________________
૩૪૫
૩૪૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : હોય ને ! દાદાશ્રી : તમે કેટલી હદ રાખો ? પ્રશ્નકર્તા : હું રાખું છું.
દાદાશ્રી : ઓહો, તમે રાખનારા મોટા !!! કેટલી ડીશ ખાઈ જાવ ?
પ્રશ્નકર્તા : ચારેક ખાઈ જાઉં, વધારે ના ખાઉં. દાદાશ્રી : હવે આ કેટલીય ડીશો ઝાપટી જાય એવા !
તમે આ ચોવીસેય કલાક મારી જોડે રહો છો, તે ના ગમતું કશું જોયું અમારું ?
પ્રશ્નકર્તા: નથી જોયું.
દાદાશ્રી : ઘણા ફેરા તો મારે દાદરો ઊતરવો હોય તોય તમે કહો કે “ના, બેસી જાવ' તો હું પાછો બેસી જાઉં. હું ‘વ્યવસ્થિત'ને જોઉં કે ‘વ્યવસ્થિત' કઈ બાજુ જઈ રહ્યું છે, એવિડન્સ બધા. ‘ના ગમતું' તો આપણી ડીક્શનરીમાં ના હોવું જોઈએ. તેય ના ગમતું તે ફક્ત શેના માટે ? બ્રાંડી છે, સીગરેટ છે એવી અમુક અમુક વસ્તુઓ, વિકારી સ્વભાવ જે મનુષ્યપણાને બેભાનપણું બનાવે એવી ચીજો ના હોવી જોઈએ. મનુષ્યપણામાંથી ઊતારી પાડે એવું ના હોવું જોઈએ. માનવતા ખલાસ કરી નાખે એ ચીજ ના ગમવી જોઈએ આપણને. મનુષ્યમાં જે ખપતું નથી, તે ના હોવું જોઈએ. આ તો તમારી પાસે છે જ નહીં પછી શા હારુ ‘ના ગમતું' રાખો છો ?
તમે તો રાત-દહાડો જુઓ છો, પણ અમે સહેજેય અણગમો કશો બતાવ્યો કશામાં ? તે તમને કેમ લાગે છે કે મને ગમતું નથી ? એવું બોલો છો ? મને તો એવું કોઈ બોલે તો બહુ ચીતરી ચઢે. તે એવું બોલતો હશે કોઈ માણસ ? જો દવા પીવાની ના ગમે, સંડાસ જવાનું ના ગમે. કોઈને ગમતું હશે આ બધું ? પણ કરવું જ પડે એ
મન કા ચલતા તન ચલે... તો. અને એ તો ગમે છે એમ કરીને કરવું પડે.
પ્રશ્નકર્તા: ‘ગમે છે' એમ કરીને કરવું પડે ?
દાદાશ્રી : ત્યારે શું કરે છે ? ‘નથી ગમતું” કહે તો બીક લાગે. હંમેશાં જે ચીજ ના ગમે એનો ભય લાગે. ભય પેસી જાય. પોલીસવાળો ના ગમતો હોય તો પોલીસવાળો દેખે ને ભય લાગે. ‘ગમે છે” કહીએ તો ભય ના લાગે. પોલીસવાળો ‘ના ગમતો’ હોય તો ભય લાગે છે એવું તમે જાણો છો ? નહીં જાણતા હો ?
પ્રશ્નકર્તા : જાણું છું. અને ‘ગમે છે' એવું કહીએ તો ?
દાદાશ્રી : તો ભય ના લાગે. બસ, આ જ છે. જગતમાં કોઈ ચીજ ‘નથી ગમતી’ એ તો બોલવું જ નહીં.
જીવતતી જરૂરિસ્યાત... મનુષ્યમાં આવશ્યક વસ્તુની જરૂર. અનાવશ્યક કેટલું હશે ? અનાવશ્યક ક્યાં જઈને પહોંચે ?
પ્રશ્નકર્તા : ઘણું બધું.
દાદાશ્રી : આ બધો ટાઈમ અનાવશ્યક માટે છે. આવશ્યક તો ‘ફ્રી ઑફ કૉસ્ટ’ હોય છે. આ ટાઈમ જ બધો અનાવશ્યક ખાઈ જાય છે. જેના માટે મેઈન્ટેનન્સ કરવું પડે છે, આમ કંઈ કરવું પડે છે, એ બધું અનાવશ્યક. શું શું આવશ્યક છે ?
પ્રશ્નકર્તા : ખાવું-પીવું, કપડાં, દવા, પાણી વિગેરે.
દાદાશ્રી : હવા પાણી તો ફ્રી આપે છે કુદરત. આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી ચીજ હોય તો હવા. જે પાંચ મિનિટ ના હોય તો માણસ ખલાસ થઈ જાય અને એ ‘ફ્રી ઑફ કૉસ્ટ’ કુદરતે આપ્યું છે. અને એ તો બધે, “એની પ્લેસ' (ગમે તે જગ્યાએ), ગમે ત્યાં જાવ તો મળે એ ! કુદરતે કેટલી સેફસાઈડ (સલામતી) કરી આપી છે ! તું સંડાસમાં જઉં, ગમે ત્યાં જઉં તોય એ મળે. કેટલી સેફસાઈડ કરી