________________
૩૩૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૩૭
હે મત ! તું ડૂબ, “હું નહિ પ્રશ્નકર્તા: મને પહેલાં થતું'તું કે બહુ વિચારો આવે ત્યારે એવું થાય કે આ શું ? પડો અહીં સૂરસાગર (તળાવ) માં !
દાદાશ્રી : આપણે કહીએ કે તું પડ ! મારે તો હજુ આ દુનિયાનું કલ્યાણ કરવાનું છે અને આ અવતારમાં જ્ઞાની પુરુષ મળ્યા, કોઈ અવતારમાં નહીં મળે, તને આ દુઃખ છે તો તું પડ, જા !
તને એવું થતું નહીં કે “આ શું કરવાનું ? એનાં કરતાં પડ્યા, ડૂબકી મારીએ તો નિરાંતે છૂટકારો થાય (!).
પ્રશ્નકર્તા : આપણાથી બીજું કંઈ ધોળાય એવું છે નહીં એવું લાગ્યું.
દાદાશ્રી : શું ધોળાય તો થાય એવું ?
પ્રશ્નકર્તા : બહુ વિચારો આવે, તેમાં આપણે કરવું હોય જુદું અને વિચારો જુદા આવે.
દાદાશ્રી : તે વિચારો આવે, તેમાં આપણે શું પણ ? વિચાર તો આવે. તે વિચારો જોય છે ને આપણે જ્ઞાતા છીએ. જ્ઞાન મળ્યા પછી આપણે શું લેવાદેવા ? જુઓ ને, આટલી ઉંમર થઈ તોય કહે, ‘મરવું છે એવા વિચારો આવે છે.'
આ કલ્યાણના તંબુમાં અમથો હાથ અડાડીશું તોય તંબુ ઊભો રહેશે, ટેકો કરીશું તોય છે તે બે જણનું કલ્યાણ થશે.
અને ‘ના ગમે' શબ્દ બોલ્યો ત્યાંથી જ એ ચક્કરમાં પડ્યો. ‘ના ગમે” એવું બોલાય નહીં. એ ડીકશનરીમાં ના હોવો જોઈએ. ‘ના ગમે” એ તો એક જાતની જેલ છે, હાથકડી છે. ‘ના ગમે' એવું બોલ્યા એટલે હાથકડી પડી.
ત્યાં જ્ઞાતીનું કેવું હોય ? તમે અમારી જોડે હો છો તોય તમને ખબર ના પડે કે આ
દાદાજીને ‘ના ગમતું' કશું નથી ? દાદાજીને સર્વ હક્ક છે, બધા જ અધિકાર છે છતાં ‘ના ગમતું કશું કરવું પડે એવું છે નહિ. છતાંય મનને ‘ના ગમતું હોય તોય કરે છે.
અમે બપોરે અઢી વાગે સૂઈ ગયા હોઈએ ને સાડા ત્રણ વાગે ઊઠીએ ત્યારે મન મહીં અમને કહે, ‘હજુ તો હમણે જ સૂઈ ગયા છીએ ને આ હવે હમણે ને હમણે ઊઠવાનું ?' પણ એનું કશું ચાલે નહીં. ‘ગેટ આઉટ, આ જો બૂમ પાડવી હોય તો બીજે ઘેર જાવ.” અમે મનનું સાંભળીએ નહીં. મન ના કહેતું હોય તોય સાંભળવા-કરવાનું નહીં. રેગ્યુલર (નિયમિત) એટલે રેગ્યુલર. તમે તો મનનું સાંભળો રે ? નહીં તો અમને કોણ પૂછનાર છે ? તમને બધાને પૂછનાર છે, અમને કોણ પૂછનાર છે ? અમે કહીએ કે “આજે છ વાગે જાવ, સત્સંગ બંધ રખાવો’ તો બંધ રહે છે. પણ એવું કશું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : બપોરે જો દસ મિનિટ કે પંદર મિનિટમાં ઊઠવાનું હોય તોય આપ તરત ઊઠીને બેઠા થઈ જાવ !
દાદાશ્રી : હંઅ. અને સવારમાં તમને કહ્યું'તું ને કે સાડા સાતે અમને ખબર આપવી તો અમે પોણા આઠ સુધીમાં તૈયાર ! અમે જાગતા જ હોઈએ પણ અમારે વિધિઓ કરવાની હોય, તે સ્પીડાલી (ઝડપથી) લઈ લઈએ જરા. નહીં તો અમને સવા આઠ સુધી કોઈ ના પાડતું હતું ? પણ જો જરાય કશો ડખો નહીં, એક્યુરેટ (ચોક્કસ). ઘણા ફેરા એવું અમને થાય કે ના જ ગમે. ખાવામાં અમને ના ગમે. પણ જે આવ્યું તે કરેક્ટ (બરોબર). ત્યારે મન શું કહે છે કે “સાંજે ફરી કહી દો.' ત્યારે કહે, “ના. તે કશું કહેવાનું નહીં પાછું. જે બને તે ખાવ. અમારી પાસે ભીખ મંગાવડાવો છો ? એમાં જે બને એ ખાવ. ચૂપ !” નહીં તો અમને કોણ પૂછનાર છે ? અમને જે મંગાવવું હોય તે મંગાવીએ ને અત્યારે આઇસ્ક્રીમ મંગાવીએ તોય કોઈ વાંધો ના ઊઠાવે, કે દાદાજી કેમ આમ કરે છે ? વાંધો ઊઠાવે ?
પ્રશ્નકર્તા : કોઈ ના ઊઠાવે.