________________
મન કા ચલતા તન ચલે..
૩૫૩
૩૫ર
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : પહેલેથી જ બધું એવું. મનનું જ બધું ધારેલું કરવાનું.
દાદાશ્રી : જુઓ ને, ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, “મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.' ડાહ્યો નહીં કબીરો ?
પ્રશ્નકર્તા: ડાહ્યો કહેવાય.
દાદાશ્રી : અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે “આને પૈણો’ તો પૈણી જવું ?
પ્રશ્નકર્તા : ના, એવું ના થાય.
દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવુંય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ? મનના કહેવાથી ચાલે તેનો ભરોસો શો ? કારણ કે તમારું પોતાનું જ ચલણ નથી. ત્યારે પોતાના ચલણવાળો એવું ના કરે.
આ કહે છે કે “સ્મશાનમાં જાઉં છું તેનો મને કશો વાંધો નથી આવતો.' તેથી હું તમને કહેતો હતો કે મહીં મન કહેશે, ‘હજુ તો આ છોડી સરસ છે ને હવે વાંધો નથી. આ દાદાજીનું આત્મજ્ઞાન મળી ગયું આપણને. હવે કશું રહ્યું નથી. પેલાએ શાદી કરી છે, હવે ખાસ પુરાવામાં કંઈ ખૂટતું નથી. ચાલો ને, આ હવે આમાં ક્યાં ભૂલ થઈ ગઈ પાછી ? પાછો ફાધરનો આશીર્વાદ વરસશે.” એવું બધું મહીં કહેશે. અને જો તું ભૂલો પડીશ તો તે ફજેતો કરશે. અમે તો તમને કહીએ કે નાસી જશો. ત્યારે તું કહે, “નાસીને અમે ક્યાં જઈએ ?” પણ શેના આધારે નાસ્યા વગર નહીં રહો તમે ? કારણ કે મનના કહ્યા પ્રમાણે તમે ચાલો છો.
પ્રશ્નકર્તા : હવે અમે અહીંથી ક્યાંય નાસી ના જઈએ.
દાદાશ્રી : અરે, પણ મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી ના જાય એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું, અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે. એ તો તને ખબર જ નથી. તમારા મનમાં શું ઠેકાણાં ? બિલકુલ ઠેકાણા વગરનાં મન. પોતાના સેન્ટરમાં જ ઊભું રહ્યું નથી. મનના કહ્યા પ્રમાણે તો ચાલો છો હજુ. આ ‘નથી નાસી જવું, નથી નાસી જવું, એ કહેવા પૂરતું જ. પણ હજુ તો શું કરશો ? એ તો કોણ સ્ટ્રોંગ માણસ કહેવાય કે જે કોઈનુંય માને નહીં. મનનું કે બુદ્ધિનું કે અહંકારનું કે કોઈ ભગવાન આવે તેનુંય ના માને. તમારું તે શું ગજું? આ તમને તો મન કહે છે કે, “સ્મશાનમાં જાઉં તો મન વાંધો નથી ઊઠાવતું અને મને વાંધો ઊઠાવે કે ત્યાં નહીં જવાનું તો ના જાય !
પ્રશ્નકર્તા: પોતે જે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનું કોઈ દિવસ સાંભળ્યું નથી.
દાદાશ્રી : એમ ? સવળું મન બોલે ખરું ? પ્રશ્નકર્તા : હા, સવળું બોલે છે.
દાદાશ્રી : અવળું બોલ્યું નથી એટલે. થોડું ઘણું અવળું બોલે તેને તમે ગાંઠો નહિ પણ સાત દહાડા સુધી તમને છોડે નહિ અને એ પાછું મહીં કહેશે, “આ જ્ઞાન બધું મળી ગયું છે, હવે વાંધો નથી. લોકોમાં આપણી વેલ્યુ બહુ ખૂબ છે. આમ છે, તેમ છે.” બધું સમજાવી કરી ચલાવે આપણને !
પ્રશ્નકર્તા : એવું ના થાય હવે.
દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા હારુ તમને ચેતવીને કહીએ કે આમાં “મન કા ચલતા’ છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ