________________
૩૫૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૩૫૯
આવે પછી તમે બોલો ને એ જ ? નવ કલમો રોજ બોલવી.
સામાયિકમાં ચલણ, મહતું ! પ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે. ગુલ્લી મારવાનું મન થઈ જાય.
દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવાદેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? ચાલે છે, તો ચલણ એનું છે હજુય. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે.
પ્રશ્નકર્તા : પહેલાં શરૂઆતમાં હું બે-એક વર્ષ રેગ્યુલર સામાયિક કરતો હતો. એ મને ગમતું હતું ત્યારે.
દાદાશ્રી : તે તું ગમતું, ના ગમતું એ જ માર્ગ છે ને ! પાછો કહે છે, મને ગમતું હતું. મનનું માને એ માણસ જ ના કહેવાય. એ મશીનરી ન કહેવાય તો બીજું શું કહેવાય ? પોતાનું ચલણ નહીં ને કશું? પોતાનું ચલણ ના હોય ? તમે પુરુષ થયા ને ?
પ્રશ્નકર્તા: પોતાનું જ હોવું જોઈએ.
દાદાશ્રી : સત્સંગમાં આવવાનું મન ના પાડે તો શું કરે ? ત્યાં મનનું માનો છો ?
પ્રશ્નકર્તા : મનનું ના માનું.
દાદાશ્રી : એવું માનો તો પછી રખડી મર્યા ને ! રહ્યું શું છે ? જાનવરોય એનું માને, તમેય એનું માનો. ઘણી ખરી વખત મનના વિરુદ્ધ કરો છો કે નહીં ?
પ્રશ્નકર્તા : એમાં એવું ના થાય.
દાદાશ્રી : કેવા માણસ છો તે ? આપણી ઇચ્છા પ્રમાણે ના ચાલવા દે. તો પછી તારું ચલણ જ નથી.
પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઇચ્છા એટલી સ્ટ્રોંગ નહિ.
દાદાશ્રી : ઓહો ! તો તો આ બધો ધર્મ કરવાની ઇચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહિ ને પાછો.
સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટ ઠેકાણે બેસે નહીં તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતાં છાનોમાનો પૈણી જાય તો સારું.
આ બ્રહ્મચર્ય પાળે છે તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ. કોઈ ડગાવે નહીં એવું. કો'કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે ?
ગાડું કઈ દિશામાં ? બ્રહ્મચર્યવાળો તો કેવો હોય માણસ ? હેય, સ્ટ્રોંગ પુરુષ ! ઊંચા મનોબળવાળો ! એ આવા તે હોતા હશે ? તેથી તો હું વારે ઘડીએ કહું છું કે “તમે જતા રહેશો, પૈણશો.” ત્યારે તમે કહો છો કે એવા આશીર્વાદ તમે ના આપશો. મેં કહ્યું, “હું આશીર્વાદ નથી આપતો. તમારો વેષ દેખાડું છું આ ! અત્યારથી જો ચેતો નહીં ને પોતાના હાથમાં લગામ લીધી નહિ તો ખલાસ ! ક્યાં ગાડું લઈ જાવ છો ?” ત્યારે કહે, ‘બળદ
જ્યાં લઈ જાય ત્યાં ! બળદ જે દિશામાં જાય એ દિશામાં ગાડું જવા દે કોઈ ? બળદ આમ જતા હોય તો મારી-ઠોકીને, ગમે તેમ કરીને, આમ લઈ લે. પોતાના ધારેલા રસ્તે જ લઈ જાય ને?
પ્રશ્નકર્તા : ધારેલા રસ્તે લઈ જાય.
દાદાશ્રી : ને તમે તો બળદના ચલાવ્યા ગાડાં ચલાવો છો. ‘એ. આ બાજુ જાય છે તો હું શું કરું' કહે છે. તો એના કરતાં પૈણો ને નિરાંતે ! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહિ ને ! નિશ્ચયબળ
પ્રશ્નકર્તા : ઘણી વખત.
દાદાશ્રી : સારું. મનના ચલાળે ચાલે એ તો મિકેનિકલ કહેવાય. પેટ્રોલ મહીં પૂરીએ એટલે મશીન ચાલ્યા કરે. તનેય એવું થાય છે ? તો તો આપણે ના પૈણવું હોય તોય પૈણાવડાવે.