________________
મન કા ચલતા તન ચલે..
૩૩૧
(૧૦) મત કા ચલતા તત ચલે.
‘તા ગમતું' તા ખપે ! પ્રશ્નકર્તા : આમ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલવાનું હોય ને તો આમ બોલવાનું ગમે, પણ પેલી દસ-પંદર મિનિટથી વધારે બોલવાનું થાય એટલે પછી મનને ના ગમે.
દાદાશ્રી : માણસ એનું નામ કહેવાય કે ‘ના ગમતું હોય જ નહિ. ને જ્યાં સુધી કંઈ પણ “ના ગમતું હશે ત્યાં સુધી બળજબરીથી એ કરવું પડશે. આ તમારે દવા ‘ના ગમતી’ હોય તોય પીવી પડે છે ને ? નહીં તો છ રસ લે, કડવું સાથે લે, તો પછી કડવી દવા ના લેવી પડે. પણ એ નથી લેતા એટલે પછી કડવી દવા લેવી પડે છે. રસ તો પૂરા કરવા પડશે ને ?
પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાનના અસીમ જયજયકાર હો' બોલવાનું ગમે છે. પણ પછી લાંબું ચાલે ને એટલે એવું થાય કે હવે બંધ કરી દઈએ.
દાદાશ્રી : લાંબુ કોને કહો છો ? લાંબા-ટૂંકાનું તો તારું તો ઠેકાણું નહિ ને ? તારી તો ડીકશનરી જ જુદી જાતની ! ‘ગમતું' આવ્યું એટલું જ થાય, બીજું ના થાય. ત્યારે તો આ બધી દવા ગમતી આવતી હોય ને તો જ પીતા હોય ? સંડાસ લાગે ત્યારે જવાનું ગમતું હશે ? આ ઉધરસ ખાવાની ગમતી હશે લોકોને ? છીંક ખાવાની ગમતી હશે ? છીંક ના આવતી હોય તો મહીં કશુંક ઘાલી કરીને કરાવડાવે. ‘ના ગમતું' કાઢી નાખવું એનું નામ પુરુષાર્થ. “ના ગમતું
એટલે આપણે કંઈ માલિક છીએ ? કોણ છો તમે ? “મને નથી ગમતું'. તે ભણવાનુંય ના ગમે લોકોને તો. નિશાળમાં જવાનું, ટાઢમાં નીકળવાનું ગમતું હશે ? જવું જ પડે ને ? પથારીમાંથી ઊઠવાનુંય ના ગમે એવાં છોકરાં છે. એવાં નહીં હોય ?
પ્રશ્નકર્તા : હોય.
દાદાશ્રી : અરે, આ બધાંય છોકરાંઓ ના ઊઠે. એ તો બધાંને ઊઠાડે પછી.
પ્રશ્નકર્તા : મનેય સવારે ઊઠવાનું ગમતું જ નથી.
દાદાશ્રી : કોઈનેય ના ગમે. પણ ઊડ્યા વગર છૂટકો જ નહીં ને ? ચાલે જ નહી.
પ્રશ્નકર્તા : પણ પેલું મન એવું સમજાવતું હોય કે આ ગાવાથી કશું થાય નહીં.
દાદાશ્રી : પણ આવું ઊંધું સમજાવે ત્યારે આપણે કહીએ નહીં કે આજ દિન સુધી તે મારું શું ભલું કર્યું, તે હું જાણું છું. માટે તારી સલાહ બાજુએ મેલ. તારી વાત અમારે નથી સાંભળવી. એ જુદા છે. ને આપણે જુદા છીએ, આપણે શું લેવાદેવા ? અત્યાર સુધી આપણે એ જાણતા હતા કે સગો ભાઈ જ છે, એટલે એના કહ્યા પ્રમાણે આપણે ચાલતા હતા.
પ્રશ્નકર્તા : બધા ગાય છે તે આપણે નથી ગાઈ શકતા એ આપણે જાણીએ ખરાં.
દાદાશ્રી : હા, પણ તેની અનુમોદના આપવી જોઈએ. આ બધા ગાય, તે ગાવ કહીએ. એટલે આપણે અમથા બોલવા માંડીએ બે લીટીઓ.
સત્સંગેય બહુ સાંભળ સાંભળ કરે તો કાન બગડી જાય. આ તો તમને સાંભળવાનો વાંધો ના હોય પણ હું બોલ બોલ કરું તો શું થાય ?