________________
उ६६
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૬૭
કરવાનાં બધાંને ? તને આ બધી વાતો સમજાય ?
પ્રશ્નકર્તા: થોડું થોડું સમજાય છે. મને તો એવું જ લાગે છે કે મારો નિશ્ચય છે.
દાદાશ્રી : શાનો નિશ્ચય તે ? મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે ! નિશ્ચયવાળાને આવું મન હોતું હશે ? મન હોય પણ હેલ્પીંગ હોય. ફક્ત પોતાને જરૂરિયાત પૂરતું જ, જેમ બળદ હોય તે પોતાના ધણીના કહ્યા પ્રમાણે ચાલે ને. પણ આપણે આમ જવું હોય ને એ આમ જતા હોય તો ?
છો તે બૂમો પાડે ! પ્રશ્નકર્તા : મનને ઇન્ટરેસ્ટ ના પડે તો એ બૂમો પાડે ને ?
દાદાશ્રી : છો ને બૂમો પાડે તે ! બધાંયને એવું બૂમો પાડે. મન તો બૂમો પાડે. એ તો ટાઈમ થાય એટલે બૂમો પાડે. બૂમો પાડે તેથી શું કશું દાવા માંડવાના છે ? ઘડીવાર પછી પાછું કશુંય નહીં, એની મુદત પૂરી થાય એટલે. પછી આખો દહાડો બૂમ ના પાડે. જો મહીં તું ફસાયો તો ફસાયો. નહીં તો ના ફસાયો તો પછી કશુંય નહીં. તું સ્ટ્રોંગ રહે ને ?
પ્રશ્નકર્તા : કેટલીક વખત સ્ટ્રોંગ રહેવાય.
દાદાશ્રી : તારું મન તો શું કહેશે, “ આ ભણતરેય પૂરું નથી કરવું.” એવું કહે તો એવું કરવું ?
પ્રશ્નકર્તા : દાદા કહે એવું કરું.
દાદાશ્રી : અમે કંઈ તારું અહિત કરીએ ? તમે તમારી જાતનું અહિત કરો પણ અમારાથી થાય નહિ ને ! અમારા ટચમાં આવ્યા એટલે તમારું હિત જ કરવા માટે અમે બધી દવા આપી ચૂકીએ. છતાંય મન ના સુધરે તો પછી એ એનો હિસાબ. બધા પ્રકારની દવાઓ આપીએ અને દવાઓ તો બધું મટી જાય એવી આપીએ. છતાંય પોતે
જો આડો હોય તો પીવે જ નહીં ને !
પ્રશ્નકર્તા : નાક દબાવીને રેડી દેજો.
દાદાશ્રી : નાક કોણ દબાવે ? આ કંઈ નાક દબાવવાથી નથી થાય એવું.
તું કહેતો ન હતો કે મને સ્કૂલમાં જવાનું નથી ગમતું. નિશ્ચય તો હોવો જોઈએ ને કે મારે સ્કૂલ પૂરી કરવી છે. પછી આમ કરવું છે, તેમ કરવું છે. પછી બધાંની જોડે કાયમ સંગમાં રહેવું છે, બ્રહ્મચર્ય પાળવું છે. એવી આપણી યોજના હોય. આ તો વગર યોજનાએ જીવન જીવવું એનો શો અર્થ ?
પ્રશ્નકર્તા : કૉલેજમાં જવાનું તો મને પણ નથી ગમતું.
દાદાશ્રી : કૉલેજમાં જવું જ પડે ને ! બધાના મનનું સમાધાન કરવું જ જોઈએ ને ? ફાધર કે મધર, એમના મનનું સમાધાન કરીને મોક્ષે જવાનું, નહીં તો તું શું રીતે મોક્ષે જઉં ? એમ ઘરમાંથી બળવો કરીને નાસી ગયા એટલે થઈ ગયું ? તો કંઈ મોક્ષ થઈ જાય ? એટલે તરછોડ ના વાગવી જોઈએ.
ચગે, પતંગ કે મત ? પ્રશ્નકર્તા : બે-ત્રણ દિવસથી મને પતંગ ચગાવવાનું બહુ મન થાય છે, તો તે નહીં ચગાવવી ?
દાદાશ્રી : ચગાવવી ને ! પ્રશ્નકર્તા : તો એ મનના કહ્યા પ્રમાણે જ થયું ને ?
દાદાશ્રી : કરવું ખરું એના કહ્યા પ્રમાણે, પણ જોડે જોડે મનને કહેવાનું કે ‘ભાઈ, ના ગમતુંય કરવું પડશે, તારે. તને ના ગમતું હોય તેય કરવું પડશે, તો તારું ગમતું કરું.’ નહીં તો હું તને કાઢી મૂકીશ, એવી શરત લગાવવી એની જોડે.