________________
૩૪૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૪૩
દાદાશ્રી : તે ગમે છે તને ? પ્રશ્નકર્તા : ના ગમે.
દાદાશ્રી : તો શું કરવા લે છે ? ના ગમે તો નહીં લેવાનું. શું કરવા લે છે.
પ્રશ્નકર્તા : લેવી તો પડે ને ?
દાદાશ્રી : તો આ દુનિયામાં બધું જે ‘ના-ગમતું' હશે એ ચલાવી લેવાતું હશે ? બધાં લોકોને શું અનુકૂળ આવે છે એ રીતે વર્તવું જોઈએ. આપણને ‘ના ગમતું’ હોય એ ભાષા જુદી, એડજસ્ટમેન્ટ તો લેતાં આવડતું નથી. એનું કારણ શું કે આ નથી ગમતું તે બધાં એડજસ્ટમેન્ટ લઈ શકો એમ છો.
પ્રશ્નકર્તા : પછી એનું દુ:ખેય નથી થતું આમ.
દાદાશ્રી : શાનું દુઃખ થાય પણ ? “ફકીર વસ્તીને ના ગણે ને વસ્તી ફકીરને ના ગણે ! પછી ફકીરનેય શું દુઃખુ ને વસ્તીનેય શું દુ:ખ ? પણ જ્યારે આ રોગ મહીં ઘાલ્યો તે કાઢતી વખતે બહુ ભારે પડી જશે. ભેંસને આગળ ખેંચે અને પાછળ મારે. અલ્યા, જવાનું છે તો માર શું કરવા ખાય છે ?
આ કહે છે કે “કામ કરવાનું નથી ગમતું પણ દાદાની આજ્ઞા છે એટલે કામ કરીએ છીએ !” આ નથી ગમતું બોલ્યા કે એ કામ તરત ચઢી બેસે. હવે આ બધો તમારો રોગ જાય ક્યારે ? તમને પૈણાવે તો જતો રહે (!) પેલી વહુ કાઢી આપે (!) મારી-ઠોકીને, હલાવી હલાવીને કાઢી આપે.
પ્રશ્નકર્તા : હવે તમારે અમારાં રોગ હલાવી હલાવીને કાઢવા પડશે.
દાદાશ્રી : હું નવરો છું આ બધું કાઢવા હારૂ? કાઢી આપું, કહે છે. હું કેટલાના કાટું ? હું તો કહી દઉં તમને.
પ્રશ્નકર્તા : આપે જ કરવું પડે ને ?
દાદાશ્રી : હા, પણ એ તો કહી છૂટું પણ તમારી મરજી ના હોય તો શી રીતે કાઠું ?
પ્રશ્નકર્તા : મરજી તો છે જ. કાઢવા જ છે.
દાદાશ્રી : મરજી થાય ત્યારથી તો એ નીકળવા માંડે, એની મેળે. તમારે નીકળવા માંડ્યા ?
પ્રશ્નકર્તા : હું ના મળતું હોય એવાં કામ પણ કરું છું પણ આપ પૂછો છો એટલે કહું ને કે આ નથી ગમતું, એમ.
દાદાશ્રી : ‘ગમતું નથી' એ શબ્દ જ કાઢી નાખો. આપણી ડીકશનરીમાં એ શબ્દ જ ના જોઈએ.
- કોઈ તમને કહે કે ‘તમે નાલાયક છો એ તમને ગમે છે ?” ત્યારે કહે ‘હા, અમને ગમે છે ?” કહીએ લાયક છે એવું કહે તો ગમે છે એવું ? ‘લાયક છે” ગમશે તો તમારી નબળાઈ થશે અને નાલાયક છે' કહે, એવું જો ગમશે તો નબળાઈ જશે. પેલા સાહેબ તો કહે છે કે અપમાનેય આપો, ને માનેય આપો, બેઉ આપો.
અપવાદમાં આટલું જ ! ‘ના ગમતું કાઢી નાખશો ને હવે ? પ્રશ્નકર્તા : કાઢી નાખીશું.
દાદાશ્રી : એને ગમતું કરો. દારૂ પીવાનું કહે તો ગમતું કરવાનું એવું નહીં. ‘ના ગમતું ના ગમતાની જગ્યાએ રાખો. એટલે હેલ્પફુલ થાય એ. ‘આ આઇસ્ક્રીમ બે ડીશથી વધારે ખાવાનો ગમતો નથી’ એવું બોલવું. તે ચૌદ-ચૌદ ડીશો ને બાર-બાર ડીશો ખાઈ જાય તે માણસ છે કે શું છે તે જ મને સમજણ પડતી નથી. કોઈએય આવું ના કરે. આની હદ હોય કે ના હોય ?