________________
ના ગમતા વિચારો સામે...
૨૮૫
૨૮૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, હિંમત જોઈએ. યે મેરા નહીં, યે પુદ્ગલ કા ને ચિંતા-બિંતા કશું ના થાય. અહીં બેઠાં મોક્ષ ! જુઓ તો ખરા !!
મતતા, વાણીતા તે બહારતા સંયોગો... હવે વિચારો જે મનને આવે છે, એ સૂક્ષ્મ સંજોગો છે. સ્થળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અને વાણીના સંજોગો પર છે ને પરાધીન છે.
એટલે આ મનમાં વિચારો આવ્યા કરે, એ સૂક્ષ્મ સંયોગો બદલાયા કરે. મનમાં જે જે વિચારો આવે છે તે ઘડીકમાં કહેશે, અહીંથી ટેક્ષી મારફતે જવું છે. પછી થોડીવાર રહીને કહે, ના, ચાલીને જઈએ. એવા વિચાર મહીં બદલાતા નથી ? એ બધાં સૂક્ષ્મ સંયોગો છે. તે મનનાં ભાવો કહેવાય છે ને આત્માનાં ભાવો નથી. મનનાં ભાવો એટલે મન પોતાના ધર્મમાં છે.
આપણે સારું બોલવું હોય તોય ના બોલી જવાય અને અવળું બોલી જવાય. વાણી આપણને ગમતી હોય છતાં ના બોલાય. આપણે ચાર વખત કોઈ વસ્તુ બોલવી હોય ને પાંચ વખત બોલી જવાય છે. તે વાણી આપણા કાબૂમાં નથી, કંટ્રોલમાં નથી. આપણે ના બોલવું હોય તેવું બોલી જવાય છે અને પછી પસ્તાવો થાય. એટલે એ વાણીના સંયોગ છે.
પછી આ દેહના સ્થળ સંયોગો, બહાર ભેગા થાય છે. આંખે દેખાય છે. સ્પર્શ થાય તે ટાઢનો, તાપનો, કોઈ ગધેડું સામું મળે, તેય સ્થૂળ સંયોગો છે બધા. કોઈક સગોવાળો મળ્યો, કોઈ રાગવાળો સંયોગ મળ્યો, કોઈક દ્વેષવાળો સંયોગ મળ્યો, આપણને બહાર જે ભેગા થાય છે સ્થળ સંયોગો છે બધા.
આ ત્રણે સંયોગો ને શુદ્ધાત્મા, બીજું કશું રહ્યું નથી. એ બધા સંયોગો પોતાનાં કાબૂમાં નથી. આપણને એ પર છે અને પરાધીન છે.
હવે એ સંયોગો પોતે શેય સ્વરૂપ છે અને આપણે જ્ઞાતા છીએ. એટલે આપણને ખબર પડે કે મન આવું બતાવે છે, ઘડીકમાં સારું
બતાવે છે, ઘડીકમાં અવળું બતાવે છે. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. પછી એની મેળે એ જતા રહે.
એબ્નોર્મલ વિચારો આવે ત્યારે... એટલે દરેકે એમ કહેલું કે ચિંતા શું કરવા કરો છો વગર કામની ! તમારે તો ફક્ત શું કરવાનું ? વિચાર સહજ ભાવે કરવાના. અને વિચાર એબ્નોર્મલ (પ્રમાણ કરતાં વધી) જાય એટલે ચિંતા થઈ કહેવાય. વિચારમાં એબ્નોર્મલ થયું એટલે ચિંતા થાય, ત્યાં બંધ કરી દેવાનું તમારે, ક્લોઝ (બંધ) કરી દેવાનું. જેમ વાવાઝોડું બહુ આવતું હોય તો આપણે બારણા ક્લોઝ કરીએ છીએ ને ? એવી રીતે મહીં વિચારો એબ્નોર્મલી આગળ ચાલ્યા એટલે બંધ કરી દેવાના. નહીં તો એ પછી ચિંતાના રૂપમાં થઈ જાય. પછી જાતજાતના ભય દેખાડે ને જાતજાતનું દેખાડે. એટલે એ દિશામાં જવાનું જ નહીં. આપણે જરૂરિયાત પૂરતા વિચાર, બાકી બંધ.
પ્રશ્નકર્તા : વિચાર બંધ કરવાની સત્તા ખરી ?
દાદાશ્રી : ખરી ને ! બધું ખરું. કારણ કે વિચાર તો આવ્યા કરે. આપણે આ બાજુ જોઈએ, પેલી બાજુ એ ફૂટ્યા કરે. આપણે દૃષ્ટિ પેલી બાજુ બદલી નાખીએ એટલે આપણે શું લેવાદેવા ? બધી સત્તા છે. નળ બંધ ના થતો હોય તો આપણે બીજી બાજુએ જોઈએ એટલે નળ બંધ થઈ જ ગયો ને ! એને જોઈએ ત્યાં સુધી નળ ચાલુ છે એમ લાગે. એટલે આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા થયા એટલે આપણને તો વળી મન હોય જ નહીં ને ! મન તો જોય છે. ગમે એમ ફૂટે.
પ્રશ્નકર્તા : આપણને વિચાર ગમે એટલા આવતા હોય, પણ આપણે એ તરફ જોઈએ નહીં એનો અર્થ બંધ, ક્લોઝ કર્યું કહેવાય ?
દાદાશ્રી : ના, જોઈએ નહીં એ તો કોને ? જ્ઞાન ના હોય તેને. તમારે તો જોવાનું જ. વિચારો સારા આવતા હોય તે જોવાનું ને ખોટા આવતા હોય તે જોવાનું, બસ. બીજું કશું તમારે એમાં લેવાદેવા નથી.