________________
ના ગમતા વિચારો સામે....
૨૮૯
૨૯૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મતને જીતવામાંય અહમ્ ! પ્રશ્નકર્તા : હજારો વર્ષથી એ સુણ્ય (કહેવામાં આવે છે) કે મનને મારો, મનને મારો.
દાદાશ્રી : પણ તેમાં કોઈ મારી શકેલો નહીં. ખરા શાસ્ત્રકારોએ શું કહ્યું કે મનને જીતો.
પ્રશ્નકર્તા : એ કરતા જે તમે કહો છો કે મનને જુઓ.
દાદાશ્રી : જુઓ, બસ. એ જ જીતો. તમારો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા છે, મન જોય છે, પછી રહ્યું શું ?
પ્રશ્નકર્તા : કારણ કે જીતવામાં શું થશે, થોડો અહમ્ રહેશે કે
મેં જીત્યું.
દાદાશ્રી : હા, મોટા જીતવાવાળા ! પ્રશ્નકર્તા : એને બદલે મન જે કરે તે જુઓ તમે. દાદાશ્રી : હા, બરોબર છે.
દાદાશ્રી : ના વધે. તમે જુઓ. જુઓ એટલે ચાર્જ બંધ થઈ ગયું. એટલે ડિસ્ચાર્જ થઈને બંધ થઈ જશે. એની મેળે એ ભમરડા ડિસ્ચાર્જ થઈને પડી જશે.
પ્રશ્નકર્તા : એટલે સાક્ષીભાવ રાખવો જોઈએ ?
દાદાશ્રી : ના, સાક્ષીભાવ રાખીએ તો પાલવે એવો નથી. સાક્ષી થાય ને, તો વગર કામનાં પાછાં પોલીસની ઉપાધિઓ થાય, બળી ! એનાં કરતાં જોયા જ કરવાનું આપણે.
અભ્યાસથી પડે મે ! પ્રશ્નકર્તા : મનની બાબતમાં આવું બહુ થાય છે. વિચાર શરૂ થાય ત્યારે ખબર પડે છે અને વિચાર પતી જાય ત્યારે ખબર પડે છે. પાછળથી તે દેખાય છે પાછા, વચ્ચેનું કશું ખબર જ નથી પડતી.
દાદાશ્રી : એ બધું ખબર પડશે. ધીમે ધીમે ખબર પડશે એટલે દેખાય. થોડો થોડો અભ્યાસ કરવાનો. એમ કરતાં કરતાં સંપૂર્ણ દેખાતા જશે. ક્યાંક રસ્તો દેખાય તો તે આંખોથી જુએ છે, તે દેશ્ય ના કહેવાય. દેશ્ય તો અંદરની આંખોથી જોવાના, આ આંખે દેખાય જ નહીં. આ આંખે જીવ જ ના હોય, બહારનું જ જુએ આંખો. અંદરનું જોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા ઃ અંદરનું જોઈ શકવા માટે શું ?
દાદાશ્રી : એ જ આપણે દૃષ્ટિ આપેલીને, આત્મદષ્ટિ, પછી ધીમે ધીમે અભ્યાસ કરવાથી જોઈ શકાય.
પ્રશ્નકર્તા : પછી કોઈ વિચારને જોવા બેસીએ ને તો વિચારમાં બ્રેક પડી જાય.
દાદાશ્રી : બ્રેક થઈ જાય, પણ જોવા બેસીએ તો ઓછા થઈ જાય ને ! એ તો ધીમે ધીમે અભ્યાસ કરતા રહેવાનું. અભ્યાસ કરતા કરતા જોવાય. આ તો બહુ એકદમ ના જોવાય. આ તો બહુ કચરો
પ્રશ્નકર્તા : મનને તટસ્થ ભાવે જોવાનું જે આપ કહો છો, એ તટસ્થ ભાવે જોવું એટલું જ પર્યાપ્ત છે ?
દાદાશ્રી : ઓહોહો ! એ તો ઊંચામાં ઊંચું. મનને જોયા કરવું, એના જેવી કોઈ ઊંચી દવા નથી, આ વર્લ્ડમાં માનસિક રોગ કાઢવા માટે મનને જોયા કરવું, એના જેવી કોઈ ઊંચી દવા નથી.
પ્રશ્નકર્તા : પણ મનને કંટ્રોલ કરવા માટે કંઈક તો કરવું પડે ને?
દાદાશ્રી : મનને કંટ્રોલ કરવાનું હોય જ નહીં. એના સ્વભાવને જોયા જ કરવાનું.
પ્રશ્નકર્તા : તો તો આખું પાછું વધી જાય.