________________
ના ગમતા વિચારો સામે....
૩૦૯
૩૧૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ન થવું જોઈએ. વ્યવસ્થિતના આધીન આવ્યા ને વ્યવસ્થિતના આધીન જશે. આપણા હાથમાં છે કશું ?
આપણે ત્યાં ના ગમતો મહેમાન આવ્યો હોય તો આનંદ થાય ? ગમે ?
પ્રશ્નકર્તા : ના ગમે.
દાદાશ્રી : પણ આપણા લોકો સહન કરીને પણ બોલતાં નથી. પણ મનમાં ને મનમાં ગાળો ભાંડે કે ‘આ નાલાયક અહીં ક્યાં આવ્યો?” ભગવાને કહ્યું છે એના કરતાં ચોખ્ખું બોલ્યો હોત તો સારું. આ મન એટલે આવતા ભવનું ચિત્ર ! તે આ લોકો આવતો ભવ બગાડે છે. અને અહીં મોઢે બોલ્યો હોત તો આ ભવમાં એને પેલો માર માર કરત અગર તો વગોવત. પણ આ ભવમાં હિસાબ ચોખ્ખો થઈ જાત. અને મનમાં ઊંધું વિચાર્યું તે તો આવતા ભવનું બધું બગાડ્યું. હવે પેલા ચાર દહાડા રહે તો ત્યાં સુધી મનમાં ‘આ ક્યારે જશે ? ક્યારે જશે ?” થયા કરે ને રાતે પોતે ઊંઘે પણ નહીં ને પેલા તો નિરાંતે ઊંઘી ગયા હોય !
‘ચંદુભાઈ, ચંદુભાઈ’, ત્યારે તમે ઊઘાડો કે ના ઊઘાડો ?
પ્રશ્નકર્તા : ઊઘાડીએ. દાદાશ્રી : પછી શું કહો આ બધાંને દેખીને ! પ્રશ્નકર્તા : આવો.
દાદાશ્રી : “આવો, પધારો' હઉ કહો ! “જતો રહે” એવું ના કહો ? તે એમને બેસાડે, કરે, પણ મનમાં શું થતું હોય ? આ રડ્યા અત્યારે ક્યાંથી ?! હવે જો સંસ્કારથી બોલાવે છેય ખરા. પાછું મહીં મન છે તે અવળે રસ્તે ચાલે છે. પછી આપણે કહીએ કે, “ના, થોડી ચા તો પીઓ?” ત્યારે એ કહે, “ના, ચા રહેવા દો. અત્યારે ખીચડી-કઢી કરશે તો ચાલશે !” તે મહીં બૈરાં કૂદાકૂદ કરી મૂકે !!! માર ઉપાધિ, ઉપાધિ !! હવે કંઈ જતા રહેવાના હતા પાછા ? શા હારુ મન બગાડવાની જરૂર ? ખોટું જ બગડે છે ને ? આ કંઈ આમ કરવાથી જતા ન રહે. એય સમજી જાય કે આનું મન બગડી ગયું છે. પણ રાત્રે કોને ત્યાં જાય તે ? એટલે નફફટ થઈનેય રહે. બે-ચાર દા'ડા પડી રહે.
મન ના કબૂલ કરે તો જુદું, પણ તારે એવું જુદું કરવાની જરૂર નથી. આપણે સમભાવે નિકાલ કરવાનો.
મૂડ'માં, મત કે અહંકાર ? પ્રશ્નકર્તા : આ ‘મૂડ’ વસ્તુ છે એ મનને લાગુ પડે છે કે અહંકારને લાગુ પડે છે ?
દાદાશ્રી : મનને લાગુ પડે છે.
પ્રશ્નકર્તા : જે માણસ “મૂડી' હોય એની શી સ્થિતિ, દશા શું એની ?
દાદાશ્રી : અહંકાર ને બુદ્ધિ અભિપ્રાય આપે એટલે આ મનનો છે તે મૂડ ઊડી જાય. મનનો મૂડ જતો રહે પછી. મૂડ મનનો હોય.
આ સંયોગ છે તે વિયોગી સ્વભાવનાં છે. સ્વભાવ જ એનો વિયોગી છે. મહેમાન આવે ને જાણીએ કે આ સંયોગ આવ્યો છે, તે એ વિયોગી સ્વભાવનો છે. એનો કાળ આવશે એટલે એની મેળે જતો રહેશે. એને આપણે કાઢવાની જરૂર નથી, મન બગાડવાની જરૂર નથી.
અત્યારે કંઈથી રડ્યા ? દાદાશ્રી : તમારા રહેવાના મકાનમાં કેટલા રૂમો છે ? પ્રશ્નકર્તા : પાંચ રૂમો છે.
દાદાશ્રી : હવે રાત્રે સાડા અગિયાર વાગે મહેમાન આવ્યા. તેમાં બે-ત્રણ આપણા ગામના ઓળખાણવાળા હોય અને એની જોડે દસબાર બીજા આપણા ઓળખાણ વગરના હોય તો એ બધાં કહેશે,