________________
૨૮૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ના ગમતા વિચારો સામે...
૨૮૭ તમારે તો ચંદુભાઈ શું કરી રહ્યા છે, એ જોયા કરવાનું.
અજ્ઞાતીઓ માટે ! પ્રશ્નકર્તા : આપે પહેલાં પેલે કહ્યું છે કે વિચાર ગમે તેટલા છો ને આવે, આપણે એ બાજુથી આપણી દૃષ્ટિ ફેરવી લેવાની. એટલે આપણે શું લેવાદેવા વિચાર જોડે એવું રાખવાનું ?
દાદાશ્રી : એ તો સાવ અજ્ઞાની લોકો માટે છે. કારણ કે એ અજ્ઞાની એ બાજુ ફરી જ જાય, જોતાંની સાથે ખેંચાઈ જાય. સારા વિચાર આવે ત્યારે ખેંચાઈ જાય અને ખરાબ વિચાર આવે ત્યારે છેટો રહે. એટલે એ જાણે છેય ખરા. વિચાર આવ્યા છે તે હલું જાણે છે પણ સારા વિચાર આવે ત્યારે તન્મયાકાર થઈ જાય. તે એને આપણે કહીએ છીએ કે ભઈ, સારા આવે કે ખરાબ આવે, એ બાજુ તું જોઈશ નહીં. અને તમારે તો જોવાનું જ. તમે તો જ્ઞાતા-દ્રષ્ટા થયા એટલે મનમાં શું વિચાર આવે છે એ જોવાનું. તમે તો જ્ઞાયક થયા છો ને ! પેલા જ્ઞાયક નહીં થયેલા એટલે એમની વાત જુદી.
જોવું શુદ્ધાત્મ દષ્ટિથી ! એટલે બધાં ટકોરા મારે કે ભાઈ, વિચાર ના કરીશ બહુ. એ સ્વાભાવિક રીતે છે. નૈમિતિક કહેવું પડે છતાંય વિચાર તો આવ્યા જ કરવાનાં. પણ આપણે નક્કી કરવું કે મારે નથી કરવા. એટલે વિચારો ઉપર ધ્યાન ના દેવું. એટલે શું કરવાનું ? તન્મયાકાર ના થવું. આપણે જોવું, શું થાય છે. એવું એ કહેવા માંગે છે. વિચાર ના કરીશ કહે, એટલે કંઈ આ વિચાર બંધ થાય નહીં ને ! એવું જ કહેવા માંગો છો ને તમે ?
પ્રશ્નકર્તા : હા, એ તો જોયા કરવામાં આવે છે. દાદાશ્રી : જોયા કરવાના, બસ. એટલે છૂટા આપણે.
પ્રશ્નકર્તા: ખાલી ગાંઠોને જોવાથી જ ઓગળી જાય. પણ એને એક્સલરેટ (ગતિ વધારવી) કરવું હોય, ઝડપી નિકાલ કરવો હોય તો શું કરવાનું ?
દાદાશ્રી : એ તો ગાંઠ ફૂટે તે ઘડીએ એને શુદ્ધાત્માની દૃષ્ટિથી જોયા જ કરવાનું આપણે. એટલે એની મેળે નિકાલ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ જેવી શુદ્ધાત્માની દૃષ્ટિ પડે કે તરત જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા સવળાં, સીધાં થઈ જાય કે કાર્ય કરતાં બંધ થઈ જાય ?
દાદાશ્રી : એવું કંઈ કાયમ હોતું નથી. કેટલીક વખત બંધ થઈ જાય ને કેટલીક વખત ચાલુ હોય, તેનો વાંધો નથી. પણ એ બધું જોવાનું જ છે. બંધ થઈ જાય તો જોવાનું રહ્યું નહીં ને ? એવું છે ને, કેટલીક બાબતમાં બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : આપણે વિચારો ઉપર આપણી દૃષ્ટિ રાખીએ, દૃષ્ટિગોચર કરીએ તો આ વિચારો આવતા બંધ થઈ જાય છે. - દાદાશ્રી : હા, બંધ થઈ જાય તે સ્વાભાવિક રીતે. દૃષ્ટિ રાખીએ, તો એને પોષણ ના મળે. એ બંધ થઈ જાય. મહીંથી ભરેલો માલ નીકળે, એ ટાઈમ જ નીકળીને ખલાસ થઈ ગયો હોય. અને એ પછી બીજા ટાઈમમાં ન નીકળે. જોઈ લો એટલે પુષ્ટિ રહે નહીં ને ? પુષ્ટિ હોય તો તો નીકળ્યા જ કરે. તમે જોઈ લો એટલે એમાં તન્મયાકાર થતાં નથી. તન્મયાકાર થાય તો તો નીકળ્યા જ કરે. હેય, ચાર કલાક સુધી ચાલ્યા કરે નહીં. એને જોઈએ એટલે બંધ થઈ જાય પછી. થોડીવાર નીકળે ને નીકળીને પછી બંધ થઈ જાય એટલે પછી આપણે બીજી ચીજ જોવી. અહંકાર શું કરી રહ્યો છે, બુદ્ધિ શું કરી રહી છે, બધું દેખાય.
પ્રશ્નકર્તા ઃ એમ જ કહ્યું છે, વિચાર જો આવે તો આપણે રોકી ન શકીએ.
દાદાશ્રી : હા, છોડે નહીં. એ તો ડિસ્ચાર્જ છે ને !