________________
ના ગમતા વિચારો સામે...
૩૦૧
વિચાર આવ્યો, તરત આપણને ખબર પડી જાય. ઓહોહો ! આવો વિચાર આવ્યો છે.
પ્રશ્નકર્તા (મહાત્મા) : પણ વિચાર તો ઉત્પન્ન થાય ને ?
દાદાશ્રી : વિચાર ઉત્પન્ન થાય એ એનો પાછલો માલ ભરેલો તે. તે આપણે જાણવું કે આ કચરો માલ ભરેલો છે. તે આ બાજુ કચરો. આ કચરા સાઈડ અને આ રાઈટ સાઈડ.
પ્રશ્નકર્તા : પણ આ ભૂલ થાય છે, તે ભૂલ કેમ કહેવાય ?
દાદાશ્રી : ના, ભૂલ તો કહેવાય નહીં ને ! જોઈએ-જાણીએ એટલે પછી આપણો જ્ઞાયક સ્વભાવ ના છૂટે ને તેટલા પરમાત્મા થયા. જેટલો વખત આમ મહીં ખરાબ વિચાર આવતા હોય, તે વખતે જ્ઞાયક રહ્યા તો જાણવું કે થોડા પરમાત્મા થયા. નિરંતર જ્ઞાયકપણું એ સંપૂર્ણ પરમાત્મા કહેવાય. તે ઘડીમાં જ્ઞાયક થાય ને ઘડીમાં પાછો જોડાઈ જાય, ઘડીકમાં પાછો જ્ઞાયક થાય. એ કચાશ કહેવાય. એ જોડાઈ કેમ જાય છે ? એને ત્યાં આગળ ચોંટી ગયેલું છે, ઇન્ટરેસ્ટ પડે છે. આને ખરું છે એવું માન્યું છે. તમે જે કહ્યું ને કે આ ખોટું છે, એવો અનુભવ થયો એટલું જ જો સમજે તો બહુ થઈ ગયું. એ પાછો ફર્યો કહેવાય.
‘એ જોતારો કોણ ? પ્રશ્નકર્તા (મહાત્મા) : એ જોનારો કોણ ?
દાદાશ્રી : એ જ આપણી જે પ્રજ્ઞાશક્તિ છે ને, તે જ બધું જોનારી. એ જ આત્મા છે. પણ તે આત્મા જાતે જોતો નથી, પોતાની શક્તિ છે તે કામ કરે છે. તે જુએ એટલે થઈ ગયું. તમે જ્ઞાતા-દ્રષ્ટા થયા. એટલે એ તો પ્રજ્ઞા છે, મુળ આત્માનો ભાગ, એનાથી બધું જોઈ શકાય. તમારામાં પ્રજ્ઞા ઉત્પન્ન થયેલી છે. પણ હજુ નિરાલંબ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફૂલ કામ કરે નહીં. તમારે હજુ તો ગાંઠોમાં જ ફરતું હોય ને ! આ તો ગ્રંથિઓ છેદાઈ જાય ત્યારે કામ આગળ ચાલે.
૩૦૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : વિચાર કરનારો વિચાર કરતો હોય ત્યારે જોનારો કોણ હોય ?
દાદાશ્રી : જોનારો આત્મા છે. પ્રશ્નકર્તા : ત્યારે શું વિચાર કરનારોય આત્મા છે ?
દાદાશ્રી : આત્માએ વિચાર કર્યો જ નથી. કોઈ દહાડોય આત્માએ વિચાર કર્યો જ નથી. એ વ્યવહાર આત્માની વાત છે. એવું છે, વ્યવહાર આત્માને નિશ્ચય આત્માથી જોયા કરવો. વ્યવહાર આત્મા શું કરી રહ્યો છે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : એકી સાથે બે ક્રિયા થઈ શકે ?
દાદાશ્રી : એક જ ક્રિયા થઈ શકે. પેલી તો ક્રિયા એની મેળે સહજ થયા જ કરે છે, આપણે જોયા કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ બીજું તો થયા જ કરે છે. એમાં ના જુઓ તો તમારું જોવાનું જતું રહે. એટલે જોનારાએ પુરુષાર્થ કરવાનો છે. પેલું તો થયા જ કરે છે. ફિલ્મ તો ચાલુ જ છે. એમાં તમારે કશું કરવું ના પડે, એ એની મેળે સહજ ચાલ્યા કરે છે એટલે એ ફિલ્મને આપણે જોયા કરવાની.
મન છે તે વાજાંમાં તન્મયાકાર અને એક બાજુ આત્મા એના જ્ઞાતા-દ્રષ્ટામાં, એના પોતાના ગુણધર્મમાં તન્મયાકાર. બેઉ જુદે જુદાં રહી શકે છે. એટલે બધાંનું શું કહેવું છે કે મહાવીર ભગવાન જ્ઞાનમાં હોય તે ઘડીએ એમને વાજાં સંભળાય નહીં. એવું કેમ બને ? આત્મા તો બે કામ નહીં, લાખ કામ કરી શકે એમ છે. એટલી બધી આત્માની અનંત શક્તિ છે. આ કામ કરી શકે ને તેય કામ કરી શકે. એવું એક બાજુનું કામ તો પેલું કોમ્યુટર કરી શકે છે. આ તો બહાર બેભાનપણું થઈ જાય, તેને આ લોકોએ જ્ઞાન માન્યું છે. દેહ બેભાન થઈ જાય, મન સ્થિર થઈ જાય તેને જ્ઞાન માને છે. એવું મન શૂન્યતાને પામે જ નહીંને ! એ તો કેવળજ્ઞાન થાય ત્યારે શૂન્યતાને પામતું જાય. મન શૂન્ય થઈ ગયું એટલે ખલાસ થઈ ગયો ઘડો.