________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
* બ્રહ્મચારી કોને કહેવાય કે જેને ‘ના ગમતું’ કશું હોય જ નહીં. કોઈ કડવી દવા આપે ત્યારે તમને કહેશે કે તમને ગમશે ?” ત્યારે કહે, “અમને વાંધો નહીં’. ‘ના ગમતું’ શબ્દ બોલાતો હશે ? આ દવાઓ બધી લોક ગમતી પીતા હશે ? કેટલી ચીજો ‘ના ગમતી’ કરવી પડે રોજે
૩૩૨
પ્રશ્નકર્તા : ઘણી વસ્તુઓ.
દાદાશ્રી : આને તો અહીંથી ઘેર જવાનુંય ગમે નહીં. એ કાયદેસર વાત છે કંઈ ? તને લાગે છે કાયદેસર ?
પ્રશ્નકર્તા : બહુ વાર કહે તો જવું તો જોઈએ, એવું લાગે. દાદાશ્રી : પણ એમ નહીં આમાં ખોટું શું છે પણ તે ? મારું કહેવાનું કે એય કરેક્ટ છે અને આય કરેક્ટ (બરાબર) છે. માર ખાઈનેય કરવું પડે !
તને નથી ગમતું ? તને આવું મન પજવે ?
પ્રશ્નકર્તા : મનેય આ ‘અસીમ જયજયકાર હો’ બોલવાનું નહોતું ગમતું.
દાદાશ્રી : એમ ? એની વેલ્યુ(કિંમત) સમજાઈ નથી એટલે. લોક તો સમજે કે આ ‘રામ રામ' બોલવા જેવું બોલાવડાવે છે. કેટલાકને પહેલીવારકુ એવું સમજાય ને ? અણસમજુ લોકો એટલે, પણ આ નથી એવું. તેથી જ આ હું જોડે જોડે કહ્યું છું કે ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન !' (દિવ્ય ઉકેલની આ રોકડી બેન્ક છે.)
* મનમાં વિષયની ગ્રંથિ નિર્મૂળ કરવા માટે બ્રહ્મચર્યના ધ્યેયવાળા સાથે આ સત્સંગ સંકલિત થયો છે. પરંતુ વાચકે વિષય વિકારની ગ્રંથિને બદલે લોભ-માન-કપટ-મોહ-ક્રોધ, કોઇ પણ ગ્રંથિભેદ માટેની વાત લઈ શકાય અને મારે ધ્યેય પ્રમાણે જ ચાલવાનું છે, નહીં કે મનના કહ્યા પ્રમાણે તે સમજીને આ પ્રકરણ વાંચવું.
મન કા ચલતા તને ચલે...
૩૩૩
પ્રશ્નકર્તા : પછી બહુ થાય ને, એટલે કંટાળો આવવા માંડે.
દાદાશ્રી : કોને પણ કંટાળો આવે ? ‘મન’ને કંટાળો આવે. ‘આપણને’કંટાળો આવતો હશે ? મનકા ચલતા છીએ આપણે ? આપણે તો માણસ છીએ.
પ્રશ્નકર્તા ઃ આ રોગ જરા ભારે છે.
દાદાશ્રી : પણ એવું હોતું હશે ? આ તો બહુ નબળાઈ કહેવાય.
આ ભેંસને દવાખાનામાં નથી જવું, તોય પેલો ભેંસને આગળ ખેંચે ને પાછળ મારે. ‘ના ગમતું’ હોય તોય એને જવું પડે. તો એને ‘ના ગમતું’ કહેવાતું હશે ? આ મનુષ્યો કરતાં ભેંસ સારી. ભેંસને નથી ગમતું તોય લઈ જાય ને ?
પ્રશ્નકર્તા ઃ લઈ જાય.
દાદાશ્રી : શાથી નથી ગમતું ? એને અક્કલ નથી એટલે, બાકી દવા કરવાની જરૂર છે. દવાથી શરીર સારું થાય. તે પેલા આગળ ખેંચે ને પાછળ મારે ત્યારે જાય. તો એના કરતાં તું પાંસરી રીતે ચાલ છાનોમાનો. ભેંસને ‘ના ગમતું' હોય તો શું દશા થઈ એની ?
પ્રશ્નકર્તા ઃ માર ખાઈને જવું પડે.
દાદાશ્રી : તે તમારે પરાણે કરવું પડે પછી.
પ્રશ્નકર્તા : એટલે નાક પકડીને દવા પિવડાવવી જ પડે.
દાદાશ્રી : હા, નાક દબાવે ત્યારે દવા લેવી પડે ત્યારે એના કરતાં પાંસરી રીતે પી ને. એટલે મેં ભેંસનો દાખલો આપ્યો. ત્યાર પછી કેટલાય માણસો સુધરી ગયા. એ કહેવા લાગ્યા કે ‘હવે હું નહીં કરું.’ એ તો ભેંસ આવું કરે. એને મારે તોય ‘ના ગમતું’ રાખે. આમને તો એક બાજુ ખેંચે ને પાછળ મારે એવું ‘ના ગમતું' કરી નાખે ને એના કરતાં, ‘ભઈ, મને ગમે છે' એમ કહી દે ને ! એટલે મારે નહીં ને ખેંચે નહીં.