફોડું કે જોઉં ?
પ્રશ્નકર્તા : રાજા હોઉં તો જોઉં ને !
દાદાશ્રી : અરે, તારામાં ને રાજાઓમાં શું ફેર છે ? આ ગાયકવાડને જુઓ તો એ જ વેષ છે. શું ફેર છે ? એમની પાસે નથી ગામ, તે તારી પાસે નથી ગામ. હવે રાજા જ છે ને બધા ? ત્યારે તું શરીરે રૈયત છે ?
મને તાળો કરવાની ટેવ ને, એટલે આ ફટાકડામાં, પતંગમાં શું લાભ છે એ હું જોઈ લઉં. ફક્ત પતંગ ઉડાડવા જવું એ એક જાતની કસરત છે. બાકી, આપણે લાભ સાથે કામ રાખવું. આવી જરૂર નહિ. એય બેભાનપણે છાપરા પર ફર્યા કરે, તે એક જણ તો આખું પતરું લઈને નીચે આવ્યો (નીચે પડ્યો) !
તે પતંગ નહીં ઊડાડવાનો નિશ્ચય કર્યો હતો ?
હું તો નાનપણથી જ કહેતો હતો, ‘કઈ જાતના આ માણસો, આ છોકરાં ?” પતંગ ઉડાડવી એટલે શું ? લોકોને દેખીને, એનું સરવૈયું કાઢી આપે કે મને આમાં સુખ પડ્યું. લોકો દેખાડે એના પરથી પોતે સુખ માની લીધું. હું મારી જિંદગીમાં કોઈ દહાડો પતંગ વેચાતી લાવ્યો નથી. આ લોકો દોરા કરે તે હાથે પેલા ઘસરડા પડે ને કહેશે, ‘જો મારા હાથ કેવા થઈ ગયા છે ?” હું તો શું કરું, ‘તમે ઉડાડો ને