________________
ના ગમતા વિચારો સામે...
૨૯૭
૨૯૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : મન એ જોય છે, એકવાર તો ચંદુભાઈ જ શેય છે ને તમે જ્ઞાતા છો. હવે ચંદુભાઈના સ્પેરપાર્ટસ બધાય જોય છે. મન શેય છે, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ્ઞય છે, તેને જોવું, નિહાળ્યા કરવું, સારાખોટા વિચાર નહીં જોવાનું, તમારે ઊંડા નહીં ઊતરવાનું, એને નિહાળ્યા કરવું એનું નામ છે તે શુદ્ધાત્મભાવમાં રહ્યા બરોબર કહેવાય. દેહની શું સ્થિતિ છે, મનની શું સ્થિતિ છે, એ બધું નિહાળ્યા કરવાનું. એ સમજાયું તમને ?
ખરાબ વિચારો આવે તેને ખસેડો તો એ પાછા આમથી આવે. તેને તો શેય સ્વરૂપે જોવાનાં. વિચારોને ખસેડો તો પાછું એનું એ જ પડ ફરી આવે. અને એને શૈય સ્વરૂપે જુએ તો એ પડ જતું રહે ને એવું ને એવું બીજું પડ આવે.
મન ખૂબ વિચારે ચઢશે ને તો મનમાં તન્મયાકાર થઈ જશો. આપણે શું કહીએ છીએ ? આ જ્ઞાન શું કહે છે ? મનમાં ખરાબ વિચાર આવે તોય જોવાના છે અને સારા વિચાર આવે તોય જોવાના છે. પણ પેલી જૂની આદતો, તે પાછું તન્મયાકાર થઈ જાય કે બગડ્યું હડહડાટ. આ રીતે બગડે છે. જૂની આદતોમાં ફસાયે છે.
બધાં એક જ શેય ! હવે આ જે ના ગમતું બને છે ને, એમાં ના ગમતું ને ગમતું આપણને આ જ્ઞાન પછી હોય નહીં. ના ગમતું કે ગમતું બેઉ જોવાનું છે આપણે. આ જ્ઞાન પછી આ ગમતું છે ને આ ના ગમતું છે એવો ભેદ ઊડી જાય છે, એ એક જ શેય જેને કહેવાય તે છે. પોતે જ્ઞાતા છે ને જ્ઞય એક જ પ્રકારનું. એમાં ગમતું ને ના ગમતું બેઉ ના હોય. આ તો બુદ્ધિથી ગમતું ને ના ગમતું એવા કન્દ્રો ઊભાં થયેલાં હોય. જ્ઞાન છે ત્યાં દ્વન્ડો ના હોય. અને તમને દ્વન્દ્ર છે જ નહીં. કારણ કે તમને ચિંતા થાય છે ?
પ્રશ્નકર્તા (મહાત્મા) : ચિંતા તો થતી જ નથી. દાદાશ્રી : તો ચિંતા નથી થતી, એવું કેમ હોય છે ? ચિંતા ના
થાય એટલે પછી પોતે પૂરેપૂરા દ્વન્દ્રાતિત થયેલાં છો. પણ પોતે શું થયા, તેય ખબર નથી.
પ્રશ્નકર્તા: મન જ્યારે મિનિંગલેસ વાત પર ચઢી ગયું હોય તો શું કરવું જોઈએ ?
દાદાશ્રી : “હેય, હું તને ઓળખી ગયો છું. તું શૈય છે ને હું જ્ઞાતા છું.’ તો એ બંધ થઈ જાય. એ જોય જ છે અને આપણે જ્ઞાતા છીએ. આપણે એની પાછળ ક્યાં રખડ ખડ કરીએ ? એને તો કુટેવ પડેલી. શેય-જ્ઞાતા કહ્યું એટલે છૂટી ગયું. એટલે મહીં ઉછાળા મારે તો આપણે જાણ્યા કરવું ને કહેવુંય ખરું, તું શેય છે ને હું જ્ઞાતા છું. તારે જ્યાં જ્યાં ફરવું હોય ત્યાં ફર.
પ્રશ્નકર્તા : વિચારોની એટલી બધી ખેંચતાણ રહ્યા કરે કે જે જિંદગીમાં નથી અનુભવ્યું એ અનુભવવું પડે છે.
દાદાશ્રી : પણ આપણી પાસે જ્ઞાન છે તે, દોરો આપણી પાસે છે ને ! એટલે ગમે તેમ ગુલાંટ ખાય, તો આમ ખેંચી લઈએ. એટલે પછી આવી જાય. અને વિચારોને ને તારે શું લેવાદેવા ? વિચારો શેય છે ને તું જ્ઞાતા છે. વિચારો તો, મન છે ત્યાં સુધી આવ્યા જ કરવાનાં. એ કંઈ ઓછા બંધ થવાનાં છે ?
જાગૃતિ કેવી ઘટે ? આ અક્રમ વિજ્ઞાન છે, એટલે ઘણો ફેર થયો છતાં મહીં ગૂંચારા જેવું લાગે. કારણ કે મન છે ને, એ ફૂટ્યા કરે. છૂટા થઈ ગયા, આત્મ અનુભવ થઈ ગયો, છતાં મન ફૂટે તે ઘડીએ જાગૃતિ રહે નહીં ને ? એટલી બધી જાગૃતિ રહે નહીં કે આ શેય છે ને હું જ્ઞાતા છું. ગમે એટલા મનનાં વિચાર આવતા હોય, એ ય છે ને હું જ્ઞાતા છું એવું બોલે તો પરિણામ બિલકુલ શાંત થઈ જાય. જાગૃતિ તો કોને કહેવાય કે વિચાર આવતા પહેલાં સમજાય કે આ તો જોય છે ને હું જ્ઞાતા છું.
પ્રશ્નકર્તા (મહાત્મા) : વિચાર આવે ને જાગૃતિમાં જોય જાણે.