________________
ના ગમતા વિચારો સામે....
૨૯૯
પછી એને એમ થાય ખરું કે આ હિતકારી વિચાર છે ને આ અહિતકારી વિચાર છે ?
દાદાશ્રી : હિતકારી કે અહિતકારી વિચાર હોતા જ નથી ! એવું કરવાની જરૂર જ નથી કે આ અહિતકારી છે ને આ હિતકારી છે. આ હિતકારી ને અહિતકારી એવું કરવા કરતાં બધા જ્ઞેય સ્વરૂપે કાઢી નાખો ને ! એ બધા ડિસ્ચાર્જ છે. તમે જો હિતકારી-અહિતકારી એવું બધું જોવા જશો તો જાગૃતિ ક્યાં જઈને ઊભી રહેશે ? એટલે વાતને સમજવી પડે. ને એ જાગૃતિ એની મેળે ભેદ કર્યા જ કરે છે કે આ કરવા જેવું છે ને આ નહીં કરવા જેવું. એટલે તમારે હિતકારી-અહિતકારી નહીં જોવાનું.
પ્રશ્નકર્તા : અમારે બુદ્ધિ ભેદ પાડી આપે કે આ સારું, આ ખોટું?
દાદાશ્રી : એ બુદ્ધિના ભેદ પાડેલા કામમાં જ નહીં લાગે, જાગૃતિનાં ભેદ પાડેલા કામ લાગશે.
પ્રશ્નકર્તા: એ ના સમજાયું.
દાદાશ્રી : બુદ્ધિ તો ઇમોશનલ કરાવે. તેના ભેદ પાડેલા આપણને શું કામ લાગે ? જ્ઞાન જ ઇટસેલ્ફ (સ્વયં) ભેદ પાડે છે કે આ ના હોય ને આ ખરું, એ સૂઝ જ પાડ્યા કરે. આગળ આગળ સૂઝ પાડ્યા કરે છે. અને મનનાં ડિસ્ચાર્જમાં કશું આદરવા યોગ્ય છે જ નહીં. જે આદરવા યોગ્ય છે એ એની મેળે સહજ થઈ જાય છે. જ્ઞાનજાગૃતિથી, એ જે સૂઝ છે તે બધું જુદું જ પાડી દે છે !
જેમ જેમ વિચારોને શેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે. તમે જુઓ એ શુદ્ધાત્માનું વિટામિન છે. વિચાર જ ના આવે એ શું જુએ? પછી એને વિટામીન શી રીતે મળે ?
જાગૃતિ રહેતી હોય તેણે એક જ કરવા જેવું કે મનમાં જે વિચારો આવે ને, ‘તમે શેય છો ને હું જ્ઞાતા છું', એવું બોલીએ કે તરત રાગે
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પડે. જેનાથી જાગૃતિ ના રહેતી હોય તો તે ‘દાદા, દાદા’ કર્યા કરે, ‘હું શુદ્ધાત્મા છું' બોલ્યા કરે અથવા તો શુદ્ધાત્માનો જાપ કરવો પડે. એક ક્રિયા કરે તો બીજી ક્રિયા બંધ થાય. એક જ ક્રિયા એટ એ ટાઈમ હોય અને શુદ્ધાત્માનો જાપ જો એવો કરે કે આમ ચોપડીમાં દીઠો હોય ને, આમ વાંચતો હોય એવો કરે તો તો બહુ સરસ. શુદ્ધમાં ‘દ ને “ધ” જોડેલો દેખાય ને આત્મા છું, એ બધું દેખાય. દેખાય એવો જાપ કરે તો બહુ સરસ. ચોપડી વગર દેખાવું જોઈએ. એવો જાપ કરે તો બહુ ઉત્તમ. આખો દહાડો ના થાય તો કલાક કરે તોય બહુ ઉત્તમ. બધી ગોઠવણી કરી રાખવી જોઈએ. કલાક પદ વાંચે, કલાક આ કરે, આમ તેમ અવળ-સવળ બધું. આપણા સર્કલની બહાર ના જાય એવી ગોઠવણી કરવી જોઈએ. શુદ્ધાત્માના સર્કલની બહાર ના જાય. સર્કલ ક્યું કહેવાય ? અમે આજ્ઞા આપી હોય એ સર્કલ કહેવાય. એ સર્કલમાં રહેવું જોઈએ. પછી ‘મને વિચાર આવે છે, ને વિચારે ચઢી જાય એનો પાર જ ના આવે ને ! તેથી કંઈ શુદ્ધાત્મા બદલાઈ જતો નથી, અભિપ્રાય બદલાતો નથી પણ ડાઘ પડે. વિચારની હદ તો કોને કહેવાય ? અજ્ઞાન દશામાં તેને આત્માસંબંધીનો વિચાર જ કામ કરે. બાકી, સંસાર સંબંધનો વિચાર કશું કામ ના કરે. એ વિચાર તો ઊલટું ગૂંચવે.
આપણે કહ્યું હોય કે ખીચડી-કઢી કરી લાવો. ચાલો, મારે જમીને જવું છે. પછી આપણે વિચાર કરીએ કે મોડું થઈ જશે, તો શું થશે ? ફલાણું થશે તો શું થશે ? ખીચડીમાં વધારે મીઠું પડી જાય તો શું થશે? એવા મહીં વિચાર આપણને આવે ને, તેની મહીં પાછા વિચારે ચઢીએ પછી એનો પાર જ ના આવે ને !
જ્ઞાયક એ જ પરમાત્મા મનની શી અવસ્થા છે એને જુએ એ જ્ઞાયક સ્વરૂપ છે અને આપણે જ્ઞાયક છીએ, એ મનના વિચારોને જોયા કરવાનાં બધા.
એ જાણવાની ચીજ અને આપણે જાણનારાં છીએ, બસ એટલું જ આપણે સમજી લેવાનું. જ્ઞાયક સ્વભાવ છે આપણો. તે મનમાં જે