________________
૩૪૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૪૯
કોઈ માર મારે. ભૂત કોને પેસી જાય ? પેલા કહે, ‘જો સીધાં જ ચાલ્યા જાવ, હંઅ. પાછળ જોશો તો ચોંટી જાય પછી ભૂત.' તોય એ પાછા ધીમે રહીને જુએ. એટલે ચોંટી પડે. જોવાનું જ નહીં પાછળ. આ સત્સંગમાં આપણે વાતો કરીએ પણ પછી પેલો મોહ તને પાછો ચઢી જાય છે ખરો ? નીચે ઊતરે કે પાછો મોહ ચઢી જાય છે ?
પ્રશ્નકર્તા : ચઢી જાય છે.
દાદાશ્રી : પાછું તને સત્સંગથી સમજાય ખરું કે આ બધું સાવ ખોટું છે ?
પ્રશ્નકર્તા : ખોટું છે એવું સમજાય પણ પાછો મોહ ચઢી જાય
દાદાશ્રી : ઓત્તારીની ! લે ! કેવા માણસ છો તે ? શેના આધારે ચાલો છો ? તમારી જાતની કંઈ કિંમત જ નથી ? ‘નો વેલ્યુ ઑફ સેલ્ફ' ? એક ભૂંગળું બોલે તેના આધારે ચાલ્યા કરો છો ? ભૂંગળું શું બોલે ? ત્યાં કશો વાંધો નહીં. એટલે ત્યાં ચાલ્યા.
પ્રશ્નકર્તા : એવું જ થાય છે.
દાદાશ્રી : તમને કેમ ગમે છે, મને તો એ જ સમજાતું નથી. જ્ઞાની પુરુષને જોયા પછી એમનું રોજનું ચારિત્ર જોવામાં આવે કે આમને ‘ના ગમતું' કશું નથી. અને આપણે એવા કેવા મૂરખ !
વ્યવસ્થિતમાં જે હો તે મંજૂર ! અમે લોકોને કહીએ કે એય સાડા આઠે આવજો, પોણા સાતે નહીં. તો અમારી ચા સાડા આઠ પછી થાય. અમારા ઊઠ્યા પછી ચા થાય અને તમારો કેસ તો બધો બફાઈ જાય બધો. તેથી અમારે ‘ના ગમતું' કશું નથી. ના ગમતું હોય તોય ઊઠીએ છીએ. ‘વ્યવસ્થિત એટલે ‘વ્યવસ્થિત'. બધું જ ગમે. ‘વ્યવસ્થિત'માં જે હો તે અમને મંજુર છે. એ તો દાદાથી સાત વર્ષ બીજા દેશમાં રહેવાનું હોય તોય મંજૂરી છે અને દાદાની પાસે વીસ વર્ષ રહેવાનું હોય તોય મંજૂર છે. ‘વ્યવસ્થિત’માં હોય એ મંજૂર છે.
પ્રશ્નકર્તા : દાદાથી જુદા રહેવાનું હોય તો તે મંજૂર છે એવું કહેવાનું ?
દાદાશ્રી : હા, અને એમની સાથે વીસ વર્ષ રહેવાનું હો તોય તે મંજૂર છે. નહીં તો ‘વ્યવસ્થિત’ એવું જ કરવાનું છે. રડાવી રડાવીને કરશે, એના કરતાં હસી હસીને કરો ને !
પ્રશ્નકર્તા : જુદા રહેવાનું ના જ ગમે તે.
દાદાશ્રી : તમને ‘નથી ગમતું' એ આવે જ નહીં બનતા સુધી. પણ એ હિંમત તો રાખો. નહીં તો પેલાં ચઢી બેસશે. ઢીલાને સહુ
દાદાશ્રી : આ બધાના જેવું થવું છે કે દાદાજી જેવા થવું છે ? પ્રશ્નકર્તા : દાદા જેવા થવું છે. દાદાશ્રી : એવું હોય તો એ રસ્તો પકડવો જોઈએ ને ?
ખોટાને કાઢવાતી દષ્ટિ... પ્રશ્નકર્તા : અમારે બધું જ ખોટું નીકળ્યું, ને હવે બધું કાઢવાનું બહુ છે.
દાદાશ્રી : કશું કાઢવાનું ના હોય, બળ્યું. ખોટું જાણવાનું હોય. ખોટાને ખોટું જાણી અને અનુભવો કે ખરેખર આ ખોટું છે. આટલું કરો એનું નામ કાર્યો કહેવાય. નહીં તો કાઢવાનું કહેશો તો પાછો નવો રોગ ઊભો થશે. ‘કાઢો” તો આત્મા ક્યાં ઊભો રહેશે ને આ કાઢવાનું ક્યાં ઊભું રહેશે ? આત્મા રહી ગયો. પાછું હવે કાઢવાનું છે કહેશે, તો ગાડી પાછી ક્યાંયે ચાલી ! પહેલાં રાજધાની હતી, તેને બદલે લોકલ હેંડી. બીજું શું ત્યારે ? કાઢવાનું કશું હોય નહીં. આ અમે કહીએ છીએ એ જાણો, ઓળખો, પ્રતીતિ કરો અને પછી અનુભવ કરો એટલે નીકળી ગયું બધુંય. નહીં નીકળ્યું હોય તો પછી નીકળી