________________
મન કા ચલતા તન ચલે...
૩૪૧
૩૪૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આઉટ (જતું રહે). અત્યારે નહીં, હું બોલાવું ત્યારે આવજે. અને પછી એને માટે અડધો કલાક રાખવો, એની મિટિંગ કરવા માટે, એનું બધું સંચાલનને માટે.
પ્રશ્નકર્તા : મિટિંગમાં શું કરો ?
દાદાશ્રી : એને ગોળીઓ (ચોકલેટ) ખવડાવવાની, કશુંક એને નાસ્તો કરાવવો, પણ વકીંગ ટાઈમમાં. આખો દહાડો બગાડવો નહીં આમાં. એને અડધો કલાક ટાઈમ આપવો.
પ્રશ્નકર્તા : અડધો કલાક જે મિટિંગ રાખી એ મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કહેવાય ?
દાદાશ્રી : ના, એને સંતોષ આપવાનો. ત્યાં મિટિંગમાં ‘શું શું જોઈએ છે' પુછવું. એ કહે, “મારે દાળ જોઈએ.’ તો કહીએ, ‘બરોબર, ઠપકારો.’ ‘ખાવાનું અમુક ચીજો ભાવે છે મને.” તે ‘વહેલું ખાવ” કહીએ. છંછેડીએ નહીં પણ વિધીન ટાઈમ (અમુક સમયમાં).
એ કહેવાય જાનવર ! જ્યારે ડૉક્ટરો ટાઈમ ગોઠવે છે ને, કે આટલાથી આટલા સુધી આ દર્દી, આટલાથી આ દર્દી, તો એને માટે એક ટાઈમ આપીએ. રોજ નવરાશનો ટાઈમ આપવાનો, તે પણ જેટલો કહ્યો એટલા પ્રમાણે.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : બાકી, મનના કહ્યા પ્રમાણે ચાલે એટલે જાનવર કહેવાય. આ બધા જાનવરો મનના કહ્યા પ્રમાણે ચાલવાના. હિન્દુસ્તાનના મનુષ્યો મનના કહ્યા પ્રમાણે ના ચાલે એવું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ મોટે ભાગે મનના કહ્યા પ્રમાણે જ ચલાય છે.
દાદાશ્રી : આ અમે કહીએ છીએ એ જ્ઞાન છે. એટલે ધીમે ધીમે ફેરફાર કરવો. મોટાભાગે મન છછેડાય એવું કેમ કરીને કહેવાય ? આપણને હરકત ન લાગે તે બાબતમાં ચલાવાય. આપણે સમભાવે
નિકાલ કરવો છે. મનને એવી રીતે ના ચાલવા દેવું. મન આપણને દોરી જાય, એવું ન બનવા દેવું. આપણે પોતાની રીતે મનને ચલાવવું.
વિરોધીતા પક્ષકાર ! પ્રશ્નકર્તા: એક વાર આપે એવું કહેલું કે જ્યારે અમે સત્સંગમાંથી ઊઠીને બહાર ચા પીવા ગયેલાં ત્યારે આપે કહેલું કે બીજી બધી બાબતમાં આવું છૂટું રાખવું અને એક તમારે બ્રહ્મચર્યની બાબતમાં જ મનનું ના માનવું.
દાદાશ્રી : ને બીજી બાબતમાં માનવું ? એટલે તમને ટેસ્ટ હોય તો માનો ને ! મારે શું વાંધો છે ? તમને ટેસ્ટ હોય તો મને કંઈ વાંધો નથી. એ તો બ્રહ્મચર્યમાં માનશો તોય મારે વાંધો નથી.
પ્રશ્નકર્તા : એવું નહીં. દાદાશ્રી : તો ? પ્રશ્નકર્તા : એટલે આ બેમાં ખબર ના પડી એટલે પૂછયું.
દાદાશ્રી : આ તો બ્રહ્મચર્ય ઉપર તમે સ્ટ્રોંગ (દઢ) રહો એટલા માટે આમ કહેવા માગું છું, એવા હેતુથી એવું બોલેલો. તેથી કરીને બીજા ઉપર તમે એમ કહો કે મનનું બીજું નિરાંતે માનજો. તમારું કામ થઈ ગયું (!) શું કાઢશો આમાં ? કેવી વકીલાત કરો છો ?
પ્રશ્નકર્તા : પોતાની લૉ બુક (કાયદાપોથી)માં લઈ જવાય છે !
દાદાશ્રી : લૉ બુક તો એની એ જ. આ પક્ષકાર કેવા માણસ છે ? વિરોધીના પક્ષકાર ! હવે ડાહ્યા થઈ જાવ, નહીં તો નહીં ચાલે આ દુનિયામાં.
જ્ઞાતી જ કાઢે રોગ... જુલાબ તમે લો છો ત્યારે શેની દવા લો છો ? પ્રશ્નકર્તા : હરડે કે ત્રિફળા કે એવું તેવું.