________________
૩૦૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ના ગમતા વિચારો સામે....
૩૦૫ પ્રશ્નકર્તા ઃ તો બહુ જ ખરાબ વિચાર આવે તે ઘડીએ આત્મા છૂટો જ પડી જાય છે ?
દાદાશ્રી : હા, સો ટકા ગેરન્ટી ! પ્રશ્નકર્તા : પણ આપે કહ્યું ને કે પટ્ટો આપી દે.
દાદાશ્રી : હા, એ મને પૂછે કે નહીં મારી આવી દશા થઈ છે, તો હું કહું કે આવી રીતે પટ્ટો આપી દે.
પ્રશ્નકર્તા : પટ્ટો આપી દેવો એટલે શું ? કે મનનો પટ્ટો આપવાનો ?
દાદાશ્રી : એ અમે તમને તે ઘડીએ દેખાડીએ. જ્યારે ઉદય આવે ત્યારે કહેજેને ! કોઈનો ઉદય આવે ત્યારે મને કહેજો, તો કેમ પટ્ટો આપવાનો તે દેખાડી દઈએ.
હું ખરાબ વિચાર કોને કહું છું કે જે વિચાર અને પોતાને ગમે જ નહીં. પોતે બહુ જ કંટાળ્યો હોય, ડિપ્રેશન બધું આવી ગયેલું હોય. મને ઘણાં માણસો કહે છે ને કે ‘દાદા, એટલાં બધાં ખરાબ વિચાર આવે છે કે મને બિલકુલેય ચેન નથી પડતું. અલ્યા, આ તો ખરો વખત કહેવાય છે. આ ખરાબ વિચાર તો ટાઈમિંગ આવ્યો કહેવાય. હું નાનપણમાં તો ખરાબ વિચાર આવે તો ટાઈમિંગ ગોઠવી દેતો કે આત્મા છૂટો થવાનો રસ્તો જ આ એકલો છે, બીજો કોઈ નથી. સારા વિચાર તો આત્માને ખેંચી જાય, હડહડાટ !
વિચારોના સરવાળા-બાદબાકી ! એક માણસે મને પૂછ્યું'તું, કે મારો એક કાકાનો દીકરો મારે ત્યાં આવે છે. એ કશું બોલતો નથી. પણ એ આવે છે ત્યારે મને ખરાબ વિચારો આવ્યા કરે છે કે “આ નાલાયક ક્યાં આવ્યો ! આ નાલાયક ક્યાં આવ્યો', એ કશું જ બોલતો નથી. ‘એને ટૈડકાવીને કાઢી મેલું, આમ છે, તેમ છે, એવા વિચારો આવે. પછી મને કહે છે, પણ
આ શું છે ? ‘મારો આ રોગ શી રીતે મટે ? તમે જ્ઞાન આપ્યું છે, ત્યારથી સામાનો દોષ મને નથી લાગતો.” ત્યારે મેં એને સમજ પાડી કે એક દહાડો દાદાનું નામ લઈને આટલું કરજે. ત્યારે કહે, ‘શું ?” મેં કહ્યું, ‘પેલા ભાઈનું નામ શું ?” ત્યારે કહે, ‘સોમચંદભાઈ.” કહ્યું, એ આવે કે મનમાં વિચાર ખરાબ આવે તેની સામે તું મનમાં બોલજે કે ‘સોમચંદ તો બહુ સારા માણસ છે, ઘણા સારા માણસ છે, કેવા લાયક માણસ છે ! તું બોલજે કે તેની સાથે સરસ થઈ જશે.” એટલે એવું બોલવા માંડ્યોને તો પંદર દહાડામાં સરસ થઈ ગયું. પંદર દહાડા પછી ખરાબ વિચાર આવતા બંધ થઈ ગયા. ખરાબ વિચાર જેના આવે, તેના માટે સારા વિચાર મહીં કરો, તો પેલું બધું જતું રહે સડસડાટ. છોકરા માટે ખરાબ વિચાર આવે તો મહીં કહીએ, દાદા કહેતા'તા, મારા છોકરાં જેવો છોકરો નથી ને આ ખરાબ વિચાર કેમ આવે છે ? એટલે તરત બધું જતું રહે.
એક જણ મને કહે કે, “એક મોટા સંતપુરુષ છે, તેમને ત્યાં હું જાઉં છું. એમના દર્શન કરું છું. હવે પાછાં મને મનમાં એમને માટે ખરાબ વિચારો આવે છે.’ મેં એમને પૂછ્યું, ‘તમને શું વિચાર આવે છે ?” ત્યારે એમણે મને કહ્યું, ‘આ મહારાજ નાલાયક છે, દુરાચારી છે એવા વિચારો આવે છે. હું એમને પગે પણ લાગું છું.” ત્યારે મેં કહ્યું, ‘તને આવા વિચારો કરવાના ગમે છે ?” ત્યારે એ કહે કે, “નથી ગમતું છતાંય એવાં વિચારો આવે છે તો આનું શું થાય ?” હવે આ શી રીતે નીકળે ? તમે આનો શું ઉપાય કરો ? તમને આવું થતું હોય તો તમે શું કરો ? આમાં દોષ કોનો ? એટલે મેં એને કહ્યું, ‘ભઈ, જો તને આવા ખરાબ વિચાર આવે કે આ ખરાબ છે, નાલાયક છે, તે વખતે તારે શું કરવું એ તને સમજાવું.” એક બાજુ આવો વિચાર આવે છે તે આપણાં હાથનાં ખેલ નથી. તો આપણાં હાથનો ખેલ શું છે ? ત્યારે આપણે બોલવાનું કે ‘આ તો બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે.’ મન ‘ખરાબ છે, ખરાબ છે એમ બોલ્યા કરે. અને આપણે ‘બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે” એમ બોલ્યા કરીએ એટલે બધું પ્લસ