________________
ના ગમતા વિચારો સામે...
૨૭૫
૨૭૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
તો એ વિચાર થવાને કશું લેવાદેવા નથી. એટલે ચાર્જ ભાવમાં વિચરે નહીં તો કશું લેવાદેવા નથી. આ તો વિચરી ગયેલો છે. માટે આમ કહીએ છીએ કે વિચાર આવે છે.
હવે ભવતો શો ભો ? મન અંદર છે તે વિચાર એક પહેલો આવ્યો કે ચાલો બોરસદ, બસમાં જઈએ. તે આપણને ના દેખાય ?
પ્રશ્નકર્તા : દેખાય.
દાદાશ્રી : પછી પાછો થોડીવાર પછી બીજી વખતે વિચાર આવે કે ના, ના. આપણે ટેક્ષીમાં જ જાઓ ને, ત્રીજી વખતે કહેશે, અત્યારે રહેવા દો, સાંજના જઈશું. આ ત્રણેય દેખાય કે ના દેખાય ? તે બધું
દેખાય.
દાદાશ્રી : હા, મનની રમતને કાયમને માટે દેખા તરીકે જુઓ. જેમ ફિલ્મ અને જોનાર એવી રીતે રહો, તો તમે દૃષ્ટા થયા કહેવાય. પણ કાયમને માટે, પરમેનન્ટ માટે એવું રહેવું પડે. અને મનની ફિલ્મ જુએ એ મુક્ત છે. મનની ફિલ્મ નિરંતર જોયા કરે અને તાદાભ્ય ના થાય એ મુક્ત છે.
મરણતા વિચાર આવે ત્યાં ? આ વિચારો આવ્યા કરે. વિચારો શેય છે ને આપણે જ્ઞાતા છીએ. એ જોય-જ્ઞાતાનો સંબંધ રાખવો જોઈએ. ચુકવું ના જોઈએ. ગમે તે જાતના વિચાર આવે, મરણના હઉ આવે, આપણું મરણ થયું, એ દેખાડે હઉ પાછું.
પ્રશ્નકર્તા : મરણનો વિચાર આવે એનો અર્થ શું ?
દાદાશ્રી : કશો અર્થ નહીં. એ એનો સ્વભાવ બધો બતાવ્યા કરે, મિનિંગલેસ (અર્થ વગરનું). મનનું બધું જ મિનિંગલેસ છે. એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એમાં ચાર્જ હોય એ મિનિંગવાળું. ડિસ્ચાર્જ એ બધું મિનિંગલેસ.
એવો વિચાર આવે કે ‘વખતે એક્સિડન્ટ થશે તો ?” ત્યારે કહે, ‘ભઈ અમે નોંધ કરી, નોટેડ.' પછી પાછો બીજો વિચાર આવે, ‘સત્સંગમાં જઈએ.” એને એવું કશુંય નથી કે આ વિચાર જ આવે. બધી જાતના વિચારો આવે. એ બધું ડિસ્ચાર્જ થાય છે. પહેલાં જે ચાર્જ કરેલું, તે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. ડિસ્ચાર્જને આપણે જોયા કરવાનું, એની પછી ભાંજગડ નહીં કરવાની. કોઈના તાબામાં નથી વાત બધી.
અને હવે જે મનમાં વિચાર આવે, એ મનનો ધર્મ છે. મન નિરંતર ડિસ્ચાર્જ થયા જ કરે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામ્યા જ કરે. એટલે મનમાં જે વિચાર આવે, બુદ્ધિ કૂદાકૂદ કરતી હોય તે જોયા કરવાનું. આ જે મનમાં આવે છે ને, એ બધા વિચાર સાથી કહેવાયા ? તે ડિસ્ચાર્જ છે એટલે વિચરી ગયેલો છે, એમાં પણ નવેસરથી વિચરે નહીં
પ્રશ્નકર્તા : એ બધી માનસિક પ્રાકૃતિક ભાગે વાત ના થઈ ?
દાદાશ્રી : એ બધું મન શ્રવે છે. શ્રવે છે એટલે ઝમે છે. મનનો જે હિસાબ છે તે મન ઓગળે છે, ઝમે છે, એમાંથી એ બધું નીકળે છે. એમ કરતું કરતું મન ખલાસ થઈ જશે. અને એક મન ખલાસ થાય ત્યારે બીજું મન, જો અજ્ઞાન હોય તો ઊભું થાય. અને અજ્ઞાન ના હોય અને જ્ઞાન હોય તો એ મન છે તે ખલાસ થઈ જાય. એને ડિસ્ચાર્જ કહે છે. ડિસ્ચાર્જ થતું આપણને મહીં દેખાય. શું શું વિચાર આવે છે તે દેખાય. જ્યારે અજ્ઞાન હોય, જ્ઞાન ના હોય તેને તો મને જ વિચાર આવ્યો છે એવું એ બોલે. તમને શું હરક્ત પડે છે, એ કહોને મને ?
પ્રશ્નકર્તા : કેટલું ડિસ્ચાર્જ કરવાનું બાકી હશે ? અકળામણ થાય
છે.
દાદાશ્રી : ડિસ્ચાર્જ કરવામાં અકળામણ ? તે ડિસ્ચાર્જ એટલે શું કે અત્યારે આપણે આવડી આવડી કેરીઓ લેવા જઈએ તો ? ટાઈમ