________________
ના ગમતા વિચારો સામે...
૨૭૩
૨૭૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મૂકે છે કે આ વિચારો છે. અમે પણ એક જ રાશિમાં માનીએ કે આ વિચારો છે. આ ભેદ તમે શાથી પાડો છો ? તમે તો અત્યાર સુધી ભેદ પાડતા આવેલા ને, તે ટેવ પડી છે હજુ. એ ટેવ જતી નથી, આ સારા વિચાર આવ્યા ને આ ખરાબ વિચાર આવ્યા. બાકી સારા-ખોટા હોતા જ નથી. અજ્ઞાની માટે હોય છે એ. ભગવાન આપણી પેઠ ભેદ નહોતા પાડતા કે આ સારું આવ્યું ને આ ખરાબ આવ્યું. બધું એક જ પુદ્ગલ જોતા હતા. સારું-ખોટું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં સારું-ખોટું કશું હોતું નથી.
એક જ પુદ્ગલ, ખરાબ વિચાર આવ્યો તેય પુદ્ગલ, સારો વિચાર આવ્યો તેય પુદ્ગલ. આપણા લોકો તો મહીં મુંઝાયા કરે. ‘મને ખરાબ વિચાર આવે છે.' અરે, છોને આવે, એ તો વિચાર જતા રહે છે ને ! એ તારું ન હોય. અન્વય સંબંધ ન હોય તારો એની સાથે. આપણે ત્યાં તો મહેમાન આવે ને જતા રહે, તોય ખબર પડી જાય કે આ મહેમાન આપણા ન હોય, પારકા છે. અને આ આપણા ઘરના જુદા ! એવી ખબર ના પડે ? આમ જાડી વાતોમાં લોકોને બહુ સમજણ પડી જાય. ઝીણી વાતમાં મુશ્કેલી પડે છે.
ફિલ્મને તોડી નંખાય ? દહાડે દહાડે શાંતિ વધતી જાય છે ને મહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે મનમાં જે વિચારો આવે છે તેને શું કરો છો ?
પ્રશ્નકર્તા : એને ઉડાવવા પ્રયત્ન કરું છું. આમ ઓછા થઈ જાય છે.
દાદાશ્રી : મનની ફિલ્મ તો જોવા માટે રહેવા દેવાની. મન એ શેય છે. મનના વિચારો જ છે એ બધાં શેય છે અને તમે છો જ્ઞાયક. હવે એ જ્ઞાયક એટલે ફિલ્મમાં જોનાર. જોનાર જ્ઞાતા કહેવાય ને જોવાની વસ્તુ શેય કહેવાય. તો ફિલ્મને આપણે તોડી નાખીએ તો જ્ઞાતા શું જુએ?
પ્રશ્નકર્તા : કંઈ જ નહીં,
દાદાશ્રી : એટલે તમારે ફક્ત જોયા કરો. એટલે મન તમને હેરાન કશું કોઈ રીતે નહીં કરે. આટલું યાદ રહેશે ને રોજ ?
પ્રશ્નકર્તા: ચોક્કસ. દાદાશ્રી : એને ઉડાવવા નહીં ફરોને ? પ્રશ્નકર્તા : જોયા જ કરીશું.
દાદાશ્રી : આપણે સિનેમામાં જઈએ અને “ધી એન્ડ (સમાપ્ત) એકલું જ વાંચવામાં આવે તો પછી ઝઘડો ના કરે લોકો ? એટલે મન છે તે ફિલ્મ દેખાડે છે બધી. મનથી મુક્ત થવાનું છે, બસ ! મનથી મુક્ત થયો એ બધાથી મુક્ત થયો. છતાં મન છે ને તેની જરૂરિયાત બહુ છે પાછી.
પ્રશ્નકર્તા : મન જરૂરી છે, એ આપ કહો છો ને મનથી મુક્ત થવાનું છે એમ પણ કહો છો.
દાદાશ્રી : હા, બેઉ કહું છું. પણ લોક મને કહે છે, મારું મન કાઢી નાખો. અલ્યા, મન જો કાઢી નાખવામાં આવે ને તો પછી ફિલ્મ શું જોઈશ તું ? મન તો ફિલ્મ છે આપણી આખી ! સારો વિચાર આવ્યો કે ખરાબ વિચાર આવ્યો, ફલાણો આવ્યો. એ તો આખું જોવાને માટે સાધન છે. એટલે મન તો ખાસ જરૂરિયાતની વસ્તુ. આખા શરીરમાં બહુ જ જરૂરિયાતની વસ્તુ હોય તો મન છે.
પ્રશ્નકર્તા : મનની રમતને આપણે દૃષ્ટા તરીકે જોઈએ, તો એને આત્મસાક્ષાત્કાર કર્યો કહેવાય ?
દાદાશ્રી : એને ના ઉડાડશો. આપણે આ સિનેમામાં ગયા હોય અને પડદા પર ઢેખાળો મારીને પડદો ફાડી નાખીએ, તો પછી શું થાય ?
પ્રશ્નકર્તા : તો પછી વિચારોને રહેવા દેવા ?