________________
૩૫૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૩૫૭
દાદાશ્રી : મન દરેકની પાસે હોય છે, ગાય, ભેંસ, બધાની પાસે હોય છે. ગાય-ભેંસોમાં લિમિટેડ મન હોય છે ને આપણું અનૂલિમિટેડ મન. કૂતરાં, બકરાં, બધાનું લિમિટેડ માઈન્ડ હોય એને ‘મિકેનિકલ માઈન્ડ' કહેવાય અને આપણું આખું મિકેનિકલ માઈન્ડ છે. પણ માઈન્ડ પ્રમાણે આપણે જો ચાલીએ, તો આપણેય મિકેનિકલ કહેવાઈએ. ભેંસ, જાનવર જ કહેવાઈએ. અને પોતાના કહ્યા પ્રમાણે ચાલીએ તો મનુષ્ય કહેવાઈએ. પોતાના ધ્યેય પ્રમાણે ચાલે તો મનુષ્ય કહેવાય અને મનના કહ્યા પ્રમાણે ચાલે તો મિકેનિકલ કહેવાય.
આપણા ધ્યેય પ્રમાણે જ આપણો નિશ્ચય છે. આજના નિશ્ચય પ્રમાણે જ આપણે કરવાનું. આપણું આજનું પ્લાનીંગ છે તે પ્રમાણે કરવાનું, મનના પ્લાનીંગ પ્રમાણે નહિ. નહીં તો એ થાય નહિ. આ બ્રહ્મચર્ય પળાય નહિ અને અહીં પણ રહેવાય નહિ. દાદા પાસેય ટકાય નહિ.
એટલે મનનું સંભળાતું હશે ? જરૂરિયાત પૂરતું સાંભળે, પછી બીજું પોતાનું ધાર્યું જ કરે. એ જ કહેવા માગું છું કે, અમારો સિદ્ધાંત છે. તારે માનવું હોય તો માન. ના માનવું હોય તો અમારે કંઈ જરૂર નથી કોઈ. અમે ‘વીટો’ વાપરીશું.
‘સાહેબ જોડે ડબલ ઝઘડો કરી દઈશ’ એમ મન દેખાડે છે. પછી મન કરાવડાવે છે. આ મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.
ધ્યેયતો જ નિશ્ચય ! બ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે આ તો ! પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો “મને કહ્યું હતું, એ પ્રમાણે આ પૈણવામાં મઝા નથી. તે આવું બધું “મને' તને કહ્યું હતું ને તે એક્સેપ્ટ કર્યું હતું.
પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયો ને પણ ? દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ
મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે ‘હવે જો આડું તું કરશે તો તારી વાત તું જાણું.’ હવે તો આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારી દે, એટલે આપણો જ એ નિશ્ચય.
પ્રશ્નકર્તા : સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી “આપણો’, નહીં તો મનનો’ ?
દાદાશ્રી : તો બીજા કોનો ? કંઈ એનો છે ? પણ અત્યારે ‘આપણું” ક્યાં છે અહીં આ મિલકતમાં ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે ને તેય આપણી ઓરડીમાં રહે છે. તે ચોરી કરે છે પાછો ઉપરથી ?
કો'કના ઘર ઉપરથી નળિયાનો ટુકડો પડે ને વાગે તોય કશું ના બોલે. કારણ કે ત્યાં મન કહે છે કે “કોને કહીશું આપણે ?” એ તો એનું મન શીખવાડે છે એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિદ્ધાંત છે એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું.
અમે આખા દહાડામાં કેટલું મનનું માનતા હોઈશું ? તમને આમ સમજણ તો આવી ગઈ હશે ?
પ્રશ્નકર્તા : સમજાય છે. દાદાશ્રી : અમે મનનું કહેલું કેટલું કરતાં હોઈશું ? પ્રશ્નકર્તા : જરાય નહિ. દાદાશ્રી : તો એવી શૂરવીરતા ના આવે ?
પ્રશ્નકર્તા: આવશે જ. દરેક વખતે આ મનના કહેવા પ્રમાણે નથી ચાલવાનું, એવું હાજર રહેવું જોઈએ ને ?
દાદાશ્રી : એ એની મેળે રહેશે જ હાજર. કેમ ના રહે હાજર ? ક્યાં જવાનું છે ? એક-બે વખત, થોડા વખત પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ. એટલે બે-ચાર-પાંચ વખતમાં કંટ્રોલમાં આવી જ જાય ને ! તેથી તો આ નવ કલમો બોલીએ આપણે. એ શક્તિ