________________
ના ગમતા વિચારો સામે...
૨૯૫
૨૯૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : હવે એવો વિચાર આવ્યો, એ વિચાર ફૂટ્યો, ત્યારે તો ખબર પડી કે વિચાર આવ્યો છે. પછી દાદા દેખાય, વડોદરું દેખાય, ચંદુભાઈ(પોતે) દેખાય.
દાદાશ્રી : હા, બધું જ દેખાય.
પ્રશ્નકર્તા : હવે એનું નામ વિચર્યા કહેવાઈએ ? એ બધું દેખાય એનું નામ વિચર્યા કહેવાઈએ ?
દાદાશ્રી : ના, એ નહીં, એ જે દેખાય છે એ મન ન હોય. જ્યાં સુધી વિચારમાં જ છે ત્યાં સુધી મન પછી એ બીજાની હદ આવી પાછી. એટલે દાદા દેખાય ને વડોદરું દેખાય એ ચિત્તનું કામ છે.
પ્રશ્નકર્તા : તો પછી વિચારને જોવો કેવી રીતે ?
મન છે તે નિરંતર એક્ઝોસ્ટ થયા જ કરે. તેમાંથી પરમાણુ ઊંડે, એનો ટાઇમિંગ થાય એટલે. પરિપક્વ થાય એટલે બધી ગાંઠ ફૂટે આમ. અને ફૂટે એટલે આપણે કોઠી ફોડીએ છીએ ને, અને તે મહીં ઊંડ છે. ફૂલા જેવું એવું આમાં ઊંડે. અને એને બુદ્ધિ અને અહંકાર બેઉ થઈને વાંચે એને કે આ શું છે, શું ભાવ છે આ. કારણ કે જે ભાવથી ભરેલું તે ભાવથી આ ફૂટે. એ ફૂટે એટલે બુદ્ધિ એમ કહે કે આવા વિચારો આવ્યા. એટલે આમ ભાવ દેખાડે, વિચાર નહીં. વિચાર તો
જ્યારે અહીંથી બુદ્ધિ અને અહંકાર બેઉ વિચરે ને તન્મયાકાર થાય ત્યારે વિચાર કહેવાય.
પ્રશ્નકર્તા : આ મનને જોયા કરવું એટલે શું ? કેવી રીતે જોવું?
દાદાશ્રી : ધારો કે મુંબઈમાં કોઈ જગ્યાએ એક્સિડંટ (અકસ્માત) થયેલો દેખો, એટલે પછી પાછું મન આપણને શું કહે, ‘એક્સિડંટ થશે તો ?” તો આપણે કહીએ, ‘નોટેડ’ (નોંધ કરી). એટલે પછી સત્સંગની વાત કરે. એને એવું કશું નથી. પણ આ ગભરાઈ જાય મૂઓ, એક્સિડંટ થશે તો ? તે આગળ પેલું મન તો પછી બોલી શકે જ નહીં. મન છે તે રડારની જેમ સૂચવે. એનાથી ગભરાવા જેવું છે નહીં. એને જુએજાણે તો કશી ભાંજગડ નથી. ‘અમે મરી જઈશું તો, મરી ગયેલું હલ દેખાડે. તેય કહીએ આપણે કે બરાબર... કરેક્ટ (બરાબર).. . એક્સેપ્ટ(કબૂલ)... ‘નોટેડ’ (નોંધ્યું) કહ્યું.
પ્રશ્નકર્તા : વિચરવું એટલે શું ?
દાદાશ્રી : વિચરે એટલે માણસ વિચરે છે એટલે એ બાજુ, એની સામો જાય, તન્મયાકાર થવા માટે. ત્યારે એ વિચાર કહેવાય. નહીં તો વિચાર કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : હવે મને એવો વિચાર આવે કે મારે વડોદરા જઈને દાદા પાસે જ બેસી રહેવું છે.
દાદાશ્રી : હા, એવો વિચાર આવ્યો તો ?
દાદાશ્રી : આપણે આ અંદર વાંચીએ, કે એક્સિડંટ થશે તો ? તો આપણે જોયો ક્યારે કહેવાય ? એ આપણને અસર ન કરે અને ‘નોટેડ’ કહીએ એટલે જોયો કહેવાય. અને અસર થઈ ગઈ એટલે તન્મયાકાર થઈ ગયો.
પ્રશ્નકર્તા : એટલે અંદર જે આમ ફૂટે, એ વિચાર કહેવાય ?
દાદાશ્રી : એ વિચાર તો કહેવાય જ. કારણ કે અહીં આ જનો માલ છે, તે આ ડિસ્ચાર્જ થતો માલ છે. ત્યાં સુધી વિચાર જ છે, ચાર્જ થનારો વિચાર નથી. એમાં જો ફરી એને તન્મયાકાર થાય તો ચાર્જ થાય. એટલે આને જે વડોદરા દેખાય છે અને એ બધું દેખાય છે, દાદા દેખાય છે, એ બધું ચિત્તનું કામ. પછી વિચારના સ્ટેજમાં, મન વિચાર સિવાય કોઈ જગ્યાએ હોય નહીં.
તિહાળ્યા કરે તે શુદ્ધાત્મભાવ ! પ્રશ્નકર્તા (મહાત્મા) : દેહ, મન અને આત્મા - ત્રણની સ્થિતિ નિહાળવી અને સતત ઉચ્ચ શુદ્ધાત્મભાવમાં કેવી રીતે રહેવું ?