________________
ના ગમતા વિચારો સામે...
૨૭૭ વગર મળે નહીં. એવું આ ટાઈમ વગર પાકે નહીં, ડિસ્ચાર્જ થાય નહીં. તમારી ઉતાવળે ડિસ્ચાર્જ થાય નહીં. એટલે પછી શું કહે ? મારે જીવવું છે ને એક બાજુ મનને ઉતાવળ કરવાની, બેઉ સાથે ચાલે. એટલે એની મેળે થયા કરે. એ જોય છે ને તમે જ્ઞાયક છો. મહીં અંતરશાંતિ રહે છે કે નથી રહેતી ?
પ્રશ્નકર્તા : એ બરોબર રહે છે.
દાદાશ્રી : પછી શું વાંધો છે આપણે ? મને, આવડો મોટો જ્ઞાની છું, તોય મને એમ થાય છે કે હજુ બે-ત્રણ અવતાર થશે તોય શું વાંધો છે, આપણે શું ખોટ જવાની છે ?
પ્રશ્નકર્તા : આજ ભવમાં છેલ્લું કરવું છે.
દાદાશ્રી : હા, તે બરોબર છે, આ ભવમાં જ. પણ મારું કહેવાનું કે એટલે બધી શી ઉતાવળ, ત્યાં આગળ તે કંઈ આપણા સાસુ બેસી રહ્યા છે કે જમાઈને જમાડશે ત્યાં આગળ ? નિરાંતે, આસ્તે રહીને, બગડે નહીં એટલું કરજો. મેં જ્ઞાન આપ્યું છે, એ બગડે નહીં એટલું કરો ને ! એક અવતારી જ્ઞાન છે. આ અહીંથી સીધું મોક્ષે જવાય એવું નથી. ‘અહીંથી સીધું મોક્ષે જવું છે” એવી બૂમો પાડે એ મૂરખ છે.
એક અવતારી જ્ઞાન છે. કારણ કે મારી આજ્ઞા પાળી છે, તે બદલનો એક અવતાર રહ્યો. આજ્ઞાથી પુણ્ય બંધાય. તમે આજ્ઞા પાળી એટલે પુણ્ય બંધાય. એ પુણ્ય ભોગવવા રહેવું પડશે તમારે. એટલે એવું ગભરાવાનું નહીં. મહીં આપણે આનંદ રહે છે ને ?
તે મત થાય એક્ઝોસ્ટ ! અમારું મન એક્ઝોસ્ટ થઈ ગયેલું હોય. તમારું એક્ઝોસ્ટ (ખાલી) ના થયેલું હોય. તમને તો એક વિચાર આવ્યો ત્યાં પા-પા કલાક ખસે નહીં અને ગોથા ખાયા કરે. મનના તરંગો ફર્યા કરે. આમ ફર્યા કરે, તેમ ફર્યા કરે.
પ્રશ્નકર્તા : મન એક્ઝોસ્ટ શી રીતે થાય ?
૨૭૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : આ જોયા કરે એટલે મન એક્ઝોસ્ટ થાય. શું બને તે જોયા કરે એટલે મન એક્ઝોસ્ટ થાય.
પ્રશ્નકર્તા : મનમાં જે વિચારો આવે છે, ત્યારે ઘણી ફેરો એમ થાય કે આ આટલા બધા વિચારો આવે છે, એટલે ગયા જન્મમાં કેવું બધું આપણું હશે, તે આવા વિચારો આવે છે.
દાદાશ્રી : એ ભરેલો માલ છે, એ જોવાનો છે. આપણે. બીજા ખરાબ વિચારો તો આવે જ. ભરેલો માલ છે તે આવે, ના ભર્યો હોય તે ના આવે. આપણો જ ભરેલો છે આ માલ !
પ્રશ્નકર્તા : પણ એને ખાલી કરવાનો શો ઉપાય ?
દાદાશ્રી : એને જોયા કરો તો ખાલી થયા કરે. અને મહીં એની જોડે તન્મયાકાર થાવ તો માર ખાઈ જાવ. એટલે ગમે એટલાં ખરાબ વિચાર આવે તમે એને જોયા કરો તો એ માલ ખાલી થઈ જાય.
મન તો બે કામ કરે. એક સારા વિચાર ફૂટે ને એક ખરાબ વિચાર ફૂટે, તે કોઠીમાંથી ફૂટે એમ. તે ભ્રાંતિને લઈને પોતાને એમ થાય, મને વિચાર આવ્યા. અને ગમતી હોય તે જ ગાંઠો હોય. એટલે ઘણીખરી ગાંઠો ગમતી હોય એવી જ પડેલી હોય. એટલે ઘણી ફેરો વિચારો મળતાં આવે કે ભઈ એકાકાર થાય અને ના ગમતા વિચારો આવે તો સામો થાય.
ફૂટે ટેટા, માતા... મુખ્ય તો ચિત્તને શુદ્ધ કરવાનું છે, મન તો બિચારું એવું નથી. આ લોકોને મન ગૂંચવે છે. તે લોકો બિચારા વિચારો આવે છે ને, તે ગભરાઈ જાય. અરે, વિચારો આવે તેમાં ગભરાઈ શું જવાનું ? ચાર ટેટા અત્યારે ફૂટ્યા. ભડાકો થયો ટેટાનો. અને પાંચમો ટેટો હવાઈની પેઠે ઊડીને આપણા ધોતિયામાં પેસી ગયો તો એમાં ગભરાવાનું શું ? એ તો દારૂ અવળો સવળો થઈ ગયો હોય. હવાઈનો દારૂ ટેટામાં ભરાઈ જાય ને, ત્યારે શું થાય ? તમે એવું નહીં ભડકતા હોય, અવળ