________________
ના ગમતા વિચારો સામે...
દાદાશ્રી : મારા જેવું જ રહે એવું છે. આપણું આ જ્ઞાન આપેલું જો કોઈ દોઢડાહ્યા ના થાય ને, તો મારા જેવું જ રહે એવું છે ને ઘણાને રહે છે.
૨૯૩
પ્રશ્નકર્તા : પણ દોઢડાહ્યા થવાય છે તેનું શું ?
દાદાશ્રી : થવાય છે, તેને જ સાચવવાનું છે. તમને શું વર્તે છે ? એવું મહીં મનમાં વિચારો આવે તે જોવામાં આવે છે ?
જ્યારે વિચારની સ્થિતિ હોય ને ત્યારે વિચારો સજીવન નથી, નિર્જીવ વસ્તુ છે. એટલે તારે જે વિચાર કરવા હોય તે કર, કહીએ. તળાવમાં મોઢું જોવા જઈએ તોય મન કહેશે, ‘મહીં ડૂબી જવાશે તો ?” મન તો ફાવે એવું બોલે. અને તે વખતે આબરૂપ લઈ લે. એવા મન વિચાર કરે છે તે આપણે જોયા કરવાના. એનો વિચારવાનો સ્વભાવ છે, એ યંત્રવત્ છે. એને આપણે ના કહીએ તોય વિચાર તો આવ્યા જ કરવાના, પણ આપણે ભળીએ તો આપણને ચોંટે. ના ભળીએ તો કશું ચોંટે નહીં.
તમે પાંચ મિનિટ પહેલાંનો વિચાર કરો ને, એટલે હું જાણું કે આ જીવતો છે ! આ મેં ‘તમને’ મારી નાખ્યા છે. આ પાછા જીવતાં શું કરવા થાવ છો ? મારી નાખ્યા પછી જીવવું એનું નામ જ મોક્ષ. જ્ઞાની પુરુષ શું કરે ? (દેહાધ્યાસમાં) મારી નાખે, પછી (આત્મસ્વરૂપમાં) જીવતા કરે. પછી એ જીવે તો એ મોક્ષ છે. અને પછી તમે વિચાર
ઓહોહો, હજુ જીવતો છે આ તો.
કરો તો હું જાણું કે જ્યાં જ્ઞાન છે, ત્યાં સંસારનો એક વિચાર ન આવવો જોઈએ. અમને સંસારનો એક વિચાર નથી આવતો. અને સ્ત્રીનો, આ બધી સ્ત્રીઓ બેઠી છે પણ અમને સ્ત્રીસંબંધી વિચાર નથી આવતો. એટલે બધું ખાલી થઈ જવું જોઈએ.
પ્રશ્નકર્તા : થઈ જવું જોઈએ કે કરી નાખવું જોઈએ ? દાદાશ્રી : થઈ જવું જોઈએ. આ માર્ગ એવો છે કે તમારે ખાલી
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કરવાનું નહીં રહે. એની મેળે ખાલી થયા કરે. અમારી આજ્ઞામાં રહો એટલે ખાલી થયા કરે.
૨૯૪
એવું નામ શુદ્ધ ઉપયોગ !
પ્રશ્નકર્તા (મહાત્મા) : હું પતંગ ઊડાવું છું એવો મને વિચાર આવ્યો, એ મને વિચાર આવ્યો એમ મેં જોયો. એ મેં જોયું એ પણ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ?
દાદાશ્રી : આમાં જ્ઞાતા-દ્રષ્ટા હોય નહીં. આ તો ચંદુલાલ શું કરે છે તેને જુએ. ચંદુલાલને વિચાર આવ્યો ને એણે જોયું, એ ‘આપણે’ જાણીએ, તો શુદ્ધ ઉપયોગ કહેવાય. આપણને બધું દેખાવું જોઈએ કે આમને આવો વિચારેય આવ્યો અને જોયો ખરો, એ આપણને દેખાય. આપણે શુદ્ધાત્મા થયા. પહેલા તો હું જ છું, મને જ વિચાર આવે છે, એવું બોલતા હતા. તેથી તન્મયાકાર થઈ જતા હતા. હવે આત્માને વિચાર આવતા જ નથી. વિચારને જે જાણે છે તે આત્મા છે.
‘જોવું' એટલે શું ?
પ્રશ્નકર્તા (મહાત્મા) : વિચારો જોવા એટલે શું ? આપણે વિચારોને જોવા, વિચારોના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એવું કહ્યું ને ?
દાદાશ્રી : મનમાં જે ખરાબ વિચાર આવે તે આપણે જોયા કરવા, કે આવા વિચાર આવે છે. સારા વિચાર આવે તો એ જોયા કરવા કે સારા વિચાર આવે છે એમ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : એટલે આપણે આ એક વિચાર આવે એનું પિક્ચર દેખાય, એ વિચાર જોયો કહેવાય કે એનું આખું વાક્ય દેખાય એ જોયું કહેવાય ? જોવું એટલે શું એ નથી સમજ પડતી.
દાદાશ્રી : મનમાં વિચાર હોતા જ નથી. વિચાર તો આપણે બોલીએ છીએ તે તમને તેટલી સમજણ ના પડે એટલા માટે બોલીએ છીએ.