________________
ના ગમતા વિચારો સામે...
એટલે સાયન્સ જ જુદી જાતનું છે. આ વીતરાગોનું સાયન્સ કોઈથી પહોંચી વળાય એવું નથી. ગજબનું સાયન્સ છે !
૩૦૩
મન બધું શું બતાવે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય, ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એને આગળ લઈ જવી ના પડે.
પ્રશ્નકર્તા : પણ ત્યાં સુધી જાગૃતિ કઈ રીતે લઈ જવાની ? દાદાશ્રી : એ તો ચૂંટી ખણીને જાગૃતિ કરીએ ને !
પ્રશ્નકર્તા : ચૂંટી ખણે એટલે મન બૂમો પાડે.
દાદાશ્રી : ચૂંટી ખણે એટલે જાગૃતિ રહે. બધું ગમે નહીં એટલે પછી માંકડ કરડે તો જાગૃતિ આવે.
પ્રશ્નકર્તા : આપે કીધું ને કે મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય.
દાદાશ્રી : ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ એનું સંભાળી લે.
પ્રશ્નકર્તા ઃ એ જરાક સમજાવો ને.
દાદાશ્રી : જાગૃતિ ક્યાં સુધી લઈ જવાની કે મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય, ત્યાં સુધી આ ચાલ ચાલ કરવાનું.
પ્રશ્નકર્તા : વાણીના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને વાણીથી પણ આગળ મન છે કહ્યું.
દાદાશ્રી : એ બધાથી અલગ થઈ જાય ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા થાય. પ્રશ્નકર્તા : એટલે મનનું છેલ્લામાં છેલ્લું કહેવાય ? મનના જ્ઞાતા-દ્રષ્ટા એ ઊંચામાં ઊંચું, છેલ્લામાં છેલ્લું કહેવાય ?
દાદાશ્રી : હું. ત્યાંથી પછી આ ઘોડાગાડીમાંથી ઊતરી પડવાનું. ત્યાંથી પછી બીજું મળી આવે. ચડવું-ઊતરવું ના પડે.
દાદાશ્રી : અચ્છા. તો એ સ્વાભાવિક પછી પુરુષાર્થ ઊભો રહે
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ત્યાં ? મનના જ્ઞાતા-દ્રષ્ટા નિરંતર રહેવાનું ને ત્યાં ? એ છેલ્લું સ્ટેશન આવ્યું કહેવાય ને ?
૩૦૪
દાદાશ્રી : થોડો ભાગ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા શીખ્યો એટલે આવી ગયું. એટલે એ સ્ટેશન તરફ આવી ગયો.
ખરો ટાઈમ જ એ !
મનમાં ભરતી-ઓટ આવે, ત્યારે આ અહીં મન કૂદાકૂદ કરે.
ભરતી આવતી હોય તો ના સમજીએ કે અત્યારે મન ભરતીમાં છે. પછી ડિપ્રેશનની અંદર આવે તો આપણે કહીએ, ડિપ્રેશન ભલે આવ્યું, હમણાં ભરતી આવશે પછી.
અજ્ઞાની માણસને બે જાતના વિચાર આવે. સારા વિચાર આવે ત્યારે તન્મયાકાર થઈ જાય, વિચારને એકરૂપ થઈ જાય, નહીં થઈ જતા ? અને ખરાબ વિચાર આવે ત્યારે છેટો રહે છે. એવું ના થાય ? હવે ખરાબ વિચારમાં પોતે જુદો રહે છે, તે ઘડીએ બહુ ઊંચી દશા હોય છે. ત્યારે કહેશે, ‘મને ગમતું નથી, કંટાળો આવે છે.’ અલ્યા, ખરી ઊંચી દશા આવી છે; પાંસરો બેસને ! મનથી છૂટું રહેવાય એવું છે જ નહીં. ના ગમતા વિચાર આવે ત્યારે જ છૂટાં રહેવાય એવું છે. ત્યારે એને કંટાળો આવે કે આવા વિચાર કેમ આવે છે ? અરે ભઈ, આવે, મહીં ભરેલું હોય તો. અમને હઉ આવતા'તા, જ્યારે અમારે ગ્રંથિઓ હતી ત્યાં સુધી. પણ અમને એની વેલ્યુ (કિંમત) ના હોય. અમે ચિત્તની કિંમત ગણીએ કે કેમ હજુ બીજી જગ્યાએ જાય છે.
એક ફેરો એને જે બહુ જ ખરાબ વિચારો લાગે છે અને જે એને અકળાટ, અકળાટ, અકળાટ થઈ જાય છે, તો આપણે કહીએ કે એ વિચારોને આનંદપૂર્વક જોવા. અને પછી જો અભ્યાસ થશે, એવો સુંદર અભ્યાસ કે એમ કરતાં કરતાં આત્મા પ્રાપ્ત થઈ જાય. આ તો આત્મા પ્રાપ્ત કરવાનો સહેલો રસ્તો છે. પણ એવા ખરાબ વિચાર એટલા બધા આવતા નથી ને લોકોને, કોઈકને જ આવે.