________________
૩૫૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૫૧
જશે. ડૉક્ટર દર્દીને પચ્ચીસ જુલાબ આપતો હશે કંઈ ? એક જ જુલાબ આપે એટલે ચોખ્ખું થઈ જાય. પછી દવા ચાલુ કરી દે.
મતતી ચીતરેલી “લૉ બુક' ! ભૂલ તને એકુય દેખાઈ ? આ કાઢી તોય દેખાઈ ? પ્રશ્નકર્તા : દેખાય પણ એટલું બધું ક્લીયર નથી થતું.
દાદાશ્રી : હા, ક્લીયર (અષ્ટ) થવા દે ને ! ઊતાવળ શું છે આપણને ? હજુ તો '૮૩ની સાલ છે. ૨C૫ ને તો હજુ બહુ વાર છે.
પ્રશ્નકર્તા: ના, એવું હોય ? હવે પોષાય નહીં એવું.
દાદાશ્રી : એક બાજુ પોષાય નહીં ને બીજી બાજુ આવું બોલો છો. હવે મનને ‘ના ગમતું' ફેરવી નાખો.
પ્રશ્નકર્તા : પણ આનાથી શું નુકસાન થાય છે એ બરોબર સમજાતું નથી.
દાદાશ્રી : ત્યારે રહેવા દો આપણે. નુકસાન થયા પછી કરવાનું.
પ્રશ્નકર્તા : ના, એવું નહીં. આ મનનું કહ્યું મનાય નહીં. બીજી આ બધી જે ભૂલો બતાવો છો, પોતાની ‘લૉ બુકની, એ બધું સમજાતું
જાતની ભૂલો છે દુનિયામાં? કંઈ સવારમાં મોડા આવો છો કે તમે આમ કરો છો કે બીજા કોઈને ગાળો ભાંડી આવ્યા ? અને તેય બહાર કરતા હશો પાછા. દાદાગીરી તો કરતા જ હશો, તો જ લોકોની બૂમો આવે ને ?
પ્રશ્નકર્તા : પહેલાં જેવું નહિ.
દાદાશ્રી : એ ખોટું હોય તો તરત ખબર પડશે ને ? પડઘો પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડે ને.
દાદાશ્રી : બીજે બધે નથી ખોટું કશું. ખોટું આ એકલું જ છે. આ મનનું તમે માનો છો એ એટલામાં જ છે. નાનામાં નાની બાબત, પણ તમારા માટે આવડો મોટો નિબંધ લખવો પડે છે. બીજાને તો એક જ વસ્તુ કહી દીધી કે “ભઈ, આ કાઢી નાખજે.' ત્યારે એ કહે કે ‘હા, કાઢી નાખીશ.' એટલે પછી ચર્ચા જ ના હોયને એની. તમે તો આડા એટલે કહેશો, ‘પણ ગમતું નથી તેનું શું કરીએ ? પણ ગમતું નથી ને ? આવું ને આવું ગા ગા કરે એટલે પછી શું ખબર પડે ? ગમતું એટલે તો ગમાડનાર કોણ ? કોને ગમતું નથી ? એ તપાસ કરીને થોડીવાર. એક મન જેવી જે ન્યૂટ્રલ વસ્તુ એ ગમાડનાર તમને ? અને તેનો તમે આધાર લો છો ? “મન કા ચલતા તન ચલે’ અને એનીય ‘લૉ બુક’ તમારી !” બીજું શું દુનિયામાં ખોટું છે તમારું ? તમે નથી ખાવા-પીવામાં ખરાબ કે નથી બીજી કોઈ વસ્તુ ખરાબ. બધું સારું છે. પણ આટલા હારુ જ ધૂળધાણી કરો છો ! તે પછી ધૂળધાણી થઈ જાય. એટલે તમારી પ્રગતિ અટકી છે.
એતો ભરોસો શો ? આ દાદા કહે છે કે અમને ગમતું, ના ગમતું છે નહિ ને આપણે વળી ના ગમતા, ગમતાવાળા ક્યાંથી આવ્યા ? કઈ જાતના માણસો ? દુનિયાના બાદશાહ ?(!) મન તારું ઉપરી છે ? ક્યારથી ઉપરી છે ?
નથી.
દાદાશ્રી : એ તો મનના કહેવા ઉપરથી તમે બધા લૉ બુક વાપરો છો. એમાં ને એમાં જ, એટલા જ સર્કલમાં. કંઈ સવારમાં સત્સંગ માટે આવવામાં તમે મોડા થાવ છો કે એવી તેવી કશી ભૂલ નથી. અહીં આવવામાં ભૂલ થાય તો અમે કહીએ નહીં, કે તમે રેગ્યુલર થઈ જાવ. ફલાણું આમ થઈ ગયું એવું કશું છે નહીં. આ તો તમારી એ જ ભૂલો ને તમે એના એ જ ગોટાળા કરો. મનના કહેવા પ્રમાણેની લૉ બુક તમે વાપરો છો. એનું ઉપરાણું લે લે કરો છો. એનું ઉપરાણું લો છો ત્યારે શું થાય એનું ? તમે શું કરશો હવે ? તમે હઉ ઉપરાણું લેશો ? આ તો એની એ જ ભૂલો. બીજી કંઈ નવી