________________
૩૫૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૩૫૫
આ મન તો પંદર-પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતોય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ? જોડા પહેરતાં તો આવડતું નથી તમને !
ચિંતવે તેવો થાય ! પ્રશ્નકર્તા ઃ આપે વાત કરેલી કે અત્યારના અભિપ્રાય સાથે જો મન સહમત થતું હોય તો એ પ્રમાણે કરવું, અને મને સહમત ના થાય તો મનના કહ્યાનું ના કરવું.
દાદાશ્રી : એટલું જ કહીએ છીએ ને ત્યારે !
પ્રશ્નકર્તા : પછી આપ પૂછો કે આ તમને ગમે છે ? તો મનને ના ગમતું હોય, એ નથી ગમતું એમ તો કહેવું જ પડે ને ? પછી એ કરું છું તો ખરો.
દાદાશ્રી : નથી ગમતું એમ કહેવાતું હશે ? એ મનને નથી ગમતું, તને શું વાંધો છે ? મનને ના ગમતું હોય તેમાં તને શું લેવાદેવા ? “મને ગમે છે' કહીએ. ‘નથી ગમતું' કહે તો આત્મા તેવો થઈ જાય. તને કેટલાય વખત કહ્યું કે જેવો ચિંતવે તેવો થઈ જાય.
પ્રશ્નકર્તા : મને સહેજેય ગમે નહીં છતાં જતો હતો અને સિન્સીયરલી કામ કરતો હતો હું.
દાદાશ્રી : હા, તે કોણ ના પાડે છે તમને ? સિન્સીયરલી કરે તો એડજસ્ટ થાય.
આ બતાવે છે, એટલે આમ નહિ, આમ કરવાનું છે. પાછલો અભિપ્રાય આવું બતાવે છે, કે આપણે આ પ્રમાણે નથી કરવાનું ને આ પ્રમાણે કરવાનું છે.
દાદાશ્રી : એ છો ને બતાવે. પણ તું એમ કહેતો હતો કે “મને નથી ગમતું તોય આ કરવા જવું પડે છે. “મને નથી ગમતું' એ બોલવું એ કેટલો ભયંકર ગુનો છે ! ને આ સાયકોલોજીકલ ઇફેક્ટ શું થાય ? આત્મા તેવો થઈ જાય. ના ગમતું હોય તો સૂઈ રહે ને છાનોમાનો ! ખાવું હોય તો ખા, નહિ તો પડી રહે. આપણે “એનું ઉપરાણું લઈને શું કામ છે ? આ તો તું એવું બોલ્યો કે મને ગમતું નથી છતાં ‘હું સિન્સિયરલી કરું છું.’ ત્યાં આ આજ્ઞા છે એટલે તેમાં મને ગમતું નથી’ એની આત્મા પર શું અસર થઈ તને ખબર છે ? ડાઘ પડી ગયો. હવે આ ડાઘ કાઢતાં કેટલો ટાઈમ લાગશે ? ઠેર ઠેર ડાઘ કાઢતાં પાછો કેટલો ટાઈમ લાગશે ? ઠેર ઠેર ડાઘ પાડી મેલોને તે શું થાય ? એટલે આ જેવું ચિંતવે એવો આત્મા થઈ જાય.
બિલકુલ મનને ના ગમતું હોય, સો ટકા ના ગમતું હોય, તોય આપણે કહીએ, ‘મને ગમે છે એટલે એવો જ આત્મા થઈ જાય. હવે તું ફેરફાર કરી નાખીશ ને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ક્યારે ? પ્રશ્નકર્તા : પ્રયત્નો ચાલુ કરી દઈશ. ગોઠવણી કરી દઈશ.
આજતા પ્લાનીંગતે અતુસરો.. દાદાશ્રી : તને ના ગમ્યું ? ગમ્યું ને ? પ્રશ્નકર્તા : ગમ્યું ને. દાદાશ્રી : શું ગમ્યું ? પ્રશ્નકર્તા : આ મનના કહ્યા પ્રમાણે નહિ કરવાનું.
પ્રશ્નકર્તા : પણ મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે એવું મારું નથી, કમ્પલીટ બદલાઈ ગયો છું.
દાદાશ્રી : હા, તોય તું એમ કહેતો હતો ને કે મને નથી ગમતું છતાં કરું છું.
પ્રશ્નકર્તા : એટલે મનને ગમે નહિ, એટલે હું કહું કે “લૉ બુક’