________________
ના ગમતા વિચારો સામે...
સવળ દારૂ થઈ જાય તો ? એટલે આપણે સમજી જવાનું કે અવળ સવળ દારૂવાળો માલ નીકળ્યો. તે ધોતિયામાં હઉ પેસી જાય. કારણ કે હવાઈનો માલ પેલા ટેટામાં પેસી ગયો. હવાઈ એનો સ્વભાવ તો બતાવે ને, કે ના બતાવે ?
પ્રશ્નકર્તા : બતાવે.
૨૩૯
દાદાશ્રી : અને ટેટામાં ફૂલકણીનો માલ ભર્યો હોય તો ? સુરસૂરીયુંય ના થાય ? એ માલ અવળ સવળ થઈ ગયો, પછી મન કૂદાકૂદ કરે.
આપણે સમજી જવાનું કે આ બધો મનમાં માલ ભરેલો અવળો નીકળ્યો. એ આપણી ભરેલી ચીજ છે. એ ભરેલી છે તે ખાલી થાય છે. જેમ આપણે એક માર્કેટમાં શાક લેવા ગયા. એક થેલો મોટો લઈ ગયા વેચાતો. હવે પહેલું શરૂઆતમાં શું લઈએ આપણે ? જે રાતદાડો બહુ ભાવતું હોય, તે બહુ યાદ આવતું હોય તે પહેલું લઈ આવીએ. શું લઈએ પહેલું ? તમે બોલતા નથી ? બોલો તો વાત આગળ હેંડે. શુ લે પહેલું ?
પ્રશ્નકર્તા : ભાવતું જ પહેલું લે.
દાદાશ્રી : હા, એને ભાવતું હોય, ટમેટાં, એ બધું લે અને મહીં કોથળામાં મૂકે. પછી બીજા ભાગનું લે, ત્રીજા ભાગનું લે. છેલ્લું વારકું શું લે ? ત્યારે કહે, ‘૨હેવા દો ને, આ થોડીક ડુંગળી નાખી છે ને આ લસણ છે.' એટલે ના ભાવતું હોય તોય છેલ્લું વારકું નાખી દે. હવે આ કોથળો સીવ્યો અને ઘેર જઈને વાપરતી વખતે ખોલે. ત્યારે પહેલું ડુંગળી નીકળે એટલે કંટાળે. અલ્યા, ટામેટાં જોઈએ કે આ ડુંગળી ? અલ્યા, ટામેટાં તો તને ભાવતા'તા તે નીચે ગયાં છે. એટલે આ પોતાનો માલ ભરેલો અને પોતે પછી બૂમાબૂમ કરે. પછી બૈરી વઢે કે ના વઢે ? લાવ્યા'તા તમે ને પાછાં બૂમાબૂમ કરો છો ? એટલે ટામેટાં-બામેટાં બધુંય છે મહીં, પણ વખત આવશે ત્યારે નીકળશે બા. તમે જેવી રીતે ભર્યાં તેવી રીતે. ભાવતું હતું તે મોડું ભરવું હતું ને !
૨૮૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા ઃ તો પહેલું નીકળત.
દાદાશ્રી : હા, પહેલું. અરે, નાખે તો નાખે પણ બળ્યાં પાકાં ટામેટાં લાલચોળ જેવાં, છુંદાઈ જાય મહીં. તે વિવેક હોત તો ? વિવેક હોત તો આવું હોત જ નહીં ને ! વિવેક જ નથી ને ? સદ્-અસો વિવેક તો જોઈએ ને ?
પ્રશ્નકર્તા : ત્યાં તો ચોક્કસ રહેવાય છે. આ ટામેટાં દબાઈ જશે. દાદાશ્રી : હા, એમાં ચોક્કસ રહેવાય. આમાં ના રહેવાય. પૂરણ કર્યુ, તે જ ગલત !
એટલે બધી જે વાત કરવી હોય આપણે તે કરજો. ને બધા ખુલાસા થવા જ જોઈએ. કારણ કે ખુલાસા ના થાય ત્યાં સુધી મન માને નહીં. મન તો મોટામાં મોટી વસ્તુ છે. અને છતાં કો'કની આપેલી વસ્તુ છે નહીં. મન એ તો પોતાની જ ભરેલી વસ્તુ છે. તમને કોઈ દહાડો ‘તાજીયા’ ક્યારે થશે એનો વિચાર આવે છે ? કારણ કે જેણે એ માલ ભર્યો હોય એને વિચાર આવે. તમે કંઈ એ માલ ભરો નહીં
ને એટલે તમને વિચાર ના આવે. આ તમારો જ પૂરણ કરેલો માલ છે તે તમારી પાસે છે. જો તમે પૂરણ કરેલો માલ ઉડાડી દો, ગલન કરી નાખો, તો મન તમને કશું હરકત નથી કરતું. મન હરક્તકર્તા નથી, તમને ઉડાવતાં નથી આવડતું તેનો દોષ છે આ. મન તો પૂરણગલન છે. જે તમે પૂર્યું છે, તે જ ગલન થઈ રહ્યું છે. આ જૈનોને માંસાહારનો વિચાર કેમ નથી આવતો ? કારણ કે એ બિચારાએ આ પૂર્યું જ નથી. અને મુસલમાનોને ઘડીએ ઘડીએ વિચાર આવે. કારણ કે એ જ પૂર પૂર કર્યું છે.
તમારા જેવા હોય, એને આટલી ઉંમરે પૈણવાના વિચાર આવે તો ના સમજીએ કે આ બધા ખોટા વિચાર આવે છે ? એને માટે કંઈ લોકોને કહેતા ફરવાનું કે ભઈ, મને આવો વિચાર આવે છે. એ તો આવે જ. મહીં ભર્યો હોય એવો નીકળે. નીકળીને જતો રહેશે પછી. એ કંઈ દાવો માંડવાના નથી.