________________
મન કા ચલતા તન ચલે...
૩૬૧
૩૬૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) છે નહિ. પોતાનું કશું છે નહિ. પોતાની કશી લાયકાત છે નહિ. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ?
પ્રશ્નકર્તા : ના જવા દેવાય. દાદાશ્રી : તો કેમ આ ગાડાં જાય છે ?
પ્રશ્નકર્તા : આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું. નહિ તો ખબર જ નથી પડતી.
દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
મત તો સામાયિકમાંથી ઊઠાડે ! દાદાશ્રી : હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે “મને મહીંથી એવું જાગ્યું એટલે ઊઠી ગયો સામાયિક કરતાં કરતાં !
પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી.
દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહિ પણ મનના કહ્યા પ્રમાણે કરે તે ના ચલાવી લેવાય.
પ્રશ્નકર્તા : પણ આ મઝા ના આવે એટલે એવું થાય કે હવે બેસવું નથી.
દાદાશ્રી : પણ આમ મનના કહ્યા પ્રમાણે ચાલવું છે એવી ઇચ્છા નહીં ને તારી ?
પ્રશ્નકર્તા : આ તો હવે ખબર પડી ને ?
પ્રશ્નકર્તા : મઝા ના આવે એટલે મન બતાવે કે હવે જતા રહીએ.
દાદાશ્રી : મનની એ વાત હું કરતો નથી. મઝાને ને મનને લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : મઝા ના આવે તો પછી એવું થાય કે સામાયિકમાં નથી બેસવું.
દાદાશ્રી : મઝા શાથી નથી આવતી તે હું જાણું છું. પ્રશ્નકર્તા : મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શેનું દેખાય પણ, આ બધાં લોચા વાળે છે ત્યાં !
પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ બધા લોચા વાળેલા છે, ત્યાર પછી દેખાય ને ?
દાદાશ્રી : ના, પણ પહેલું સમજણ જ પહોંચી નથી ને ત્યાં એની, તે એને સમજાય નહીં, ત્યાં સુધી દેખાય શી રીતે ? આ શું વાત કહેવા માગે છે તે જ સમજણ પહોંચી નથી ને ? તેમાં દાખલા આપું છું, ગાડાંનો દાખલો આપું છું મિકેનિકલનો દાખલો આપું છું પણ એક્ય સમજણ પહોંચતી નથી મહીં. હવે શું કરે છે ?
પ્રશ્નકર્તા : ફિલમની જેમ દેખાવું જોઈએ ને ?
દાદાશ્રી : શી રીતે દેખે પણ ? તમે જોનાર નથી. ગાડાંના માલિક નથી ને ? માલિક થાય તો દેખાય. અત્યારે તો તમે બળદના કહ્યા પ્રમાણે ચાલો છો. તે બળદના કહ્યા પ્રમાણે ચાલે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું. આ બીજાને શું ફિલમ દેખાતી નથી ? ના દેખાય ને !
પ્રશ્નકર્તા સામાયિક કરવામાં ઇન્ટરેસ્ટ નથી એટલે એવું થાય ને ? દાદાશ્રી : ઇન્ટરેસ્ટ ના હોય તેનું ચલાવી લેવાય, આનું ના
દાદાશ્રી : મઝા ના આવે એ જુદી વસ્તુ છે. મઝા તો આપણે જાણીએ કે આને ઇન્ટરેસ્ટ (રસ) બીજી જગ્યાએ છે અને આમાં ઇન્ટરેસ્ટ ઓછો છે. ઇન્ટરેસ્ટ તો અમે કરી આપીએ.