________________
ના ગમતા વિચારો સામે..
૩૧૧
૩૧૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પણ તે મને ક્યાંથી જાણ્યું ? એ કંઈ બધું જાણતું જ નથી. એટલે બુદ્ધિ અભિપ્રાય આપે, કે આ બહુ ખરાબ માણસ છે. એટલે પછી મૂડ બગડી જાય. અને અભિપ્રાય આપે કે બહુ સરસ માણસ છે, તો પછી મૂડ આવી જાય.
અમને ના ફાવતો માણસ આવે એટલે અમે કહીએ કે ‘બહુ ઉપકારી છે આ તો !' એટલે મન સારું રહે. નુકસાન કરનારો માણસ આવે તોય અમે કહીએ કે ‘બહુ ઉપકારી માણસ છે આ’, તો મન સારું રહે.
પ્રશ્નકર્તા : પણ એવું બુદ્ધિ કહેવા જ ના દે. એ તો ‘બહુ ખરાબ છે, ખરાબ છે” એમ જ કહેવડાવે.
દાદાશ્રી : એ તો ના કહે. એ તો બોલે જ નહીં કોઈ સાથે. એ તો ઊલટાનું એવું બોલે કે યુઝલેસ (નકામો), નાલાયક છે. તું નાલાયક છે. અહીં આપણે કહીએ ને, આફટર ઑલ હી ઈઝ એ વેરી ગુડ મેન. (અંતે તો એ સારા માણસ જ છે.)
પ્રશ્નકર્તા : મૂડ ઑફ (ખલાસ) થઈ ગયો હોય ત્યારે પોતાનું ચલણ જ ના હોય ને ?
દાદાશ્રી : એ તો ઊડી જાય. પ્રશ્નકર્તા: તો પછી જ્ઞાનને વાપરી ના શકે ને ?
દાદાશ્રી : ના, પણ જાગૃતિ હોય ત્યાર પછી. આ મારું મન નુકસાનકારક છે એવું સમજી જાય. પછી મૂડ બદલી નાખે એ પોતે.
પ્રશ્નકર્તા : એ બદલવા માટે ગોઠવણી કરવાની છે ને ? દાદાશ્રી : હા, એવું ગોઠવાઈ જાય. પ્રશ્નકર્તા : મૂડ પ્રમાણે વ્યવહાર થવા દેવો કે ના થવા દેવો? દાદાશ્રી : પછી તો અંધારું જ થઈ ગયું ને ?
પ્રશ્નકર્તા : તો મૂડ પ્રમાણે ન થવા દેવા માટે કેવું રહેવું જોઈએ?
દાદાશ્રી : જાગૃતિ જોઈએ. સાહેબ ઓફિસમાં આવ્યો હોય ત્યારે વહુ જોડે વ્યવહાર થયો હોય, ઝઘડો થયો હોય અને આપણે અહીં બેઠા હોય તો આપણી ઉપર ચિડાયા કરે. આપણે સમજી જઈએ કે આ મૂડમાં નથી મૂઓ ! આ ડફોળ એવો હોય છે કે કોણે બચકું ભરેલું ને કોને બચકાં ભરે છે ? બૈરીએ એને બચકું ભર્યું ને એ લોકોને બચકાં ભરે.
પ્રશ્નકર્તા : સાહેબનો મૂડ ઑફ થયો હોય ત્યારે આપણે શી જાગૃતિ રાખવી ?
દાદાશ્રી : કરુણા ખાવી. મૂઓ બૈરી જોડે વઢીને આવ્યો છે ને ગાળો બોલે છે. એમાં એનો કોઈ દોષ નથી. આ તો બિચારો બળાપો કાઢે છે.
પ્રશ્નકર્તા : સાહેબે પોતાની સ્થિતિ સુધારવાની કંઈ રીત હોય
દાદાશ્રી : સુધારવાની રીત ક્યાંથી આવડે એને ? સુધારવાનું આવડે તો એના મૂડમાં જતો જ ના રહે ને !
પ્રશ્નકર્તા ઃ આ જ્ઞાન હોય તોય મૂડના આધારે ચાલતો હોય ?
દાદાશ્રી : અમારે મનને મૂડ તો હોયને, તમારા કર્મના ઉદય પ્રમાણે અમારો મૂડ હોય. નહીં તો અમેય કહીએ, આવો લીમડીનાં ઠાકોર. અમેય બોલીએ. તમારા કર્મના ઉદય જોર કરે ત્યારે એવુંય બોલીએ.
મૂડ એ પુદ્ગલનો ગુણ છે, એવો માલ ભરેલો છે. કૂતરોય મૂડ જોઈને પછી ઘર આગળ આવે. મૂડ ના દેખે તો પાછો જતો રહે. એવું દરેકને હોય. વકીલોને, બીજા બધાને કામ કરવું હોય તો મૂડમાં જોવા પડે કે “સાહેબ, મૂડમાં છે કે નહીં ?” એટલે અત્યારે મૂડ તો મુખ્ય