________________
ના ગમતા વિચારો સામે..
૨૮૩
૨૮૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ખરાબ માલ ફૂટે ત્યારે એવું થાય કે આ બધું આવું ક્યાં નીકળે છે. પછી એક બાજુ દેખાય કે વ્યવસ્થિત છે પણ બીજી બાજુ દેખાય કે ‘વ્યવસ્થિત છે' કરીને પ્રોટેક્શન (રક્ષણ) કર્યું.
દાદાશ્રી : હા, પણ એ માલ તો આપણે જોવાનો જ કહ્યો છે. જે ભર્યો છે એવો નીકળે કે બીજો નીકળે ?
પ્રશ્નકર્તા : ભરેલો જ નીકળે.
દાદાશ્રી : પછી એની શી ભાંજગડ આપણે ? પછી ઉપાય ક્યાં રહ્યો? મન બગડે છે હજુ ?
પ્રશ્નકર્તા : બગડે છે.
દાદાશ્રી : તારે વળી શું બગડવાનું રહ્યું ? તમારી દુકાનમાં માલ હોય ત્યાં સુધી બગડે. પણ હવે માલ હશે પછી ધોઈ નાખો એને. ધોઈને ચોખ્ખો કરો કે ના કરો ?
પ્રશ્નકર્તા : હા, કરું.
દાદાશ્રી : એટલે સ્વચ્છ જીવન. મન પણ બગડે નહીં ક્યારેય ! દેહ તો બગડે જ નહીં પણ મન પણ બગડે નહીં અને બગડે તો તરત જ ધો ધો કરીને સાફ કરીને ઇસ્ત્રી કરીને ઊંચું મૂકી દેવું.
ગમે છે કોને ? પ્રશ્નકર્તા : વિચારો આવતા હોય અને ગમતા હોય તો ?
દાદાશ્રી : એ એમને જો ગમતા હોય તેનો વાંધો નથી પણ ગમતો હોય તો કોને ગમે છે ? રિયલને ગમે છે કે રિલેટિવને ગમે છે ?
પ્રશ્નકર્તા : રિલેટિવને ગમે છે.
દાદાશ્રી : એ માલ વધારે ભરેલો એટલે ગમે. માલ ઓછો ભરેલો એટલે બહુ ના ગમે. એ માલ ઉપર આધાર રાખે છે. એ ધ્યેયને
નુકસાન કરે એવું નથી. તમારી જાગૃતિ તૂટી જાય છે કે આ મને થાય છે કે કોને થાય છે ? આપણે તો જાગૃતિ જોવા માગીએ છીએ કે બહુ વિચાર આવે પણ તે ચંદુલાલના છે, તમારે લેવાદેવા નહીં. વધુ માલ છે, તે ટાંકી ખાલી થતાં વાર લાગશે. ટાંકી ખાલી થવાની હોય તે, એમાં ડામરવાળો વધારે માલ નીકળે તો ? ડામરવાળો માલ વધારે હોય તો વધારે નીકળે. અને કોઈએ સેન્ટ ભરેલું હોય તો તેય નીકળે. પણ છેવટે બેય નીકળી જ જવાનું છે ને ? નીકળ્યા પછી બધું સરખું જ ને ? કે એમાં ફેરફાર હોય ?
પ્રશ્નકર્તા : સરખું.
દાદાશ્રી : હંઅ, સેન્ટવાળાનું નાકને જરા સારું લાગે અને પેલું નાકને ના ગમે. પણ તેમ છે તે નાકનું ને, તેય ચંદુલાલનું ને તમારું નહીં ને ? આ સમજી ગયા ને ?
વિચાર આવ્યો કે આજ બજારમાં નથી જવું, તો એય શેય વસ્તુ છે. એમાં આપણે કશું લેવાદેવા નથી. મને એમ કેમ વિચાર આવે છે, એવું ના હોય હવે આપણને. કારણ કે આપણે એનાં માલિક જ નથી, હતાય નહીં અને આ જેમ છે તેમ જાણી ગયા. પછી હવે છૂટા થઈ ગયા.
આપણે તો સારા આવે છે કે ખોટા આવે છે, બેઉ વોસિરાવી દીધું. આપણે ને એને લેવાદેવા નહીં. વિચાર તો શું ના આવે ? જરાક તબિયત નરમ થઈ ત્યારે કહેશે, મરી જવાશે કે શું ? એમ વિચાર આવે. આવે કે ના આવે ? એ બધા વોસરાવી દેવાના.
બાકી, આ મનમાં ના ફસાયા તો કામ થઈ જશે. મન તો શેય વસ્તુ છે. વિચાર આવે, કોઈ ફેરો તો આમ બહુ જબરજસ્ત વંટોળ આવે. એમાંય તમારો નંબર લાગેને ?
પ્રશ્નકર્તા : હા, પણ ત્યાં સુધી તરત જ કહી દઈએ કે મારું
ન્હોય..