________________
ના ગમતા વિચારો સામે...
પ્રશ્નકર્તા : નકામા વિચાર આવ આવ કરે તો મન તો ફર્યા જ કરે ને ?
૨૮૧
દાદાશ્રી : મન તો વિચાર જ કર્યા કરે તો એનું શું ? આપણને શો વાંધો હવે ? ડિસ્ચાર્જ થયા જ કરે. એને આપણે શું લેવાદેવા ?
ના ઉપયોગી માલ લાવ્યો પણ આપણે જોઈએ-જાણીએ એટલે ના ઉપયોગી માલ ફેંકી દે. મન તો બહુ જાતના ખીચડા ભરી લાવે.
પ્રશ્નકર્તા : મન તો ભરી લાવે પણ પાછું ચિત્ત, બુદ્ધિ, અહંકારકાયાને હલાવતું હલાવતું ચાલી જાય છે ને ! એકલો પેલો સીધો થતો હોય તો વાંધો નહીં, પણ આ તો બધાને હલાવતું જાય છે.
દાદાશ્રી : આ તો બધું સામ્રાજ્ય જ એક જાતનું ને ! અનાત્મા વિભાગ આખો, ફોરેન ડિપાર્ટમેન્ટ આપ્યું. જેવું ભર્યું હોય એવું ડિસ્ચાર્જ થયા કરે. એની મેળે ડિસ્ચાર્જ થાય છે. એમાં આપણે કશી લેવાદેવા નથી. ડિસ્ચાર્જ થઈ ગયા પછી આપણને હરકત કરતું નથી.
જોતારને કોણ પજવતાર ?
વિચાર તો આવે. વિચારને જોયા કરવાનાં, જાણ્યા કરવાના. ઓહોહો ! આવા આવા વિચાર આવે છે ! માટે માલ હજુ વધારે ભરેલો છે. થોડા વિચાર આવે તો તે માલ ઓછો ભરેલો હોય.
પ્રશ્નકર્તા ઃ આમ ચાલુમાં નથી આવતા, મહિને એકાદ વખત. દાદાશ્રી : હા, એ તો એકાદ વખત આવે, ફેરો મારી જાય. એ તો સારું, પણ ફેરો મારે તો આપણને જાગૃત રાખે. એમાં નુકસાન શું કરે છે તમને ? કંઈ મારતાં નથી ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ તો આવે એને જોવાના આપણે. એ જ્ઞેય છે, આપણે જ્ઞાતા છીએ.
૨૮૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : પણ આવે છે એટલે કચાશ ખરી ને ?
દાદાશ્રી : કચાશ નહીં. એ પજવે તો કચાશ કહેવાય. આપણે ઘેર કોઈ મુસલમાન આવે ને જતો રહ્યો તેથી કરીને આપણને પજવતો નથી. એમાં આપણને શું વાંધો ? પજવે ત્યારે વાંધો કહેવાય.
ત બંધ કરાય વિચારોને કી !
પ્રશ્નકર્તા : મનમાં જે વિચારો આવે છે એ બધા મને દેખાય ખરા પણ હું એને સ્ટોપ નથી કરી શકતો. તો એને જોયા જ કરવાના ?
દાદાશ્રી : સ્ટોપ કરવાના નથી, જોયા જ કરવાના. આપણે ટાંકી ભરેલી છે અને નવું આવતું નથી પણ જૂનું નીકળે નહીં તો પછી ગંધાયા કરે. એટલે જૂનું વધારે નીકળે તો સારું. બધું જોયા જ કરવાનું, શું નીકળે છે તે. ગંધવાળું પાણી નીકળે છે કે સારું નીકળે છે તે જોયા કરવાનું.
પ્રશ્નકર્તા ઃ પછી આગળ શું કરવાનું ?
દાદાશ્રી : કશું કરવાનું નહીં, જોયા જ કરવાનું. ખાલી થઈ જાય ત્યાં સુધી જોયા કરવાનું. એ ખાલી થઈ જશે. હવે આવવાનું બંધ છે અને જૂનું જાય છે. એને ડિસ્ચાર્જ કહેવાય. એ ખાલી થયા કરે અંદર. એ જોયા કરવાનું. ખરાબ વિચાર આવે તે જોયા કરવાના અને સારા વિચાર આવે તે જોયા કરવાના, બધા જોયા કરવાના. તમે જોયા કરો છો ને ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : હવે ખરાબ આવે તોય આપણને લેવાદેવા નહીં. સારું આવે તોય આપણને લેવાદેવા નહીં. કારણ કે જે ચાર્જ કરેલું હતું, તે જ ડિસ્ચાર્જ થાય છે. ખરાબ વિચાર આવતા હોય તો આપણે શું ? એ મહીં માલ જેવો ભર્યો છે એવો આવે, તો આપણે એને જોયા કરીએ.