________________
ના ગમતા વિચારો સામે....
૨૭૧
૨૭૨.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ગાડી ચલાવે છે, એમાં જાગૃતિ ના હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા : ગાડી અથડાઈ જાય.
દાદાશ્રી : હા, અથડાઈ જાય. ત્યારે ત્યાં લોકોને જાગૃતિ આવી ગઈ છે. કારણ કે તરત ફળ મળે છે ને, લોહીલુહાણ થાય છે, મહીં દુઃખ થાય છે ને ! એટલે ત્યાં ચોક્કસ રહે છે, પણ અહીં ચોક્કસ નથી રહેતો.
તમને ? તો પછી ગમતામાં પણ એવું જ રાખવાનું છે. પછી છે કશી મુશ્કેલી ?
જેમ ખરાબ વિચાર આવે છે, તેને પોતે નથી જોતો ? એને જુએ છે ને, એવી રીતે સારા વિચારને જુએ, એટલું બધું જ બળ લાવી નાખે કેટલીક રીતે, એક-બે ઉપવાસ કરીને, બીજી રીતે એકાગ્ર થઈને, તો બધું થઈ શકે.
ચિંતાયુક્ત વિચારો સામે.. પ્રશ્નકર્તા : મનુષ્ય જ્યારે ધર્મ પ્રત્યે અને ધ્યાન અંગે આગળ વધે ત્યારે મન સાથે કુસંગી પ્રવૃત્તિ અથવા ખરાબ વિચારો વધતા જાય છે, તેનું શું કરવું ?
દાદાશ્રી : લગ્ન કરવા ચોરીમાં બેઠા હોય, તે ઘડીએ રાંડવાનાં વિચાર આવે તો આપણે શેમાં ધ્યાન રાખવાનું? લગ્ન થાય તેમાં ધ્યાન રાખવાનું કે રાંડવાના વિચારમાં ધ્યાન રાખવાનું?
પ્રશ્નકર્તા : લગ્નમાં જ ધ્યાન રાખવાનું.
દાદાશ્રી : હા, પેલા વિચાર તો આવે. એવી રીતે આ મનમાં છે તે અવળી પ્રવૃત્તિ અને ખરાબ વિચારો આવે, તો એ ભલે આવે. આપણે આપણા ધ્યાનમાં રહેવું.
પ્રશ્નકર્તા : કોઈક ફેરો ચિંતાયુક્ત વિચારો આવે ?
દાદાશ્રી : હા, પણ એ વિચારો તો બધાં આવે જ. મનનો સ્વભાવ શું? વિચારવું. વિચાર કર્યા કરવો. એ નિરંતર ચંચળ સ્વભાવનું છે. તે વિચાર કર્યા જ કરે એની મેળે. એને આપણે જોયા જ કરવાના. ખરાબ વિચાર આવે ને, ખરાબ એટલે શું કે વિષયો ભોગવવાનાં વિચારો આવે, બીજા વિચારો આવે, એને બધાંને જોયા કરવાના. જ્યારે જ્ઞાન ના હોય ત્યારે જે વિચારો આવે તેમાં તન્મયાકાર થઈ જાય, તો એ માણસ માર ખાય. આ જ્ઞાન એટલે શું ? જાગૃતિ. આ ગાડીવાળાઓ
સારું-ખોટું, એક જ પુદ્ગલ ! પ્રશ્નકર્તા : ના ગમતા વિચારોને અટકાવવા શું કરવું ?
દાદાશ્રી : અટકાવવાના નહીં. ના ગમતા વિચારો તો એની મેળે આવે ત્યારે આનંદમાં રહેવું આપણે.
પ્રશ્નકર્તા : પણ આપણને ત્યારે કંટાળો આવે ને ?
દાદાશ્રી : કંટાળો શાથી આપણને આવે ? ના ગમતા ને ગમતા, એ કોણે નામ પાડ્યા ? આ અક્કલ નામ પાડ્યા. તે અક્કલનો કોથળો હોય, પણ જો વેચવા જઈએ ને તો ચાર આનાય ના આવે. “આ ના ગમતો વિચાર ને આ ગમતો વિચાર', કહેશે. પણ તમને જે ના ગમતો વિચાર છે તે આને ગમતો વિચાર હોય. આ વિચારો સારા-ખોટાં છે ને, એ તમારી સાપેક્ષતા છે એ. એ તમને જે વિચાર ખરાબ લાગે છે, એ બીજાને સારા લાગે છે. બોલો હવે, એને સારો કહેવો કે ખોટો કહેવો? તમને કેમ લાગે છે ?
વિચારોને થોડો વખત જુદા જોવામાં આવે છે કે નથી આવતા ? પ્રશ્નકર્તા : આવે છે ને !
દાદાશ્રી : ખરાબમાં ખરાબ વિચાર આવે તોય જુદા જોવાની જરૂર છે. વિચાર તો ખરાબ કે સારા નથી આ તો આપણે ભેદ પાડીએ છીએ. ભગવાનને ત્યાં ભેદ નથી. ભગવાન તો એક જ વાત રાખી