________________
મન કા ચલતા તન ચલે...
૩૬૩
૩૬૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ચલાવી લેવાય. આના જેવી કોઈ મૂર્ખાઈ કરતો હશે ? ત્યારે શું જોઈને કરતો હશે ?
પ્રશ્નકર્તા : આવું હું કરું છું એ હજુ ખબર પડતી નથી, સમજાતું નથી.
દાદાશ્રી : સમજાતું જ નથી, નહિ ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. સમજાતું જ નથી, કહે છે !
આ ગાડાંનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે એમ ?
પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શું જોવાનું હોય તે દેખાય ? પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું.
દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઉતરવાનું કહીએ ત્યારે દેખાય. મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાંડા જ ને ? પછી દેખાય શી રીતે ? ‘દેખનારો' જુદો હોવો જોઈએ, પોતાના નિશ્ચયબળવાળો ! અત્યાર સુધી મનનું કહેવું જ કરેલું, તેને લીધે એ બધું આવરણ એનું આવેલું.
પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરો ?
દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય.
પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતા નથી ને ? દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું.
નિશ્ચય હોય તો મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય તોય કરવું. બાકી, વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે. તે આપણે જોવું. એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરૂ થઈ ગયું !
મત બન્યું ધણી ! પેલા કહે છે કે, “મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય !' એમણે એમ કહે કહે કર્યું તોય સમજાતું જ નથી.
પ્રશ્નકર્તા: આ પ્રસંગમાં મનનું કહેલું માન્યું એવું ખબર નથી પડતી.
દાદાશ્રી : તો શી ખબર પડે છે ?
પ્રશ્નકર્તા : તમે પૂછ્યું ત્યારે ખબર પડી, નહીં તો પહેલાં ખબર ન હતી પડી.
દાદાશ્રી : એનો અર્થ જ એ થયો ને કે નથી ગમતું. આ તો મનનું માને છે, એના ફાધરનું ના માને, મધરનું ના માને, કોઈનું ના માને પણ મનનું માને. એનો સ્વામી મન અને “એ” એની વાઈફ. સ્વામી કહે એમ કરવાનું.
પ્રશ્નકર્તા : મને કંટાળો આવે છે, કહે છે. એ મન ના કહેતું હોય તો જ કંટાળો આવે ને ?
દાદાશ્રી : પણ એ કંટાળો જુદી વસ્તુ છે. મનનું કહેલું ચાલતો નથી ને ? ફક્ત એટલું જ જોવાનું છે. આપણે કંટાળો આવે છે તે બીજાં કારણો છે. મનનુંય કારણ હોય અને બીજાંય કારણ હોય. હવે તે નક્કી કર્યું છે ને ? મનનું કહેવું માનીને ચાલતો નથી ને ?
પ્રશ્નકર્તા : મને પોતાને ખબર પડતી નથી. દાદાશ્રી : અને બ્રહ્મચર્યની બાબતમાં તો કહો છો ને.