________________
૩૩૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૩૫
‘વ્યવસ્થિત’ ઈઝ ધી કરેક્ટ (એ બરોબર છે). તારું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : મન એક બાજુ બૂમો પાડ્યા કરે કે આ નથી ગમતું, નથી ગમતું.
દાદાશ્રી : પણ એ બૂમો પાડે, એની વેલ્યુ શી ? મન એ તો એક ન્યુટ્રલ (નપુંસક) છે, એ નાન્યતર જાતિ છે. એ પુરુષ નથી કે સ્ત્રી જાતિ નથી. એનું માનતો હશે કોઈ માણસ ? માઇન્ડ ઈઝ
ન્યુટ્રલ.
પ્રશ્નકર્તા : વાત સાચી છે પણ એ એવું એકદમ જાય કેવી રીતે ?
દાદાશ્રી : એ ખેંચે એટલે માર પડશે. એટલે પછી ભાન થશે ને ? ભેંસ કંઈ એકદમ જાય છે ? કારણ કે એ ભેંસ છે. અને માણસ હોય તો જાય. ‘ના ગમતું’ રહેવું જ ના જોઈએ.
એની સામે પડો ! પ્રશ્નકર્તા : આપે આટલું બધું કહ્યું છતાં કેમ જતું નથી ? દાદાશ્રી : ના જાય. તમે જવા દો નહીં ને ! પ્રશ્નકર્તા : અમારી તો એમ ઇચ્છા છે કે બધું નીકળી જાય.
દાદાશ્રી : તમે તો એમ કહો છો કે મારે જતું નથી. મને ગમતું જ નથી. એટલે ‘ગમતું નથી' એમ બોલ્યા તો તમે જવા દો કે ? મને ગમે છે” એમ બોલો તો જાય. ‘ગમતું નથી' બોલે કે ચઢી બેસે.
પ્રશ્નકર્તા અને ‘ના ગમતું' હોય ત્યારે એવું થોડું કહેવાય કે ‘ગમે છે !'
દાદાશ્રી: ‘ગમે છે' કહે, એટલે પેલું ભાગવા માંડે ને ! પ્રશ્નકર્તા : એટલે ‘ના ગમતું’ હોય તોય એવું કહેવું કે ગમે છે?
દાદાશ્રી : હા, તો એ ભાગવા માંડે ને ! ‘ગમે છે' એવી સાયકોલોજીકલ ઇફેક્ટ ફરી એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું.
તમે જુઓ છો, અમારી આખી લાઈફમાં સવારથી સાંજ સુધી અમે ‘ના ગમતું' કહીએ છીએ ? તમે જુઓ છો કશામાં ? ‘ના ગમતું દેખાતું નથી એનો શું અર્થ ? એટલે કંઈ બધું ગમતું હશે ? મન તો ઝાવાદાવા કરે કે “ના, ત્યાં નહીં, આમ', પણ અમે એનું ચાલવા દઈએ નહીં ને !
પ્રશ્નકર્તા : મનમાં ગમતું ના હોય અને આ ‘દાદા ભગવાનના અસીમ જયજયકાર હો' બોલીએ તો લાભ થાય કંઈક ?
દાદાશ્રી : ખૂબ લાભ થાય. એ તો ‘ના ગમતું હોય ને બોલીએ ત્યારે જ લાભ થાય.
પ્રશ્નકર્તા : આ તો અમે માનીએ એનાથી ઊંધું જ નીકળ્યું.
દાદાશ્રી : તે ઊંધું જ છે ને બધું. પેલી ભેંસને ‘ના ગમતું હોય તે એને ગમાડવું તો પડે જ છે ને છેવટે ? તો એના કરતાં રાજીખુશીથી કહીએ કે “ભઈ, ગમે જ છે', એમ કહીને ચાલીએ તો ?
પ્રશ્નકર્તા: તો માર ના પડે.
દાદાશ્રી : માર ના પડે ને ખેંચેય નહીં અને ધણીય ખુશ થાય કે ‘ના, ભેંસ ડાહી છે બિચારી, ગાંડી નથી.' તમે ભેંસ કરતા ગયા ?
એટલે મનને ‘ના ગમતું’ હોય તો આપણે ‘જય જયકાર હો' બોલીએ તો શું ફાયદો ? અરે, વધારે ફાયદો થાય ઊલટો. મનના વિરૂદ્ધ કરીએ એટલે મન એક બાજુ સમજી જાય કે હવે આપણું માનતા નથી. માટે આપણા બિસ્તરા-પોટલા બાંધીને આપણે બીજે ગામ જવાની તૈયારી કરી દો. એનું અપમાન થાય એટલે બહુ જ સારું રહે. મનનું તો મનાય જ નહીં ને ! “મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’