________________
૩૦૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ના ગમતા વિચારો સામે....
૩૦૭ માઈનસ (સરવાળા-બાદબાકી) થઈને ખલાસ થઈ જશે. આ એકદમ આપણને જચે તો નહીં.
પ્રશ્નકર્તા : આપણે એની સામે આવા વિચાર કરીએ તો એની અસર થાય છે ?
દાદાશ્રી : હા, એવું કરો તો તરત અસર થઈ જાય. આ હું બધા અસરના જ ઉપાય બતાવું છું.
મત તો ઉખેડે જ્ઞાતીતુંય મૂળિયું ! ‘જ્ઞાની પુરુષ' સંબંધી અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખજો. મન તો જ્ઞાની પુરુષનું મૂળિયું ખોદી નાખે. મન શું ના કરે, એ કહેવાય નહીં. કારણ કે આ બધો અજ્ઞાનતાનો દોષ છે.
મન તો બહુ પ્રકારનાં હોય છે. દઝાયેલું મન હોય ને, તે ગમે તેને દઝાડે. મહાવીરને હઉ દઝાડે ને ! લોકોનાં મન તો અનેક પ્રકારનાં. અમને તો તરત સમજ પડી જાય કે આના આ પર્યાય છે, આને આ પર્યાય છે. સરળ મન હોય તો કોઈ જાતનો વાંધો જ નહીં ને ! તો અમે એમની કશી પૃચ્છા જ ના કરીએ.
મત કંટ્રોલ, વિજ્ઞાનથી ! આ ખરાબ માણસના સંગમાં બેસી પડે, તો મન બગડવું ના જોઈએ. કારણ કે લોકોનાં મન તો બગડ્યા વગર રહે જ નહીં, વાણી તો બગડે. પણ વખતે બીકના માર્યા વાણી ના બગાડે, પણ મન તો બગડ્યા વગર રહે જ નહીં. અને જોખમ બધું મન બગડવાનું છે. મન, વાણી બગડ્યાનું જોખમ છે, દેહ બગડ્યાનું જોખમ નથી. રાતના સ્વપ્નમાં એમ થતું હતું કે બોંબ નાખી આવીએ ! તે ઊંઘમાં બોંબ નાખી આવે !!! એવા બધાં લોકો ! એનાથી બધો સંસાર ઊભો રહ્યો છે.
છે. લોક ખરાબ કહે કે સારો કહે. એટલે મન બગડે નહીં એવું વિજ્ઞાન હોય. ખરાબ માણસોની જોડે આપણે બેસીએ ને મન બગડે નહીં, એટલું આપણું મન કંટ્રોલમાં રહે. નહીં તો બીજા કોઈને મન કંટ્રોલમાં રહે નહીં.
ત્રિકાળી એડજસ્ટમેટ ! એક બાજુ ખરાબ વિચાર આવ્યા જ કરે ને આપણે આખો દહાડો કંઈક ધૂન બોલવી જોઈએ. ‘દાદા, દાદા, દાદા, દાદા’ કે ‘દાદા ભગવાનને નમસ્કાર’ બોલ્યા જ કરીએ આપણી મેળે. એ વિચાર તો આવ્યા જ કરવામાં પણ આપણે પ્રતિભાવ મૂકવો પડે. એની સામું આપણે શસ્ત્ર મૂકીએ ને તો રાગે પડી જાય. સત્સંગ હોય ને એ બધું હોય ને ત્યારે વધારે સારું રહે.
પ્રશ્નકર્તા: ઘણી બાબતમાં મન જુદું વિચારતું હોય છે. આપણને નથી ગમતું, તે વખતે માનસિક તાણ રહ્યા કરે.
દાદાશ્રી : એના માટે આ આવું મૂકવું.
પ્રશ્નકર્તા : કે મન જે બોલતું હોય એના કરતાં જુદું બોલવું એમ?
દાદાશ્રી : હા, અરે, આપણો સગો ભાઈ હોય ને, એના માટે પણ આ નાલાયક છે, લુચ્ચો છે એવા બધા ભાવો થાય અને ભાઈ જોડે પ્રેમ પણ ખરો, તો આપણે શું કરવું પડે ? “એ તો મહાન ઉપકારી છે, એને લીધે તો આપણે જીવતા રહ્યા', એવું તેવું બોલવું જોઈએ. આ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જ્ઞાનીનું એડજસ્ટમેન્ટ એટલે ત્રિકાળ સત્ય.
મત બગડે, મહેમાન જોડે.. ‘વ્યવસ્થિત'ના આધીન આવ્યા. પાંચ-સાત દહાડા સુધી મહેમાન ખસે નહીં તો મનમાં ભાવ બગડે કે બળ્યું, આ તો અત્યારે ક્યાં આવ્યા છે ? આ લોકો અહીંથી જાય તો સારું. એ ભાવ બગડ્યા કહેવાય. એવું
મન બગડવાથી સંસાર ઊભો રહ્યો છે, વાણી બગડવાથી, દેહ બગડવાથી સંસાર ઊભો રહ્યો નથી. દેહનું ફળ અહીંનું અહીં જ મળે